Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 50
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » ‘કુષને 1 farm n' : દરેક દ્રવ્ય ધ્રૌવ્ય છે છતાં ઉત્પાદ વ્યય સ્વરૂપ છે, આ ત્રિપદીમાંથી દ્વાદશાંગી આગમો રચાયા, તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - ‘ત્રા ધ્રૌવ્ય પુi ”; જે કંઈ પણ અસ્તિત્વમાં છે તે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને શાશ્વત છે. આ સમજવા અનેકાંત દષ્ટિની જરૂર છે. દ્રવ્યદષ્ટિથી દરેક વસ્તુ નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. આમ એક વસ્તુમાં આ ગુણો રહેલા છે. અને તે સમજવાથી આત્મિક ગુણો તરફ દષ્ટિ જાય છે. આત્મા પરથી લક્ષ છોડી સ્વ તરફ વળે તો સ્વભાવદષ્ટિ થાય છે. સમગ્ર દ્રવ્યોનુયોગનો અહીં સમાવેશ થાય છે. “દ્રવ્યદષ્ટિને વસ્તુસ્થિર પર્યાય અધિર નિહાર- પજત વિણસત દેખે કે હર્ષ શોક નિહાર” જેનો વિસ્તાર આગળ જોવા મળે છે. (૩) ત્રીજી પંક્તિમાં કહે છે, હે આત્મા ! તું આગમને અનુસરીને બીજચિપણું ધારણ કરી સંસારની મમતાને ત્યજી દે અને એ રીતે આત્માને પુલ ભાવથી ન્યારો સમજ. જેમ સર્ષ તેની કાંચળીથી ન્યારો છે. આ ભેદજ્ઞાન સમજી તું ન્યારો થઈ જા. જડ પદગલિક ભાવ તે તું નહીં એવો નિર્ધાર કરી. સમ્યકત્વ પ્રાપ્ત કરવાના માર્ગમાં આગળ વધે. ભેદજ્ઞાન એ જૈનદર્શનનો સાર છે. જડ અને ચેતન, શરીર અને આત્મા બંને ભિન્ન છે. જ્યારે આત્માને ખરેખર તેનો અનુભવ થાય છે. ત્યારે મિથ્યાત્વ નાશ પામે છે. આ અનુભવ ત્રિપદીની સમજણથી થાય છે. (૪) અને ચોથી પંક્તિમાં શ્રી ચિદાનંદજી કહે છે અજ્ઞાનજન્ય ભ્રમ દૂર થાય છે ત્યારે આ જગતનો પ્રસાર મિયા લાગે છે અને પછી તેવો ભાવ ધ્રુવના તારાની જેમ ચિત્તમાં અચલ-સ્થિર થાય છે. અહીં શ્રી ચિદાનંદજી કહે છે કે આ આત્મા ગુરૂગમ વિના ખરી વાત - સંસારનું ખરું સ્વરૂપ સમજતો નથી અને અજ્ઞાનથી અહીં તહીં ભટક્યા કરે છે, પરંતુ જ્યારે જાગૃત, થઈને શુદ્ધ સ્વરૂપને જાણે છે ત્યારે ચિદાનંદસ્વરૂપ આત્મામાં મગ્ન રહે છે. એવો આત્મા આ સંસારને વિનાશી પદાર્થોમાં મમત્વ કરતો નથી. જેમાં ઉત્તપત્તિ-વિનાશ રહેલ છે, પણ જે સત્તાપણે ધ્રુવ છે એવા અનુપમ આત્મામાં રમણતા કરે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ ગુરૂગમથી જ સમજાય છે. સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ-સમ્યક્ત થતા થાય છે જે માટે ગુરુની આવશ્યક્તા છે. અંતમાં આ પદ રહસ્યમય છે અને દરેક પંક્તિમાં કર લે ગુરૂગમ જ્ઞાન વિચારા’ એમ કહી ગુરનું માહાભ્ય બતાવ્યું છે. આ પદમાં ભાવઅધ્યાત્મને પ્રાપ્ત કરવાની ખાસ સલાહ આપી છે અને એક બંદથી સર્વ પ્રગટ થયું અને એક બુંદમાં પાછું તેને સમાવી દેવું એ ચમત્કારી વાત સિદ્ધ કરી છે ત્યારે તે સરળ બની જાય છે. અર્થગંભીર હોવા ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » છતાં મમતા છોડી પરપક્ષથી અલગ થવાનું સૂચન છે. જેને સમ્યકશ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય તેનો અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે અને ક્રમે ક્રમે તે ધ્રુવના તારાની જેવી શુદ્ધ આત્મદશાને પામે છે એમ સિદ્ધ કર્યું છે. જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો આ પદમાં સમાઈ જાય છે. ભાવઅધ્યાત્મને સહારે આત્માનો ક્રમિક વિકાસ કરવાનું સૂચન કર્યું છે. આ જીવ મિથ્યાત્વને લીધે દુઃખી થાય છે. ગુરુગમથી આત્માનું ખરું સ્વરૂપ સમજ્યા વિના વસ્તુનું સ્વરૂપ સમજ્યા વિના મૃગતૃષ્ણાની જેમ ઐહિક સુખ મેળવવા ફાંફાં મારે છે. પરમાર્થદષ્ટિએ તે નશ્વર છે એમ સમજ્યો નથી. ખરી વાત તો ગુરુગમથી જ સમજાય છે. આત્માનું ખરું સ્વરૂપ તેનું વાસ્તવિક સ્વરૂપ અજ્ઞાનતાને લીધે દેખાતું નથી. ભીતરમાં જ આંતરિક ગુણોનો ખજાનો પડ્યો છે એ પ્રત્યે દષ્ટિ કરાવનાર છે સર. એ સદ્ગરનો બોધ ગ્રહણ કરી પોતે પોતાને જાણવાનો પુરુષાર્થ જો આત્મા કરે તો સહજમાં આત્મજ્ઞાન પામે. જ્ઞાનીઓએ આ જ વાત કરી છે. “બિન સર કોઈ ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?" ધર્મ આત્માનું શુદ્ધ સ્વરૂપ જ છે. મૂળ સ્વભાવ જ છે. નિયયનયથી આત્મા જ આત્માનો ગુરુ છે. તેથી જ કહ્યું છે: પલમેં પ્રગટે મુખ આગળ સે, જબ સદ્ગુરુ ચરન સુપ્રેમ બસે" (શ્રીમદ્ રાજચંદ્ર).. જપ, તપ, યમ, નિયમ “આસન ઈત્યાદિ કરવા છતાં હજી આત્માને પોતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત થતું નથી. વહ સાધન બાર અનંત કીયો તદપિ કછુ હાથ જે ન પર્યો." અધ્યાત્મયોગી આનંદધનજીએ પણ આ જ વાત કહી છે. છેવટે દ્રવ્ય અધ્યાત્મને છોડવાનું છે. કવિશ્રી ચિદાનંદજીએ પણ દ્રવ્ય અધ્યાત્મની ગૌણતા બતાવી છે. સાથે સાથે આ પદમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોનું પ્રરૂપણ કર્યું છે. (૧) આત્મિણૂણોની પ્રાપ્તિ, અર્થાત્ સિદ્ધિ પર્યાય ઉપાદેય છે. જે માટે ભાવઅધ્યાત્મની પ્રધાનતા બતાવી છે. (૨) ત્રિપદી - ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય - નું જ્ઞાન. (૩) જીવનો ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ જ છે. રાગદ્વેષરૂપી પર્યાય જે જીવનો અશુદ્ધ સ્વભાવ છે તે અજ્ઞાન દૂર થતાં દૂર થાય છે. (૪) આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન મેળવી સ્વ તરફ વળવા રાગદ્વેષ ગૌણ કરી સ્વભાવમાં આવવું એ ઉપદેશ છે. એ જ ભવ્યઅધ્યાત્મ છે, જે ગુરુગમથી પ્રાપ્ત થાય છે. ખરેખર, સમગ્ર જિનપ્રવચન આ ભવ્યઅધ્યાત્મ જ પ્રતિપાદિત કરે છે. આમ, ચિદાનંદજી સ્વરૂપ દશારૂપ ધર્મ પામવા માટે ગુરુની અનિવાર્યતા બતાવે છે. અંતમાં, આ ગૂઢ અને રહસ્યમય પદના ચિંતન-અનુપ્રેક્ષાથી આપણે પણ સમતિની પ્રાપ્તિ કરીએ. G

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121