Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 20
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... શિષ્યોએ અર્ધા અર્ધા ફૂલ વહેંચીને મગહરમાં મુસ્લીમ અનુયાયીઓએ મકબરો બનાવ્યો અને હિન્દુ અનુયાયીઓએ સમાધિ બનાવી. બેઉ સ્થાનકો આજે પણ ત્યાં મોજૂદ છે. 'ફૂલ'નો એક અર્થ અસ્થિ પણ થાય છે. સ્કૂલમાં પ્રગટયા અને ફૂલરૂપે અંતર્ધાન થયા તાત્વિક અર્થમાં આપણા સૌના માટે એમની વાણી એ જ એમના સાચાં અને અમર પુષ્પો નથી તો બીજું શું છે? કબીર માયારહિત, આદિ બ્રહ્મચારી હતા એટલે તેઓ સંસારી ન હતા એવો પણ મત છે પરંતુ કબીર ગૃહસ્થી હતા એ વિષે એકંદરે એકમતી બનેલી છે. તેમનાં પત્નીનું નામ લોઈ હતું. કમાલ અને કમાલી નામે પુત્ર-પુત્રી હતાં. આ અંગે પણ દંતકથાઓ છે. કબીરના ગુર સંબંધમાં પણ અત્યર સુધીના અભ્યાસો, સંદર્ભો બાદ ગુરુ તરીકે રામાનંદનું નામ સર્વસંમત બનેલું છે. કબીરે સમાજની વચ્ચે રહીને જ વસતી ચેતાવી. એ લોકોને છોડીને દૂર ચાલ્યા ન ગયા. સામાન્ય માણસની જેમ લોકોની વચ્ચે સામાન્ય થઈને જ રહ્યા. બનારસમાં ઝૂંપડી બાંધીને વણકરી કરી. એમનાં આત્મગૌરવ, સત્યનિષ્ઠાએ, ગુરુભક્તિએ એમને બુલંદ રાખ્યા. ધર્મના નામે વ્યાપેલાં આડંબર, દંભ, મિચાર, ક્રિયાકાંડ, હિંસા, સામાજિક, વર્ગભદ, વર્ણભેદ, અંધશ્રદ્ધા, અજ્ઞાન આ બધું તેમણે ઉઘાડી આંખે જોયું. જોઈને મોટું ન ફેરવી લીધું કે ના મૂંગા બેસી રહ્યા. બધાની સામે પડ્યા. વાણી અને ઉપદેશ દ્વારા આકરા પ્રહારો કર્યા. નિર્ભયપણે, એકલપંડે ઝઝૂમ્યા અને સામા વહેણે તર્યા. સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક એમ સર્વ ક્ષેત્રમાં, કબીરના આચાર, વિચાર અને વાણીએ અપૂર્વ ક્રિાંતિ સર્જી. ભારતવર્ષના જે સંતોએ જાતિ અને સંપ્રદાયથી પર એવા પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો અને પોતાની અનુભવસિદ્ધ વાણીથી લોકોને તેનું ભાન કરાવવાના પ્રયત્નો કર્યા છે તેવા સંતોમાં કબીરનું સ્થાન અદ્વિતીય છે. અહીં કબીરની ગુરુમહિમાની અભિવ્યક્તિનો આસ્વાદ માણીએ. કબીરનું ગુરુ વિષેનું દર્શનક કબીરનું ગુરુ વિષેનું દર્શન ખૂબ ઘૂઢ, ગહન, વ્યાપક અને તાત્વિક છે. તેમનાં પદોમાં, તેમનાં દોહા-સાખીઓ વગેરેમાં એ સર્વત્ર અભિવ્યક્ત થયેલું જોવા મળે છે. કબીરના મત મુજબ ગુરુ વ્યક્તિ નથી, અસ્તિત્વ છે. ગુરુને શરીરના આશ્રયે જોવાના નથી પણ સમજણની કુંચીથી ચરાચરમાં જાણવાના છે. આ ગુરુ સર્વકાલીન અને સર્વદેશીય છે. શરીરના માધ્યમ રૂપે આવી ચેતનાઓ પ્રગટ કે પ્રત્યક્ષ થાય છે જરૂર, પણ તત્વત: એ ખેલ તો પરગટની બલિહારીનો, એક સાથે અંદર અને બહારનો, વ્યક્ત અને અવ્યક્તનો નિરાળો છે. એનો નિવેડો શરીરના ઘરમાં નથી, સમજના ઘરમાં wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પડેલો છે. “ગુરુ” એ પદ અને અસ્તિત્વની રીતે અ-ખંડ, અવિનાશી, અ-રૂપ, અવિગત, એકાકાર છે. આ પદ પણ ગુરુ વિના કોઈ ઓળખાવી શકે તેમ નથી. કબીરના દર્શન મુજબ ગુરુ અને ગોવિંદ અર્થાત્ જીવ અને શિવ જુદા નથી. બેઉ એકરૂપ અથવા એક જ છે. એમાં પણ વિવેકના ઘરમાં રહીને કબીર ગુરુના મહિમાને પ્રધાન અને આગળ ગણાવે છે. પગે લાગવાનું પહેલું ઠેકાણું ગુરુને ગણે છે. કેમ કે 'બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય.' બલિહારી તો ગુરુની જ કેમ કે એમણે ઓળખ ન કરાવી હોત તો ખબર જ ક્યાંથી પડતી કે જેઓ ઊભા છે તે પરમાત્મા છે. ગુરની વ્યક્તિમત્તા, વિભૂતિને કબીરે વિવિધ રૂપકો, ઉપમાઓ, પ્રતીકો દ્વારા વખાણી છે. વ્યક્ત કરી છે. ગુરુને ગોવિંદ ઉપરાંત સાહેબ, સ્વામી પ્રેમ-રૂપ તરીકે પણ નવાજ્યા છે. ગુરુને ‘અમૃતની ખાણ' તર્રીકે પણ ઓળખાવ્યા છે તો ‘સતગુરુ પારસ કે સિલા’ કહીને પારસમણી તરીકે પણ ઓળખાવ્યા છે. જીવનના ઘડવૈયા તરીકે ગુરુને ‘કુંભાર' પણ કહ્યા છે. ઘસી ઘસીને કાટ કાઢી કબીર 'પુન ગુરુનો મહિમા કહે છે. ગુર પરિપૂર્ણ હોવા જોઈએ. 'કહે કબીર ગુરુદેવ પુરન મિલૈં, જીવ ઔર સિવ તબ એક તોલે,” - કબીર કહે છે કે પરિપૂર્ણ, પૂરા ગુરુ મળે તો જીવ અને શિવ એક સમાન બનીને રહે. ગુર જ શિષ્યને પૂર્ણતા બક્ષી શકે. બની બેઠેલા આડંબરી, વેશધારી, દંભી ગ્રઓની કબીરે કડક આલોચના કરી છે. ચેલો અર્થાત્ શિષ્ય પણ સમર્પિત ભાવનાવાળો હોવો જોઈએ. લોભી ગુઓ અને લાલચુ ચેલાઓ કપટ, દાવપેચ વગેરે કબીરની નજર બહાર નથી. કબીર એમનો ઉધડો લે છે. આવા લોકો સાગર તરવા નીકળ્યા છે પણ ‘બેઠા પાથર નાવ’ - પથ્થરની નાવમાં બેસીને નીકળ્યા છે. બેઉ ડૂબવાના, બેઉ એકબીજાને ડૂબાડવાના જેના જીવનમાં ગુરુ નથી તેનો માર્ગ અંધકારથી ભરેલો છે. કબીર કહે છે કે 'જેહિ ઘર સતગુરે નાહીં' જે ઘરમાં એટલે કે જેના જીવનમાં સદગુર નથી તે ઘર ચાંદાસૂરજની સાહ્યબી હોય તો પણ ત્યાં અંધારું જ સમજવું. અંધારું એટલે અજ્ઞાનનું અંધારું. જેઓ અજ્ઞાનના અંધારામાં અથડાય છે તેમને કાળ ઝપડી લે છે. મૃત્યુને, કાળને કબીરે ‘પડોસિન' પડોશણ કહી છે. એ આપણી જોડે ને જોડે જ રહે છે. જ્યારથી જન્મ થયો છે ત્યારથી જ મૃત્યુએ જોડે પોતાનું બાંધી લીધું છે. કાળના માર્ગમાં, અંધારામાં ગુરુ જ એક માત્ર દીવો છે. - ૩૮ ૩૭

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121