________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
માને અને મન સ્વીકારતું નથી એ અવસ્થિતિને અહીં આલેખવામાં આવી છે.
મનની આવી હાલકડોલક અવસ્થિતિને આલેખવા અને મનમાં ઘડાતા ઘોડાનીઊઠતાભાવોની વિગતોને રૂપકાત્મક રીતે આલેખી છે. તેઓ કહે છે કે ઘડીક હાથી અને ઘડીક ઘોડે-અશ્વારોહી-ચડવાનું, ઘડીક પગપાળા ચાલવાનું બને છે. આ વિરોધાભાસી રૂપકોના વિનિયોગ દ્વારા દાસીજીવણે મનમાં ઊઠતા અને લય પામતા વિરોધાભાસી વિચારોને અભિવ્યક્ત કર્યા છે.
આગળ ઉપરદાસી જીવણ પોતાના મનમાં ઊઠતા ભાવોને અભિવ્યક્તિ અર્પતાં કહે છે કે મને તીર્થધામમાં જઈ તપસ્યા કરવાની અને પંચધૂણી અગ્નિનું તપ કરવાની ઈચ્છા છે, મને કંઈ પણ કામકાજ ગમતું નથી, કામ સૂઝતું પણ નથી તથા આ સંસાર મને અસાર અને ખારો લાગે છે. હવે તો ગુરુ, મને લાગે છે કે હું પોતે જીવતા સમાધિ લઈને મારું સમાધિમંદિર ચણાવું એવી પ્રબળ ઈચ્છા મારા મનમાં જાગે છે. મને લાગે છે કે આ કારણથી મારાથી રૂઠેલા રામને હું મનાવી શકું - રીઝવી શકું - પ્રસન્ન કરી શકું કે જેને કારણે મને આ જન્મની અંદર જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એ હવે પછીના જન્મમાં મારો અવતાર સફળ થાય. દાસીજીવણ હવે આમ તેના સમર્થ ગુરુ ભીમને ચરણે આવ્યો છે અને એને પૂરી શ્રદ્ધા છે કે જો કંઈ સારું થવા સર્જાયું હશે તો અવશ્ય સારી વસ્તુ બનશે જ.
આ મનોમંથન ફક્ત દાસીજીવણની સ્થિતિ નથી દર્શાવતું, સાધનાર્થી શ્રેયાર્થીને આ સમસ્યા શરૂમાં રહે છે.
આમ ભીમસાહેબ સમક્ષ પોતાની આંતરવ્યથા અને આંતરઅભીપ્સાને સર્થ ગુરુ પરત્વે અસ્ખલિત ભજનરચના દ્વારા વહેવડાવી. દાસીજીવણની આ ભજનરચના ભક્તહૃદયની આરતને પણ પ્રગટાવે છે. મનમાં કેવી અદમ્ય ઈચ્છા હોય છે. સંતહૃદયની-ભક્તહૃદયની ગુરુપ્રાપ્તિની અદમ્ય ઝંખના એ આપણી ભારતીય સંસ્કૃતિનું પાયાનું અંગ છે. એનું અનુરણન અહીં ભારતીય લોકસંતપરંપરામાં સંભળાય છે.
ગુરુપ્રાપ્તિની પરમતૃપ્તિના ઓડકારરૂપ ભજનરચના
રવિભાણ સંપ્રદાયના દાસીજીવણ ઉત્તમ ભજનો રચતા હતા, પણ સાથેસાથે એને આકર્ષક રાગ-ઢાળમાં રજૂ કરવાની આવડત પણ ધરાવતા હોવાને કારણે એમનો સમાજ પર ભારે મોટો પ્રભાવ હતો. તેઓ દેખાવે પણ આકર્ષક હતા અને વસ્ત્રપરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા, એટલું જ નહીં, પણ રામસાગરને જાત-ભાતના
૧૦૧
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
શણગારથી સમજાવતા એક વખત ઘોઘાવદરથી ગોંડલ આવતા હતા. વગડાનું એકાંત. પક્ષીઓનો કલશોર અને ભરપૂર વનરાજિ.
ભક્ત દાસી જીવણ ભારે ભાવથી ભજનો લલકારતા ગાતા ચાલતા હતા. વગડામાં ગોંડલના રાજવી ભા કુંભાજીનાં રાણી વેલડામાં પસાર થયાં. ભારે ભાવપૂર્ણ ભજનગાનથી પ્રભાવિત થઈને વેલડું ઊભું રખાવ્યું. સંગીતની દિશા તરફ નજર નાખી જોયું તો કોઈ ભારે આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો, છટાદાર પહેરવેશમાં શોભતો ભજનગાયક. વેલડું હાંકનારને પૂછ્યું કે કોણ છે આ વણરાગી લાગતો પુરુષ ?
વેલડાનો હાંકનાર કહે કે રાણીસાહેબ એ તો છે આપણા ઘોઘાવદરના ભારે મોટા સંત-ભક્ત દાસીજીવણ. રાણીબા કહે કે સંત-ભક્તને વળી આવાં આકર્ષક કપડાં. એની
પાસે વેલડું લેવડાવ્યું. દાસીજીવણ તો મસ્તીમાં ચાંદીના સિક્કાજડિત રામસાગર, વીંટીવેઢથી શોભતી આંગળીઓથી વગાડતા. આંખો બંધ હતી. ગળામાં માળા, સોનેરી રેખાવાળી પાઘડી, ધોળા બાસ્તા જેવું અંગરખું અને ઉપર વળી આકર્ષક રંગબેરંગી બુટ્ટાવાળી ગરમ ધાબળી. પગમાં શોભતાં પગરખાં. રાણીબા સંગીતને સાંભળતાં સાંભળતાં દાસીજીવણને નીરખી રહ્યાં. ભજન પૂરું થયું. આંખ ખૂલી તો સમો વેલડું. દાસીજીવણે જે સીતારામ કર્યા, પણ રાણીબા તો વિચારમાં પડી ગયેલાં, તે પૂછી બેઠાં, તમે ભક્ત છો, તે વળી પાછા આવા વેશની શું જરૂર પડી? ચાખડી અને પાંભરીને બદલે આવા વેશ સંતને-ભક્તને શોભે ? મને સમજાતું નથી, તમે ભક્ત છો કે પછી.... રાણીબા વાક્ય પૂર્ણ કરે એ પૂર્વે દાસીજીવણે પૂછ્યું કે રાણીબા આપ કોનાં રાણી તો રાણીબા કહે કે તમને તો ખબર છે રાજવી ભા કુંભાનાં. દાસીજીવણ કહે કે રાંભા કુંભા કેટલા ગામના ધણી છે ? રાણીબા કહે કે ૮૦ ગામના. પણ કેમ એવું પૂછો છો અને આટલા ઠાઠથી ફરો છો ? તો જીવણસાહેબ કહે હું તો આ ચૌદ ભુવનના ધણીની રાણી-ધણિયાણી છું. આવો આટલો ઠાઠ ન રાખું તો મારા ધણી લાજે.
રાણીબા શરમાઈ ગયાં. જીવણનો દાસીભાવ એમને પણ સ્પર્શી ગયેલો. પણ અહીં મુદ્દો છે દાસી જીવણના દાસ્યભાવથી સભર વ્યક્તિત્વ અને વાડ્મયનો મધ્યાકાલીન ગુજરાતીમાં મીરાં સમાન અભિવ્યક્તિ અને રાધાભાવથી ભજનો ગાનાર સંત તરીકે તો દાસીજીવણમાં એમને પ્રેમલક્ષણાભક્તિની ભાવના પ્રાપ્ત થયેલી ગુરુ ભીમસાહેબ પાસેથી. ભીમસાહેબે ગુરુપદ સ્વીકાર્યું અને ગુરુમંત્ર આપ્યા પછીની દાસીજીવણની પ્રસન્નતાની અનુભૂતિને ગાતું અત્યંત અહત્ત્વનું ભજન છે. આ॰ એનો ભારે મોટો મહિમા
૧૦૨