________________
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... સંત સભા ગુર પાઈએ મુક્ત પદારથ ઘણી. ઉચ થાન સુહાવણા ઉપર મહલ મુરાર | સચ કરણી દે પાઈએ ઘર ઘર મહલ પ્યાર | (આદિગ્રંથ ૫. ૧૮)
જો મનમાં મુક્તિ મેળવવાની ઉત્કટ ઇચ્છા હોય તો સદ્ગુરુની ચરણરજ બની જાવ. પાછલા જન્મોનાં પુણ્ય કર્મોના કારણે મનુષ્યજન્મની અમૂલ્ય ભેટ મળે છે. આ તકનો લાભ લઈ સંતોની સંગતિમાં રહીએ તો સદ્ગર મળે અને સદ્ગર એવી સાચી કરણીની યુક્તિ પ્રદાન કરે છે જે દ્વારા પરમાત્માના ઊંચા સુંદર મહેલોમાં આપણો વાસ થઈ જાય છે, અર્થાત્ ગુરુ દ્વારા કામધેનુની પ્રાપ્તિ થાય છે.
ત્રિબિધ કરમ કમાઈ આસ અદેશા હોય ક્યોં ગુરુ બિન ત્રિકુટી છુટસી સહજ મિલિ સુખ હોય
જીવ સદા ત્રણ પ્રકારનાં કર્મોની જાળમાં ફસાયેલો રહે છે. તેને વિવિધ કર્મોમાંથી અને ત્રણ ગુણોની ત્રિકુટીમાંથી શી રીતે છુટકારો મળે? ગુરુનાં શરણ વિના ત્રિકુટી છૂટતી નથી તેમ જ સહજની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલવાથી પ્રભુના મહેલમાં દાખલ થઈને સહજસુખ પ્રાપ્ત થાય છે. નિજ ધર મહલ પછાણી નદર કરે મન ધોયા. બિન ગુર મૈલ ન ઉતરે બિન હર ક્યોં ઘર વાસી (આદિગ્રંથ પૃ. ૧૮)
પરમાત્મા અને સાથો મહેલ તો જીવની પોતાની અંદર જ છે, પરંતુ જ્યાં સુધી તે ગુરુની બતાવેલી યુક્તિનો અમલ કરતો નથી, ત્યાં સુધી વિકારો અને પાપોની મલિનતા ઊતરતી નથી, મન વશમાં આવતું નથી અને પોતાની જાતને ઓળખી શકાતી નથી. જ્યારે પરમાત્માની દયાથી ગુર મળી જાય તો સઘળું પોતાના આત્મારૂપી ઘરમાં જ મળી જાય છે.
એકો શબ્દ વીચારીએ અવર ત્યાગૈ આસો નાનક દેખ દિખાઈએ હીં સદ બલિહારે જાસ II (આદિગ્રંથ પૂ.૧૮).
નાનકજી સમજાવે છે કે પરમાર્થના યાત્રીએ દરેક પ્રકારની આશાનો ત્યાગ કરી ગુરુ અને તેમના શબ્દને મનમાં વસાવી લેવા જોઈએ. નાનકજી કહે છે કે હું એવા સર પર વારી જાઉં છું કે જેમણે સ્વયં પરમાત્માનાં દર્શન કરી લીધાં છે અને બીજાઓને પણ તેમનાં દર્શન કરાવે છે. આથી આ દુર્લભ મનુષ્યઅવતારમાં સરનો મેળાપ થવો જરૂરી છે.
ગુરુમિલાપ : ગુરુવિહીન જીવ જન્મ-મરણનાં ચક્રમાં ફસાયેલો રહે છે. પૂર્ણ ગુરુ મળી જાય તો પરમાત્માના સાચા જ્ઞાનનું અમૂલ્ય ધન મળી જાય છે. મનને ગુરની મતિ મુજબ ઢાળી
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દઈએ તો પરમાત્માના સાચા પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. ગુરુની દયાથી મુક્તિની અમૂલ્ય ભેટ મળી જાય છે, જેથી સઘળાં પાપોનો અને અવગુણોનો નાશ થઈ જાય છે. ગુરુ પાસે નામ અને પ્રેમનું નિર્મળ ધન છે, જે દ્વારા તે પાંચ વિકારોનો નાશ કરી દુઃખોનો અંત લાવે છે અને સાચું સુખ પ્રદાન કરે છે.
સમયે કેવળ નામનું ધન સાથે જાય છે. પૂરા સર જ એકમાત્ર સાથી છે, જે અંત સમયે પણ સાથે જાય છે. નામ અને ગુરુ વગર જીવ માયાના અંધકારમાં ભટકતો રહે છે.
ગુરુએ પ્રદાન કરેલી શબ્દની કમાઈ વડે આપણે કર્મોનાં બંધન તોડી દઈ પાછા પરમાત્મામાં સમાઈ જઈ શકીએ છીએ.
નાનકજી કહે છે કે સહજ આનંદપ્રાપ્તિ માટે સરનું શરણ લેવું જોઈએ. ગુર પાસેથી નામનો ભેદ અર્થાત્ નામદાન મેળવી સૂરતને અંદર એકષ્ટ કરી નામની સાથે જોડવી જોઈએ. સઘળું ગુરુને સોંપીને ગુરુમતિ પર ચાલવું જોઈએ. એ રીતે પોતાની જાતની જાણ થાય છે અને પરમાત્માનો ભેદ મળી જાય છે. ગુરુની અપાર કૃપાથી સાધકનાં સઘળાં બંધન કપાઈ જાય છે અને તેને અલખની પ્રાપ્તિ થઈ જાય છે. મુક્તિનો એક એ જ માર્ગ છે. જેમાં અવશ્ય સફળતા મળે છે. ગુરૂ સત્પષની જેમ સમર્થ હોય છે. નાનક ગુરુ અને ગોવિંદને એક કહે છે. તેઓ કહે છે કે આખી સૃષ્ટિ ગુરુને આધીન છે અને દરેક જગ્યાએ તેમનો હકમ ચાલે છે. ગુરુ શિષ્યને અંદરનાં સુંદર આત્મિક મંડળો બતાવે છે. ગુરુ શિષ્યને સાચું અમૃત પીવાને યોગ્ય બનાવે છે, જેથી મન સ્થિર થઈ જાય છે. સાંસારિક વૃત્તિવાળો જીવ અથવા મનમુખ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ પાંચ વિકારોનો શિકાર બન્યો રહે છે. ગુરુની મતિ પ્રમાણે ચાલવાથી મનની આશા-તૃષ્ણાના રંગ ઊતરી જાય છે. ગુરપ્રતાપે જીવ નિર્ભય બની જઈને પાંચ વિકારોરૂપી શત્રુઓને જીતી લે છે. એને અંદર અલૌકિક નાદ મળી જાય છે. જીવને પોતાના સાચા સાવરૂપનું જ્ઞાન થવા માંડે છે. ગુરુના ચરણકમળનો આશરો મળવાથી પરમાત્મા સાથે મેળાપ થઈ શકે છે.
આથી જ ગુરુ સાચા રક્ષક, હિતેચ્છુ અને મિત્ર છે. જીવનમાં સદ્ગરની આવશ્યક્તા છે જેના થકી જીવનમાં સાચી શાંતિ મળી શકે. ગુરુના ઉપદેશ વિના સાચી ભક્તિની યુક્તિ મળતી નથી. જો ગુનો શબ્દ મનમાં વસી જાય તો મન વશમાં આવી જાય છે અને અહંકાર તથા તૃષ્ણાનો અગ્નિ શાંત થઈ જાય છે, પરંતુ આ મન ગુરુ સાથે જોડાઈ જવાથી જ વશમાં આવે છે. જેમનો ગુરુ સાથે મેળાપ થયો નથી અને જેઓ સરુના ઉપદેશ અનુસાર હરિના નામ સાથે મગ્ન થયા નથી તેઓ હંમેશાં ભવસાગરનાં તોફાનો
3.