________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
છે. નેકનામ ગામના સંધી મુસ્લિમ ભક્તકવિ હોથી અને સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી ગામના વણકર ભક્ત કરમણ ભગતે પણ ભજનોની રચના કરી છે. કરમણના શિષ્ય લખીરામના ‘પ્યાલા’ પ્રકારનાં ભજનો ખૂબ જ લોકપ્રિય છે રચનાઓ તરીકે ભજનમંડળીઓમાં ગવાય છે. જેમાં હોથીનાં ‘સમરું તો સુધરે મનખા મેરા અલ્લા હો નબીજી...’, ‘આ તે રંગ શેનો રે બીબે બીજી ભાત પડી...', ચરણસાહેબનાં ‘અબ તો મનવા મેરા કર સદ્ગુરુ સેં હેત...’ અને લખીરામનાં ‘બેની ! મુંને ભીતર સતગુરુ મળિયા રે...’, ‘મન મતવાલો પ્યાલો ચાખીયો પ્યાલો પ્રેમ હુંદો પીધો રે...' મુખ્ય છે.
ખીમસાહેબ અને તેમની શિષ્યપરંપરા : ભાણસાહેબના પુત્ર અને શિષ્ય ખીમસાહેબ પણ સમર્થ કવિ હતા. ઈ.સ. ૧૭૩૪માં શેરખી અથવા વારાહી ગામે તેમનો જન્મ થયેલો. પાછળથી ખીમસાહેબે રવિસાહેબ પાસેથી સાધના દીક્ષા લીધેલી. રામ
કબીર પરંપરાનો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અને યોગસાધના તથા ગુરુમહિમાના ગાન સાથેનાં વૈરાગ્ય ઉપદેશનાં પદો-ભજનો ઉપરાંત કાફી, ગરબી, આરતી જેવા વિવિધ પ્રકારોની પદ્યકૃતિઓનું સર્જન ખીમસાહેબે કર્યું છે. જ્ઞાનમાર્ગી ચિંતનાત્મક કૃતિ ‘ચિંતામણિ’ ઈ.સ. ૧૭૭૦માં રચાયેલી સઘુકકડી હિન્દી ભાષામાં સામ-ચોપાઈબંધની ૫૮ કડીની દીર્ઘ રચના છે. ખીમસાહેબે રવિસાહેબના આદેશથી ઈ.સ. ૧૭૮૧માં કચ્છ વાગડના રાપર ગામે ‘દરિયા સ્થાન’માં જગ્યા બાંધી “ખલક દરિયા ખીમ' તરીકે ઓળખાયેલા. ‘મુંને ભેટયા સદગુરુ ભાણા, દિયા મોરછાપ પરવાના...’, ‘જુઓને ગગનના હેરી જ્યાં બંસુરી બાજે ઘેરી...’, ‘આતમ હીરલા પાયા સંતો...’, ‘જા મુખસે સિયારામ ન સમર્યા તા મુખમેં તો દૂર પરી...’ અને ‘હે રામૈયા તોજા રંગ તો ઘણા રે વે વેરેં કુરબાન...' જેવી ભજનરચનાઓમાં જ્ઞાન, ભક્તિ અને યોગનો સમન્વય થયો છે.
ખીમસાહેબના શિષ્યોમાં પુત્ર શિષ્ય મલુકદાસજી અને હરિજન સંત કવિ ત્રિકમસાહેબ મુખ્ય છે. કચ્છના વાગડ જિલ્લાના રામવાવ ગામના હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મેલા સંતકવિ ત્રિકમસાહેબે ચિત્રોડ ગામે જગ્યા બાંધેલી. તેમના પ્રવેશથી રવિ-ભાણ સંપ્રદાયમાં ‘વાડીના સાધુ’ની પરંપરા શરૂ થઈ. ત્રિકમ શિષ્ય ભીમસાહેબ અને ભીમસાહેબના શિષ્ય દાસીજીવણ જેવા તેજસ્વી સંતકવિઓ આ પરંપરામાં થયા. ત્રિકમસાહેબની ભજનરચનાઓમાં ગુરુમહિમાનું ગાન અને યોગસાધનાના અલૌકિક બયાન મુખ્ય છે. 'દેખો ખાવંદા કા ખેલ, દરશન બહાર મેં તો દેખ્યા...', 'ત્રિવેણીના તીરમાં મોતીડાંની હાર...’, ‘હે જી મારા ગુરુજીએ પાયો રે અગાધ, પ્યાલો દૂજો કોણ પીવે?...', ‘તારો રે ભરોંસો મુને ભારી એવો ગરવો દાતાર ગિરનારી રે...’, ‘આવી આવી
૪૫
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
અલેખ જગાઓ બેની ! અમારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે...' વગેરે અસંખ્ય ભજનરચનાઓ લોકકંઠે ટકી રહી છે. ત્રિકમસાહેબે ઈ.સ. ૧૮૦૨માં રાપર જગ્યામાં જીવતાં સમાધિ લીધી હોવાનું મનાય છે. ત્રિકમસાહેબના મુખ્ય શિષ્ય થયા મોરબી પાસેના આમરણ ગામના હરિભજન ગરોડા જ્ઞાતિમાં ઈ.સ. ૧૭૧૮માં જન્મેલા ભીમસાહેબ, જેમણે ઈ.સ. ૧૭૮૪માં ‘ચિંતામણિ’, ઈ.સ. ૧૮૦૬માં ‘ગુરુશિષ્ય ગોષ્ઠી' ગ્રંથોની રચના કરી છે જે આજ સુધી અપ્રકાશિત છે.‘સુન લે સુખમનાં નારી મેં તો અજબ નામ પર વારી...’, ‘ઊઠત રણંકાર અપરંપાર, અખંડ આરતી બાજે ઝણંકારા...’ અને દાસીજીવણને સાધનાનો ઉપદેશ આપતું ભજન ‘જીવણ ! જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તૂરા રે...’ જેવા શબ્દસૂરત યોગના અધ્યાત્મ અનુભવોને વાચા આપતાં પદો ઉપરાંત ગુરુમહિમાનાં ભજનો, પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ-મિલન પદો અને ત્યાગ-વૈરાગ્યનો બોધ આપતાં ચેતવણીનાં ઘણાં ભજનો હસ્તપ્રત ભંડારોમાં સચવાયાં છે. ભીમસાહેબની વિશેષ ખ્યાતિ તો સમર્થ સંતકવિ દાસીજીવણના ગુરુ તરીકેની છે.
દાસીજીવણ : ખીમસાહેબની શિષ્યપરંપરામાં ત્રિકમ શિષ્ય ભીમસાહેબ પાસે દીક્ષા લઈને મધ્ય સૌરાષ્ટ્રના ગોંડલ પાસેના ઘોઘાવદર ગામના હરિજન ચમાર જ્ઞાતિમાં જન્મેલા સંતકવિ દાસીજીવણે (જ.ઈ. ૧૭૫૦ સમાધિ ઈ. ૧૮૨૫) સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર એમ બંને અધ્યાત્મ સાધના પ્રવાહોનો સમન્વય સાધીને પુરુષ હોવા છતાં દાસીભાવે-રાધાભાવે પરમતત્ત્વની ઉપાસના કરી છે. નિર્ગુણ-સાકાર કે સગુણનિરાકાર પરમચેતના આ સંતકવિની વાણીમાં નિરનિરાળાં રૂપો ધારણ કરે છે. યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા, બોધ-ઉપદેશ, તત્ત્વચિંતન, ભક્તિ અને ભક્તમહિમા અને વિશેષપણે પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ પદો તથા હરિમિલનનો કેફ વર્ણવતો ‘પ્યાલા’ પ્રકારની મસ્તી દર્શાવતી પોણા બસો જેટલી ભજનરચનાઓ લોકભજનિકોને કંઠે આજે પણ જીવંત પ્રવાહરૂપે-કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે.
‘અમારા રે અવગુણ રે ગુરુજીન્જંન ગુણ તો ઘણાં હો જી...’, ‘સતગુરુએ મુંને ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશિયો ઘડાયો રે...’, ‘મારા ગુરુજીની બલિહારી...’, ‘કહોને ગુરુજી મારું મનડું ન માને મમતાળું....’, ‘અજવાળું રે હવે અંજવાળું ગુરુજી તમ આવ્યે મારે અંજવાળું...' જેવાં ગુરુમાહાત્મ્યનું ગાન કરતાં ભજનો, 'દેખંદા કોઈ આ દિલમાંય ઝણણણ ઝણણણ ઝાલર વાગે...', અબધૂ રણ રણ રણ રણ વાગે...’, ‘જા સોહાગણ મ રે ગગનમાં જ્યોત જલત હૈ જા...’, ‘આ જોને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની...’
૪૬