________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
શિષ્યપરિવાર : તેમનો શિષ્યપરિવાર વિશાળ હતો. એમના લગભગ બેતાળીસ શિષ્યો હતા અને શિષ્યોના પણ શિષ્યો સાથે એમનો સમુદાય વિશાળ બન્યો હતો. તેમાંના કેટલાક શિષ્યો અત્યંત વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર હતા. વાદી હર્ષનંદન એમના મુખ્ય શિષ્ય હતા, કે જેમણે નાના-મોટા બાર ગ્રંથોની રચના સંસ્કૃતમાં કરી છે.
નિર્વાણ : તેમણે સુદીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. લગભગ નેવું વર્ષની ઉંમરે તેમનો દેહાંત થયો હતો. વિદ્વતા, ગુણગ્રાહક્તા અને ઉદારતાના લીધે તેઓ માત્ર પોતાના ગચ્છના જ નહિ, પણ સમગ્ર જૈન સમાજના સાધુ હતા. તેમના જીવનનો પ્રભાવ હિંદુ અને મુસલમાન અધિકારી વર્ગ પર પણ ઘણો સારો પડયો હતો, જેથી પ્રાણીહિંસા થતી અટકી હતી.
કવિનું સાહિત્યસર્જન : તેમનું સાહિત્યસર્જન ઉચ્ચ કોટિનું હતું. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા આદિમાં સાહિત્યસર્જન કર્યું છે. સંસ્કૃતમાં ભાવશતક, રૂપકમિલા અવસૂરિ, કાલિકાચાર્ય કથા, સમાચારી શતક, ગાથા સહસ્રી, અષ્ટલક્ષી વગેરે મુખ્ય છે. તે ઉપરાંત સાંબ પ્રદ્યુમન ચોપાઈ, મૃગાવતી ચોપાઈ, નવલદંપતી રાસ, થાવ અચ્ચા સુત રાસ આદિ નોંધપાત્ર રાસો રચ્યાં છે. તેમણે જૈન શાસનની સુરક્ષા માટે “રાજ્ઞાનો વવતે સૌરવમા આ પદ પર આઠ લાખ અર્થોની રચના કરી ‘અર્થરત્નાવલી’ નામનો ગ્રંથ રચ્યો હતો, જે ‘અદાલક્ષી’ પણ કહેવાય છે. આ કૃતિ માત્ર જૈન સાહિત્યની જ નહીં, પણ ભારતીય સાહિત્યની અદ્વિતીય રચના છે.
તેઓ એક તેજસ્વી ગીતકાર પણ હતા. એમણે સ્તવન, સજ્ઝાય, ગુરુગીત, હરિયાળી, રૂપકગીત વગેરે અનેક પ્રકારનાં સાહિત્યની રચના કરી છે. તેમને એક ભક્તની દૃષ્ટિએ જોઈએ તો તેમણે રચેલ ચોવીસી, વીસી, તીર્થકંર સ્તવનો, ગાંલીઓ, ગુરુગીતાની વગેરે નોંધપાત્ર છે.
કવિ સમયસુંદરનો ગુરુપ્રત્યેનો પ્રેમ : તેમના હૃદયમાં પરમાત્માની જેમ આદરણીય ગુરુઓ પણ ઉત્કૃષ્ટ કક્ષાના ભક્તિપાત્ર રહ્યા છે. તેનો ખયાલ તેમણે રચેલ ગુરુ વિશેના સાહિત્યમાંથી મળે છે. તેઓ ગુરુને તારણહાર સમજે છે. તેઓ ગુરુને જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર સૂર્ય કહે છે તો જીવનના અંધકારમાં ચંદ્ર બની અજવાળું કરનાર ચંદ્રમા પણ કહે છે. તેઓને પૂરો વિશ્વાસ છે કે ગુરુ શિષ્યને સાચો માર્ગ બતાવી પાર ઉતારે છે.
તેમણે ગુરુ ગૌતમસ્વામીના જીવન પર આધારિત ચાર ગીતોની રચના કરી છે,
૮૭
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
જ
તો ‘ગૌતમસ્વામી અષ્ટ’માં લબ્ધિનિધાન ગૌતમસ્વામી પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. એકાદશ ગણધર ગીતમાં ગણધરોની સ્તુતિ કરી છે તેમ જ કેટલીક ગહુંલીઓ રચી છે. જેમાં પોતાના હૃદયનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ ખૂબ જ સુંદર રીતે અભિવ્યક્ત કર્યો છે.
ભક્તિકાવ્યનો પ્રકાર ગહુલી : જૈન ભક્તિ કાવ્ય સાહિત્યમાં ગહુંલી કાવ્ય સ્વરૂપનું અનોખું મહત્ત્વ રહેલું છે. પદ સ્વરૂપ સાથે સામ્ય ધરાવતી ગહુલી એ ગુરુના ગુણોનું નિરૂપણ કરતો સુંદર કાવ્યપ્રકાર છે. અન્ય રીતે જોતાં ગુરુની સમક્ષ જુદા જુદા પ્રકારના સ્વસ્તિક કરવામાં આવે છે તેને પણ ગહેલી કહેવામાં આવે ચે, કારણ કે પહેલા ઘઉંની ગહેલી કરવામાં આવતી હતી. તેથી તેના નામ પરથી ગહુલી શબ્દ બન્યો છે, પરંતુ અહીં શબ્દાર્થ ન લેતાં લક્ષ્યાર્થ લેવાથી તેનો અર્થ ગુરુનો મહિમા ગાવાનો થાય છે. આ ગહુંલીઓ વિવિધ વિષયો પર પણ રચવામાં આવતી હતી. ગરુનું માહાત્મ્ય બતાવતી કવિ સમયસુંદરની ‘ગહુંલી ગીતમ્’ નામની કૃતિ (ગહુલી) અતિપ્રસિદ્ધ છે.
ગહુંલીગીતમ્કૃતિનો કલાપક્ષ : આ કૃતિમાં નવ કડીઓ છે. દરેક કડીમાં (ગાથામાં) બે પંક્તિની રચના અને દરેક પંક્તિમાં બે પદ એટલે કે દરેક કડીમાં ચાર પદની રચના કરવામાં આવી છે. આખી કૃતિ અંત્યાનુપ્રાસમાં રચેલી છે. ભાષાશૈલી સીધીસાદી અને યથાર્થ રસપાન કરાવે તેવી છે. કવિ મંગલાચરણરૂપે પ્રથમ ઈષ્ટદેવની આરાધના કરી સરસ્વતીદેવીને વંદન કરે છે. ત્યાર બાદ ગુરુજીના ગુણોની સ્તવના કરી છે. આ કૃતિ ગેય તો છે જ, પણ તેના શબ્દો અને ભાવોની ગૂંથણી સુંદર હોવાથી ભક્તજનોનાં હૈયાંમાં આજે પણ ગૂંજી રહી છે.
કૃતિનો ભાવપક્ષ : આ કૃતિનો કલાપક્ષ તો શ્રેષ્ઠ છે. એવી જ રીતે તેનો ભાવપક્ષ પણ તત્ત્વજ્ઞાનથી સભર છે. આ કૃતિમાં તેમણે ગુરુનો અર્થ, ગુરુનું સ્વરૂપ, ગુરુતત્ત્વનો મહિમા, ગુરુની મહત્તા આદિ વિષયો પર પ્રકાશ પાડયો છે જેનું વિવરણ નીચે પ્રમાણે છે. :
ગુરુ : માનવના અંતઃકરણમાં વ્યાપ્ત સઘન અંધકારને જે વિનષ્ટ કરી દે છે, જે વિવેકનો આલોક ફેલાવી દે છે તે ગુરુ. ધર્મજ્ઞ, ધર્માચારી અને ધર્મમય જીવન જીવવાની સાથે ધર્મ અને શાસ્ત્રનો ઉપદેશ આપે તે ગુરુ કહેવાય છે. કર્તા પણ આવા ભાવનું નિરૂપણ કરતાં કહે છે કે,
‘ગુરુની આંખડલડી અણિયારી રે, જણાઈ જ્ઞાનની સેલ્ફી નિહાળી રે'
. ટ