________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... જૈન આગમોમાં ગુરુ માટે આચાર્ય, બુદ્ધ, ધર્માચાર્ય, ઉપાધ્યાય વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે. વૈદિક દર્શનમાં અને સનાતન ધર્મમાં ગુરુ, ગુરુપદ, ગુરુ શબ્દનું વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે. ગુરુ શબ્દ જ અવ્યાખ્યાતિત પદ છે. તેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે, એટલે જ કહ્યું છે કે ગુર એ કોઈ વ્યક્તિત્વ નથી, પણ અસ્તિત્વ છે. ત્યારે સમયસુંદર પણ પોતાની આ રચનામાં કહે છે કે,
ગીતારક ગુણ દરિયા રે, ગુરુ સમતા રસના ભરિયા રે.
ગુરુનું સ્વરૂપ : જૈન ધર્મ આચારપ્રધાન છે, ગુણપ્રધાન છે. એમાં આચાર અને ગુણોની પૂજા છે. જૈન ધર્મમાં વ્યક્તિપૂજાનું કોઈ સ્થાન નથી. એટલા માટે કહ્યું છે કે, 'Trfહંદ, અર્થાત્ ગુણવાન સાધુ જ ગુરુતત્વમાં પૂજનીય છે. જૈનાગમોમાં ગુરુનું સ્વરૂપ, ગુરુના ગુણોનું વિસ્તૃત વર્ણન દર્શાવ્યું છે. આ કૃતિમાં કવિ સમયસુંદરે પણ ગાથામાં ગુરુનું સ્વરૂપ, ગુરુગુણોનું સંક્ષિપ્તમાં આલેખન કર્યું છે, જેમ કે, ‘ગુણ સત્તાવીસ જેહ નઈ પૂરા રે...
..‘ભવસાગર સહજે તરિયા રે,' અર્થાત્ પાંચ મહાવ્રતના પાલક, પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોથી દૂર રહેનાર, નવ બ્રહ્મચર્યની વાડના પાળનાર, ચાર કષાયોના ત્યાગી, ભાવસત્યતા, કરુણ સત્યતા અને યોગ સત્યતાને ધારણ કરનાર, મન-વચન અને કાયાને વશમાં રાખનાર, ક્ષમાવાન, વૈરાગ્યવાન, જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્પન્નતાાળા હોય. બાવીસ પરિષહને સમભાવથી જીતનાર તેમ જ મારણાંતિક કષ્ટને ઝીલનાર હોય. આ પ્રમાણે વિશિષ્ટ ગુણોના ધારક ગુરભગવંતો બાર પ્રકારનાં તપમાં શૂરવીર હોય, સત્તર પ્રકારનાં સંયમને પાળનાર હોય તેમ જ શય્યા, આહાર, વસ્ત્ર, પાત્ર આ ચાર વસ્તુને ૪૨-૪૭ અને ૯૬ દોષરહિત શુદ્ધપણે ઉપયોગ કરે. આ ગુણો પરથી જ ગરપદની સાથી ગરિમા, પ્રબુદ્ધતા, બહુશ્રુતતા અને ઉચ્ચતમ ગુણવત્તાનું દર્શન થાય છે.
જૈન ધર્મમાં ગુરુતત્વ : જૈન ધર્મમાં મુખ્ય ત્રણ તત્ત્વ બતાવ્યાં છે: (૧) દેવ (૨) ગુરુ અને (૩) ધર્મ. આ ત્રણ તત્ત્વોમાં પણ ગુરુનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે, કારણકે ગુરુ જ દેવ અને ધર્મની સાચી ઓળખ કરાવે છે. ગુરુની કૃપાથી જ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. અન્યથા જીવ સંસારરૂપી ભવસાગરમાં ભટકતો રહી જાય છે. આ જ ભાવનું નિરૂપણ કરતાં કવિ સમયસુંદરે પોતાની આ કૃતિમાં કહ્યું
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જેમ બંધ પડેલી કારને ચાલતી કારની પાછળ બાંધી દેવામાં આવે તો તે બંધ પડેલી કાર પણ લક્ષ્ય સ્થળે પહોંચે છે. જરૂર છે માત્ર અનુસંધાનની, દોરડાની, તેવી જ રીતે આપણી અંતરચેતના ખોરવાયેલી છે, જ્યારે પરમાત્માની ચેતના સચેત છે. બન્ને વચ્ચે અનુસંધાન સ્વરૂપ ગુરુતત્ત્વ છે. દોરડા સ્વરૂપે ગુરુ આપણી અંતરચેતનાનું પરમાત્મતત્ત્વમાં અનુસંધાન કરાવે છે. એવા ગુરનું સ્થાન નમસ્કાર મહામંત્રમાં કરવામાં આવેલું છે. ગુપદ પૂજનીય છે, વંદનીય છે, કવિ સમયસુંદર પણ પોતાના ગુરુને વંદન કરી હર્ષોલ્લાસ અનુભવે છે. ગુરુને શરદપૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી અતિઆનંદપૂર્વક પ્રણામ કરે છે, પોતાના આવા ભાવોને તેમણે અભિવ્યક્ત કર્યા છે જેમ કે,
‘ગુરુનું વંદન તે શારદ ચંદ રે, જાણે મોહન વેલિનો કંદ રે. ગુર આવે તે જે આનંદ રે, હૈં તો પ્રણમું અતિઆનંદ રે...
ગુરનો મહિમા : આર્યસંસ્કૃતિમાં ગુરુનો મહિમા અપરંપાર બતાવ્યો છે. વૈદિક દર્શનમાં ગુરુની મહત્તા જણાવતાં કહ્યું છે કે, સતત સોળ વર્ષ સુધી પરમાત્માની ભક્તિ કરો અને માત્ર ચાર પળ ગુરુની સેવા કરો તો પણ ચાર પળ ગુરસેવાની તોલે સોળ વર્ષની હરિસેવા ન આવી શકે, એવી જ રીતે મીરાંબાઈ પણ ગુના ગુણ ગાતાં કહે છે કે, મોહે લગન લાગી ગુરુ ચરનનકી, ભવસાગર અબ સુખ ગયો હૈ મિટ ગઈ દુવિધા તરનન કી..
જાયારે જૈન દર્શનમાં કહ્યું છે કે જેમણે સમક્તિનું દાન કર્યું છે એવા ગુરુનો પ્રતિ ઉપકાર લાખો ઉપાય કરીએ તોપણ ચૂકવી શકીએ નહિ. કવિ સમયસુંદર પણ આ કૃતિમાં આવા ભાવો રજૂ કરતાં કહે છે કે,
‘સુધ સમકિતના ફલ લેવા રે, હું તો ગાઈશ ગુરુગુણ મેવા રે,'
ગુરુ એ સંસારની ગર્તમાંથી ઉદ્ધાર કરનાર છે. ભવનિસ્તાર કરનાર છે. માટે જ ગુર-સદ્ગુરુ મળવા એ જીવનનું અહોભાગ્ય છે.
પરમાત્મા ઋષભદેવના આત્માને ધન સાર્થવાહના ભવમાં પ્રથમ આચાર્ય ધર્મદોષસૂરિ મળ્યા હતા. તેમના ઉપદેશે ધર્મ પામી તેરમા ભવે પ્રથમ તીર્થંકર બન્યા. પ્રભુ મહાવીરના આત્માને નયસારના ભવમાં ગુરુ મળ્યા. મોક્ષમાર્ગ બતાવી જીવનપરિવર્તન કરાવી દીધું. કુમારપાળ રાજાને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મળ્યા તો અકબર બાદશાહને જગન્નુર હીરવિજયસૂરિજી મળ્યા હતા અને દરેકનું જીવન બદલાઈ ગયું. આ જ છે ગુરુનો મહિમા.
જૈન શાસન સ્થાપવાનું કાર્ય તીર્થંકરો કરે છે, પરંતુ આ શાસનને ગુરુતત્ત્વ
|
‘ગુરુ ઉપદેશ ઘઈ મુખ વારુ રે, ભાવિ જીવન નઈ ભવનિધિ તારું રે,'
• ૮૯
co