Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 39
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જગતને ગર કહ્યા છે. જ્ઞાન લેનાર હોય તે ચેલો કહેવાય, કવિશ્રી કહે છે કે, મને જગત પાસેથી જ્ઞાન મળ્યું છે માટે હું જગતનો શિષ્ય છું. માનવ પાસે થોડી સમજણ કે સામાન્ય જ્ઞાન આવે એટલે વાદ-વિવાદ કરી જ્ઞાનનું પ્રદર્શન કરે છે. આવું જ્ઞાન મળતાં અંદરનો અહમ્ માથું ઊંચું કરે છે. એક બિંદુ જેટલું જ્ઞાન મળતાં તેને લાગે છે કે પોતાને ઘણું આવડે છે, પોતે કાંઈક છે તેથી તેનો અહમ તેને ઊંચે ચડાવે છે. - આ પદમાં કવિએ સમાજની આંખ ઉઘાડી છે. જગત પાસેથી બહોળો પાઠ મળે છે અને પોતાની અલ્પતા સમજાય છે. વાદ-વિવાદને તિલાંજલિ આપતાં ગત તરફ મસ્તક મૂકી જાય છે. હવે કવિ ગુરુના ઘરમાં શું છે તે સમજાવે છે, ગુરુ કે ઘરમેં નવનિધિ સારા, ચેરેકે ઘરમેં નિપટ અંધેરા ગરુ કે ઘર સબ જરિત જરાયા, ચેરે કી મઢિયામેં છપ્પર છાયા.... જગત.... જ્યારે હું થોડું જાણતો હતો ત્યારે હાથીની જેમ મદથી હું અંધ બની ગયો હતો અને હું મારી જાતને સર્વજ્ઞ માનતો હતો અને અનેક સાથે વાદ કરી વિવાદના અખાડા ઊભા કરતો હતો, પણ જ્યારે પંડિતજનો પાસેથી કંઈક જાણવા મળ્યું ત્યારે હું મૂર્ખ છું તેવું લાગતા તાવની જેમ મારો મદ ઊતરી ગયો. અધૂરું જ્ઞાન વાદ-વિવાદના અખાડા ઊભા કરાવે છે. કવિએ આખા જગતને ગુર જાયું છે, કારણકે શાસ્ત્રવચન છે કે ગરની પાસે નવનિધાન છે. જગતરૂપી એટલે ખજાનો છે. પૃથ્વીમાતાએ અનેક નરરત્નોને જન્મ આપ્યો છે. ભગવાન ઋષભદેવથી લઈને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી સુધી બધા આ જ પૃથ્વીની ગોદમાં જનમ્યા ને મોટા થયા. રામ, લક્ષ્મણ, કૃષ્ણ વગેરે અનેક મહાપુરુષોની જનની પૃથ્વી છે. આ જ પૃથ્વીના પેટાળમાં હીરા, પન્ના, સોનું, ચાંદી, નીલમ, પોખરાજ વગેરે ઉત્તમ રત્નો પેદા થાય છે. આ રીતે જગતને ગુરુ ગણતાં બાહ્ય નિધિ તથા આંતરનિધિમાં મહાપુરુષોનો સમાવેશ થાય છે. આંતરિક નિધિમાં આત્મારૂપ ગુના અસંખ્યાત પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, સાયિક ચરિત્ર, ક્ષાયિક સમ્યત્વ અને પાંચ પ્રકારની ક્ષાયિક દાનાદિક લબ્ધિ એ નવ પ્રકારનો સર્વશ્રેષ્ઠ નિધિ હોય છે હવે કવિ ગર શિષ્યનું અંતર બતાવે છે. ગુરુ મોહી મારે શબ્દકી લાઠી, ચેરે કી મતિઅપરાધકી કાઠી, ગુરુ કે ઘરકા મરમ ન પાયા, અકથ કહાંસિ આનંદઘન ભાયા.... જગત... ૭૫ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુ કેવા દયાસાગર તથા કરુણામૂર્તિ છે તે બતાવતાં કહે છે. વજેદપિ કઠોરાણિ, મૂનિ કુસુમાદપિ ગુરુ પોતાની ક્રિયાઓમાં તેમ જ સાધનામાં વજ જેવા કઠોર હોય છે. ત્યારે જગતના દુઃખી, અજ્ઞાની ને ભારે કર્મજીવો પ્રત્યે પૃપવત્ કોમળહૃદયી હોય છે. તેઓ બીજાનું દુઃખ જોઈ શકતા નથી. અરે સાંભળતાં પણ દુઃખ અનુભવે છે, પણ માર્ગ ભૂલેલાને માર્ગે લાવવા સમયોચિત્ત વજ બની કઠોર વર્તન કરે છે. માટે જ કવિ કહે છે કે, ગુના ઉપદેશને મગજમાં ન રાખનાર મૂઢમતિ શિષ્યને ગુરુ વચનરૂપી લાકડીના પ્રહાર કરે છે. શિષ્ય, ગુરની હિતશિક્ષાને અવધારે નહીં, મનને સ્થિર કરી અભ્યાસ ન કરે. મન, બુદ્ધિ તથા નેત્ર ચકમવકળ થયા કરતાં હોય. શીખેલું બેદરકારીને કારણે ભૂલી જાય તો ગરહદય કઠોર બની કઠોર શિક્ષા આપે છે. આમ કરવામાં ગુના હૃદયમાં શિખ્ય પ્રત્યે હિતબુદ્ધિ છે. શિષ્ય પોતાની દૂષિત બુદ્ધિને કારણે ગુના મર્મને સમજી શકતો નથી. આ પદમાં જગતને ગુરુસ્થાને મૂકી વાચકને વિચાર કરતો મૂકી દીધો છે. શિક્ષા દરેક સ્થાનેથી મળી શકે છે, જેમ કે ઝાડ, પાન, ફળ, ફૂલ, આકાશ, જડ-ચેતન દરેક જ્ઞાન આપે છે. ભારતીય ગુરુ-શિષ્ય પરંપરા ઘણી ગહન અને ગૌરવંતી છે. આ સંબંધ સમજવાની શક્તિ સામાન્ય લોકોમાં હોતી નથી. આનંદઘનજીએ રૂપક શૈલીથી આ પરંપરાનો મહિમા અહીં સરસ-અદ્ભુત રીતે વર્ણવ્યો છે. અવધૂ સો જોગી ગુરુ મેરા, કવિશ્રીએ આ પદમાં અવધૂ શબ્દનો પ્રયોગ કર્યો છે. અવધૂ એટલે કે આત્મદર્શનનો પિપાસુ. જે વર્ણ તથા આશ્રમનો ત્યાગ કરી કેવળ આત્મદર્શન કરે છે, અર્થાત્ આત્મનિમજ્જન કરે છે તેને અવધૂત કહેવામાં આવે છે. અહીં અવધુ શબ્દપ્રયોગ આત્મમસ્તીમાં મસ્ત એવા જ્ઞાની સંતો માટે કર્યો હોય તેવું તારણ નીકળે છે. કવિ કહે છે, જે અવધૂ છે તે મારા ગુરુ છે. તેમ કહી ગુરુ પર વિશેષ ધ્યાન દોરવામાં આવ્યું છે. ગુરગમથી મેળવેલું જ્ઞાન યથાર્થરૂપે પરિણમે છે. પોતાનાં બુદ્ધિબળથી મેળવેલ જ્ઞાન-અર્થાત્ ગ્રંથો કે આગમ વાંચીને મેળવેલ શાને અનુભવયુક્ત જ્ઞાન કહી શકાય નહીં. જેમ પુસ્તકો વાંચી તરવાની કળા હાથ કરી શકાતી નથી તેમ ગુરૂ વિના આત્મજ્ઞાન મળી શકતું નથી. શાસ્ત્રનો મર્મ ગુરના હદયમાં હોય છે. યોગ્ય શિષ્યને ગુર આત્મજ્ઞાનની ચાવી આપે છે અને ગુરુ સમીપે રહેતા એવું ઊંડું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. એ રીતે કવિ આનંદઘનજીનું એકએક પદ ઉચ્ચકોટિનું છે, પણ તેને સમજવાની ગુરુચાવી ગુરુ ૭૬.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121