________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અહીં પ્યાલાભજનના માધ્યમથી યોગસાધના પદ્ધતિની વિગતો નિરૂપાઈ છે. પડ્યેક ભેદીને કેવી રીતે સાધક સુષુમણાના માર્ગે ઉર્ધ્વગતિ કરે છે એનું આલેખન છે. પહેલે પ્યાલે અર્થાત્ પ્રથમ તો પદ્માસન દ્વારા મૂળ કમળનું ધ્યાન ધરીને અજપાજપ, પછી ચક્રદર્શન, પછી ત્રીજા પ્યાલે સુરતા નાભિકમળમાં પ્રવેશે છે અને પછી મણિપુરચક્રમાં અને પાંચમે વાલે વિશુદ્ધ ચક્ર પર આવે છે. છઠ્ઠા ગાલે આજ્ઞાચક્રમાં પ્રવેશે છે તેનું સ્થાન ત્રિફૂટી છે. આ સ્થાન કપાળમાં બે ભ્રમરોની મધ્યમાં છે. અહીં ઈંગળા, પિંગળા અને સુષુમણા એમ ત્રણેય નાડીનો સંગમ રચાતો હોઈને આ સ્થાનને તરવેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પછી સાતમા ગાલે અર્ધામુખવાળા સહસ્ત્રાધારચક્ર પહોંચીને અમૃતસ્થાનનો અનુભવ થાય છે. આ તમામ ચક્રસ્થાનના જેજે રંગનો નિર્દેશ છે તે એમણે મેળવેલી અવસ્થા સ્થિતિ પ્રાપ્તિના ઘાતક છે. આમ છ ચક્ર ભેદતાં ભેદતાં મૂળ લક્ષ્યસ્થાને પહોંચવાની આ સ્વાનુભૂતિ પ્યાલાપાનને અનુષંગે વર્ણવી છે. આ રીતે લક્ષ્મીસાહેબના પ્યાલા ગુજરાતી ભજનસાહિત્યની દર્શનપરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે એનો ભારતીય યોગશાસ્ત્રના સંદર્ભે ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે.
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા - પ્યાલોચનાઓના મહત્ત્વના કે પ્રતિનિધિરૂપ કર્તા તરીકે આપણે ત્યાં ગુજરાતી ભજનપરંપરામાં લખીરામ (લખમીસાહેબ, લક્ષ્મીસાહેબ)ને ઓળખાવાયેલ છે. એમની પ્યાલોરચનાઓમાં જે ખુમારી, સાધનાધારા, ભાવાવેશ અને પરમસતૃપ્તિ પ્રગટે છે તે હૃદયસ્પર્શી છે.
હકીકતે લખીરામના સાત પ્યાલા છે. એમાં છ પ્યાલામાં પકભેદનની વિગતોનું અનુભવમૂલક નિરૂપણ છે અને સાતમો પૂર્ણાહતિરૂપ છે. એ રીતે યોગસાધનાનાં સોપાન પણ એમાં નિહિત છે. પ્યાલો પાયો અને એના દ્વારા યોગસાધનાનું દિશાદર્શન તથા એ પંથે ગતિ અને એ કારણે પ્રાપ્ત સ્થિતિ અહીં કેન્દ્રસ્થાને છે. આમ રૂપકાત્મક અને યોગમૂલક પરિભાષામાં લક્ષ્મીસાહેબે પ્યાલાપાન પછીની અવસ્થિતિને અહીં ગાઈ છે.
બાપુ ! અમને સદ્ગુરુએ પ્યાલો પાયો રે, સરવણે વચન સુનાયો મારા બાપુ ! ટેક). પેલે પ્યાલે પદમ આસન વાળ્યાં, જોયાં મૂળ કમળ નિશાન, ધોળા રંગના ધ્યાનમાં લાગ્યાં અમને અજંપાનાં દાન, મારા બાપુ !૦ ૧ બીજે ખલે બધાઈની જોયું ઉત્પત્તિનું સ્થાન, પીળો રંગ અમે પારખ્યો રે, દીધાં અમને અજંપાનાં દાન. મારા બાપુ !૦૨ ત્રીજે પ્યાલે સુરતા અમારી, નાભિકમળ ને ઠામ, રાતાં મંદિર રળિયામણાં, ત્યાં તો અમે કીધા પરણામ. મારા બાપુ!૦ ૩ ચોથે પ્યાલે સુરતા અમારી, હદયકમળમાં જંપી, લીલાં મંદિર ભવનાથનાં, ત્યાંથી અમે ચાલ્યા શીશ નમાવીમારા બાપુ ૦૪ પાંચમે પ્યાલે પ્રેમ કરી, કંઠમાં જોયું આવી, શ્યામ રંગે શક્તિ બિરાજે, તે નીરખીને આનંદ પામીએ. મારા બાપુ !૦ ૫ છઠે પ્યાલે સદ્ગુરુજીએ, ત્રિપુટીમાં કરસન દીધાં, ઈંગલા પિંગલા સુખમણા, તરવેણીના અમીરસ પીધા. મારા બાપુ !૦૬ સાતમે પ્યાલે સદ્ગુરુજીએ, અક્ષરલોક ઓળખાવ્યો, રવિ શશી સરખો તેજ પ્રકાશ્યો, ઊલટો ધાસ દરશાયો. મારા બાપુ !૦૭. સાત પ્યાલા પૂરણ થયા, પ્રેમ કરીને પીધા, લખમીસાહેબ સંતો કરમલ ચરણે, કારણ અમારાં સાધ્યાં. મારા બાપુ !૦૮
ગરની દૃષ્ટિમાં આપણી સૃષ્ટિ બદલવાની ક્ષમતા હોય છે
૧૦૫