Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 41
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા નાનકની વાણીમાં ગુરુમહિમા - ડૉ. શોભનાબહેન આર. શાહ (અમઘવાદસ્થિત ડૉ. શોભનાબહેન ગુજરાત વિદ્યાપીઠનાં આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર સાથે સંકળાયેલાં છે અને જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં ભાગ લે છે) વર્તમાન સમયમાં મનુષ્ય ભૌતિક સાધનસામગ્રીને જ સુખશાન્તિ માને છે. ભૌતિકતામાં જીવવાવાળો મનુષ્ય આધ્યાત્મિકતાનો માર્ગ વીસરી ગયો છે, પરંતુ જ્યારે ભૌતિક સાધન સુખના બદલે દુ:ખનું સાધન બની જાય છે ત્યારે તેની આંખો ખૂલે છે અને અધ્યાત્મના માર્ગે જવા વિચારે છે. આ અધ્યાત્મના માર્ગે જવા માટે કોઈ જ્ઞાની ગુરુની આવશ્યક્તા જણાય છે તેવા ‘ગુરુ નાનક અને તેમની વાણીમાં ગુરુમહિમા'ની વાત અહીંયાં કરવામાં આવી છે. નાનક ગુર કે ચરન સરેવો સેવો સતગુર સમુંદ અથાહા સતગુર સેવો સંક ન કીજૈ।। જીવનવૃત્તાંતઃ નિર્ગુણ ભક્તિધારાની જ્ઞાનમાર્ગી શાખામાં સંત નાનક ગુરુદેવનું નામ પ્રસિદ્ધ છે. શીખ મતના પ્રવર્તક શ્રી નાનકદેવનો જન્મ કાર્તિક માસની પૂર્ણિમા, અર્થાત્ ગંગાસ્નાનના દિવસે સં. ૧૫૨૬ વિક્રમી લાહોર જિલ્લાના તલવંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મેહતા કસ્તુરચન્દ ઉર્ફે કાલૂરામ હતું, જે ક્ષત્રિય જાતિના અને બેદી ગોત્રના હતા તેમ જ એક સાધારણ પટવારી હતા. માતાનું નામ તૃપ્તાદેવી હતું. તે હિન્દુ ખત્રી હતાં. નાનકદેવન બાળપણ વિષે વધારે માહિતી મળતી નથી, પરંતુ શરૂઆતથી જ તેમની રુચિ અધ્યાત્મ તરફ હતી. નાનકદેવ બાલ્યકાળથી જ સાવૃત્તિના હતા. કોઈ નોકરી કે વ્યવસાયમાં તેમનું મન લાગતું ન હતું. બાલ્યકાળમાં તેમની શિક્ષા પં. બ્રજનાથ ૭૯ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શર્મા તથા મૌલાના ફુતુબુદ્દીનને ત્યાં થઈ. તેમને પંજાબી, હિન્દી, પારસી તથા સંસ્કૃતનો સારો પરિચય હતો. તેમણે દેશ-વિદેશમાં ભ્રમણ કર્યું તથા યાત્રામાં અનેક જૈન સાધુઓ, મુસલમાનો, ફકીરો, યોગીઓ તથા સંતોનો સત્સંગ કર્યો. રૈદાસ તથા નામદેવની સાથે તેમનો મિલાપ થયો. તેમણે પાતાના અનુભવથી સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નાનકદેવ અધિક વિદ્વાન તથા શાસ્ત્રજ્ઞાની નહોતા. તે બહુશ્રુત તથા નિજી અનુભવના ધની હતા, તે નિરાકારવાદી હતા. નાનકસાહેબને નવ વર્ષની ઉમરે યજ્ઞોપવીત આપવામાં આવ્યું. તે તેમના જીવનની બાળપણની એક મહત્ત્વની ઘટના હતી. લગ્ન તથા પરિવાર : ૧૭ વર્ષની ઉમરમાં સં. ૧૫૪૩ વિ.માં. બટાલાનિવાસી મૂલચન્દ ખત્રીની પુત્રી સુલક્ષણા સાથે નાનકના વિવાહ થયા હતા, જે તેમના બનેવી શ્રી જયરામના પ્રયાસથી થયા હતા તેમ માનવામાં આવે છે. તેમના બે પુત્રો હતા જેમનાં નામ શ્રીચન્દ્ર તથા લક્ષ્મીચન્દ્ર હતાં. શ્રીચન્દ્ર પ્રસિદ્ધ ઉદાસી સંપ્રદાયના પ્રવર્તક બન્યા. નાનકદેવનો દેહાંત ૧૫૯૬ વિ.માં થયો તેમ મનાય છે. સાહિત્યરચના : નાનકદેવની વાણી ઘણા ગ્રંથોમાં સંકલિત થયેલી જોવા મળે છે. ગ્રંથો અને તેનો પરિચય આ પ્રમાણે છે. ગુરુ ગ્રંથસાહેબ : નયની વાણીનું સંકન આદિ ગ્રંથ સર્કલમાં થયું છે. ધનન મધ્યયુગની એક ચીર અમરસંહિતા છે. તેમાં તત્કાલીન સમાન વિચારધારાવાળા સંતો, સાધુઓ, સૂકીઓ, પીરો અને ભક્તોની સત્યાનુપ્રણીત શબ્દાવલિઓનો સુવ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં ગુરુગ્રંથસાહેબનાં અધિકાંશ પદ, દોહા, વાર તથા મહેલ રાગરાગિણીઓમાં નિબદ્ધ હોવાના કારણે સત્સંગતીનો અક્ષય ભંડાર છે, જેમાં ૩૧ રાગોનો ઉલ્લેખ મળે છે. ગુરુગ્રંથસાહેબનું સંપાદન શીખોના પાંચમા પ્રસિદ્ધ ગુરુ અર્જુનદેવે સંવત ૧૬૬૧માં કર્યું હતું. ગુરુગ્રંથસાહેબમાં આત્મા-પરમાત્માનું મિલન, નવધા ભક્તિ, પ્રભુના નામનો સદા જાપ, તેમના નામનું સર્વદા કીર્તન-સ્મરણ, મન, વચન અને કર્મથી તેમની પરમસત્તામાં તલ્લીનતા આદિ પર અધિક બળ આપવામાં આવ્યું છે. ગુરુગ્રંથસાહેબમાં સત્યાનુપ્રણીત તાજગી, સરસ શૈલીની સરળતા તથા હૃદયસ્પર્શી સ્પન્દનશીલતા, ઉત્તરોત્તર નવનવોન્મેષશાલીતા આદિ ગુણો છે, જે એક અદ્ભુત પ્રેરણાદાયીની શક્તિ છે. ८०

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121