________________
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ।
પરિચય હતો. ‘તેઓશ્રીના આત્માના પરમ-સૌદર્ય વિષયક ઊંડા જ્ઞાનનું પ્રતિબિંબ તેમનાં પદોમાં જોવા મળે છે. સંવત ૧૯૦૪માં તેઓશ્રી ભાવનગરમાં બિરાજતા હતા. ભાવનગરથી એક ગૃહસ્થે શ્રી ગિરનારજીનો સંઘ કાઢયો હતો તેમાં તેઓ પધાર્યા હતા. ગિરનારજી પહોંચ્યા પછી યાત્રા કરીને ક્યાં સિધાવ્યા તેનો પત્તો મળી શક્યો નહીં એમ
સાથેના યાત્રાળુઓ કહે છે. આવા નિઃસ્પૃહી મુનિરાજ વડે જ આ ભૂમિ રત્નગર્ભા
કહેવાય છે.
હૃદયંગમાં છતાં સરળ અને ઉત્કૃષ્ટ સાહિત્યના રચયિતા શ્રી ચિદાનંદજીને અને તેઓશ્રીની વિદ્વતાને ૨૦મી સદીના ઈતિહાસમાં ઉજ્જવલ પાનાં ગણાવી શકાય. શ્રી ચિદાનંદજી કૃત બૌંતરે પદોં અને અન્ય સર્જન
તેઓશ્રીની બોંતેરી સિવાયની અન્ય અર્થસભર પદ્યરચનાઓ છે. સરૈયા, પુદ્ગલ ગીતા, અધ્યાત્મ બાવની, દયા છત્રીસી, પરમાત્મ છત્રીસી, પ્રશ્નોત્તર માળા જેવા હિતશીક્ષાના દુહા વગેરે તેમની સરળ ભાષામાં હોવાથી લોકભોગ્ય છે. તેમની રચનાઓમાં પોતાના કલ્પની કલ્પના અને ભાવનું સુમધુર મિશ્રણ જોવા મળે છે. વ્યવહારુ અને સરળ ઉદાહરણો દ્વારા ગહન બાબતને તેમણે સ્વાભાવિક્તાથી રજૂ કરી છે, જે તેમની કવિત્વશક્તિ દર્શાવે છે તેમ જ આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરતાં તેઓ કહે છે કે આ ભવ સફળ કરતા પરભવ પણ સફળ થાય છે એવી હિતશિક્ષા પણ તેમનાં પદોમાં જોવા મળ છે, જે તેમના આત્મસૌંદર્યને છતું કરે છે.
રચિયતાશ્રીએ પદ્યાવલીમાં માત્ર આત્મવિષયક પદો જ લખ્યાં છે એમ નથી, તેમાં જુદાં જુદાં ૧૨ સ્તવનો, શ્રી પર્વાધિરાજ પર્યુષણમાં જૈન શ્રાવકનાં પરમ કર્તવ્યો અને પર્વનો મહિમા દર્શાવતી ૧ સ્તુતિ તેમ જ ગુરુમહારાજ સમક્ષ ગવાતી ૧ ગહલી પણ ધ્યાનાકર્ષક છે. આ સ્તવનોમાં મુખ્યત્વે શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી નેમિનાથજી અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની સ્તવના કરવામાં આવી છે. શ્રી નેમિનાથ ભગવાનની સ્તવના કરતાં તેઓશ્રીએ ગિરનાર પર્વતનું મનમોહક દશ્ય ઉપસાવ્યું છે, જે એક અજોડ ભાવજગતનું ચિત્રાંકન ઉપસાવે છે. એ જ રીતે શ્રી પાર્શ્વજિન સ્તવનમાં ૬૮માં પદમાં તેમણે જિનવાણીનું ઉત્તમ સ્વરૂપ પ્રગટ કર્યું છે અને તેની ભવ્યતા બતાવી છે. આ રીતે તેઓશ્રીએ શાસનની પાયારૂપ બાબતોને, પરમાત્માની વાણીને, પરમાત્માના સ્વરૂપને વિવિધ પદોમાં વણી લેવાનું કાર્ય કર્યું છે. સવૈયાઓ સરળ ભાષામાં લખાયેલા છે. જેમાં જીવનની સાચી ફિલસૂફી દર્શાવી છે, જીવનનો મર્મ દર્શાવ્યો છે, એમની કૃતિ જ એમની વૃત્તિ અને વર્તન સૂચવે છે. ‘આવા આદર્શ મહાત્મા કવિશ્રી ઉચ્ચ કોટિના
૪
૯૩
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ।
કવિઓની હરોળમાં સ્થાન પામે છે.
શ્રી ચિદાનંદજી કૃત સવૈયા
સરૈયા આ સરળ ભાષામાં લખાયેલા છે છતાં અર્થગંભીર છે. સવૈયા નં ૧૧માં કવિશ્રી એવી વ્યક્તિને ધન્ય ગણે છે કે જે દુશ્મન અને મિત્ર, પારસ અને પથ્થર અને રાગ કે દ્વેષને ગૌણ ગણી બધા પ્રત્યે સમાન દષ્ટિ રાખે છે. સવૈયા નં. ૧૯માં કવિશ્રીએ
આ સંસારની ક્ષણભંગુરતાને અને તેની પાછળ માનવીની નિરર્થક પ્રવૃત્તિઓને વિવિધ
ઉદાહરણો દ્વારા સમજાવી છે. માખી અને કીડીનાં ઉદાહરણોમાં તેઓશ્રી કહે છે કે જે રીતે કીડીનું એકઠું કરેલું ધાન્ય તેતર ખાઈ જાય અને મધમાખીનું એકઠું કરેલ મધ બીજા કોઈ લઈ જાય એ રીતે મૂર્ખ માણસ કરોડો રૂપિયા એકત્ર કરી જિંદગી આખી ખર્ચી નાખે છે, પરંતુ છેલ્લે તો તેને ખાલી હાથે જ જવાનું હોય છે. આ રીતે સરળ ઉદાહરણો દ્વારા જીવનનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે, જીવનનો મર્મ સમજાવ્યો છે.
‘પુદ્ગલગીતા’માં પુદ્ગલનું સૂક્ષ્મ સ્વરૂપ દર્શાવ્યું છે અને કહે છે કે પુદ્ગલથી જ ચેતન, જન્મ, જશ, મરણ આદિ દુ:ખો પામે છે, જ્યારે પુદ્ગલનો સંગ દૂર થાય છે ત્યારે આત્મા મોક્ષ પામે છે.
‘અધ્યાત્મ’ બાવની માં ત્રણ પ્રકારના આત્મા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
દયા છત્રીશીમાં તેઓશ્રી શાસ્ત્રોનો આધાર લઈને જિનપૂજાનું સ્વરૂપ દર્શાવ્યું છે. જિનપૂજા કરવાથી હિંસા થાય એ માન્યતાને શાસ્ત્રોક્ત રીતે ખંડિત કરી છે.
શ્રી પરમાત્મ છત્રીશીમાં તેઓશ્રીએ ૩૬ દુહાની રચના કરી છે જેમાં પરમાત્માના પૂર્ણ સ્વરૂપને શાસ્ત્રીય રીતે દર્શાવવામાં આવ્યું છે.
સ્વરોધ્યજ્ઞાનમાં કુલ ૪૫૩ પદોની વિશાળ પદરચના કરી છે જે ગૂઢ અને માર્મિક છે. ઉત્તમ પુરુષો ત્રિકાળજ્ઞાની હોય છે. કાળના જ્ઞાનની એક ઉત્તમ રીત તે સ્વરોધ્યજ્ઞાન છે. આમ ચિદાનંદજી કૃત પદ્યાવલીમાં જ્ઞાનનો ભંડાર તેઓશ્રીએ ખોલી નાંખ્યો છે. જેથી જૈન શાસનમાં આ પુસ્તક બહમૂલ્ય ગ્રંથ બની રહેશે.
કર લે ગુરુગમ જ્ઞાન વિચારા' કૃતિનું રસદર્શન
અધ્યાત્મયોગી શ્રી ચિદાનંદજી કૃત બહોંતેરીના ૨૧મા પદમાં ગુરુનું માહાત્મ્ય, દર્શાવ્યુ છે. “કર લે ગુરુગમ જ્ઞાન વિચારા' એ પંક્તિથી શરૂ થતું આ પદ છે જેનો અર્થ છે ‘હે આત્મા તું ગુરુગમથી જ્ઞાનનો વિચાર કરી લે. ખરું જ્ઞાન કોને કહેવાય તે વાત ગુરમહારાજ સિવાય સમજાશે નહીં. અન્યત્ર પદ ૩૫માં તેઓશ્રીએ આ જ વાત કહી છે
૯૪