________________
આભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા રામ ભજી લે, રાણા તારે ગુણ ગોવિંદનાં ગાણાં...', એક નિરંજન નામે જ સાથે મન બાંધ્યો હે મારો રે...' તથા 'સતગુરુસાહેબ સઈ કર્યા જેને પ્રેમજ્યોત પરકાશી રે...' જેવાં ભજનો ખૂબ જ લોકપ્રિય થયાં છે. જ્ઞાન, ભક્તિ, યોગ, ઉપદેશ અને આતમઅનુભવની જ્યોત પ્રગટાવનારા ભાણસાહેબની શિષ્ય પરંપરામાં બે શાખાઓ ચાલી : નાદ શિષ્ય રવિસાહેબ દ્વારા નાદ શિષ્યોની અને બંદ શિષ્ય ખીમસાહેબ દ્વારા નાદ તથા બુંદ એમ બંને પ્રકારના શિષ્યોની-તેજસ્વી સાધક સંત ભજનિકોની.
રવિસાહેબ અને તેમની શિષ્ય પરંપરા : ભાણસાહેબના સમર્થ શિષ્ય અને સમગ્ર સંપ્રદાય સાથે જેમનું નામ જોડાયું છે તેવા તેજસ્વી સંતકવિ રવિસાહેબનો જન્મ આમોદ તાલુકાના તણછા ગામે વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ધર્મના અનુયાયી મંછારામને ત્યાં વિ.સં. ૧૭૮૩માં મહા સુદી ૧૫ ને ગુરૂવારે ઈ.સ. ૧૭૨૭માં થયેલો. ઈ.સ. ૧૭૮૪માં રવિસાહેબે ભાણસાહેબ પાસે રામકબીર દીક્ષા લીધી. ચારસો જેટલાં ગુજરાતી હિન્દી ભક્તિપદો-ભજનોની રચનાઓ ઉપરાંત આખ્યાન પ્રકારની દીર્થ કડવાબદ્ધ કૃતિઓમાં રવિસાહેબે પોતાનું સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન વર્ણવ્યું છે, જેને સંપ્રદાયના અનુયાયીઓ ‘રવિગીતાને નામે ઓળખે છે તે ‘ભાણગીતા' ચોપાઈ-ઢાળ-દુહા અને સાખીના રચનાબંધમાં એકવીશ કડવામાં ગુરુમહિમાની સાથે તત્ત્વચર્ચા અને સાધના માર્ગદર્શન આપતી કૃતિ છે. ઉપરાંત ‘આત્મલક્ષ ચિંતામણી', 'રામગુંજાર ચિંતામણી' ‘બોધ ચિંતામણિ', ૭૦ ચોપાઈ, ૧૨ સાખીનાં બંધમાં સાત વિશ્રામની ‘ગુરુમહિમા' (૨. ઈ. ૧૭૫૨), ‘મન: સંમય-તત્ત્વસાર નિરૂપણ' જેવી સધુકડી હિન્દી-ગુજરાતી ભાષામાં લખાયેલી રચનાઓમાં જ્ઞાન, યોગ અને ભક્તિનો ત્રિવેણીસંગમ થયો છે. પોતાના ગુરુ ભાણસાહેબનું ચરિત્ર વર્ણવતો ગ્રંથ ‘ભાણ પરચરિ' (અપ્રકાશિત; જેના છેલ્લા ચાર વિશ્રામ ખીમસાહેબના પ્રપૌત્ર સુંદરદાસે પૂર્ણ કરેલ). આ સંપ્રદાયમાં અધિકૃત ઈતિહાસ તરીકે જાણીતો છે.
રવિસાહેબની વાણીમાં અગમ-નિગમનાં રહસ્યો, તત્ત્વજ્ઞાન, યોગસાધનાના અનુભવો અને સાધના અંગે માર્ગદર્શન અપાયું છે. નિર્ગુણ-સાકાર પરમતત્ત્વનો વિરહ અને બ્રહ્મમિલનનો આનંદ વ્યક્ત કરતાં ભક્તિપદો ઉપરાંત પ્રેમલક્ષણા ભક્તિનાં-શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધ આધારિત ભાવગીતો જેવી રચનાઓમાં વેદાન્તી જ્ઞાનમાર્ગી હઠયોગ, વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિ અને સૂફીઓની મસ્તીભરી અલ્લડતાનાં દર્શન થાય છે.
‘આનંદ ઘડી હેતે ભજવા હરિ....', ‘એવો પ્યાલો મેં તો પીધો રે...', 'સંતો
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... ગુર ગમ લહે સો જ્ઞાની...', ‘રવિએ રમતાં દીઠો રે બાવો છે ઝીણો...’, ‘સુરત સખી જેની ચડી આસમાને...', 'સતગુરુ સાથે રે બાઈ ! મારે પ્રીતડી...', 'સખી ! સાંભળને કહું એક વાતડી...', ‘મનુની રે મેં ભેદન પનિહાર...', ‘અસલ ફકીર મેં આદ દરવેશા...', ‘જી રે એના ઘડનારાને તમે પરખો જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો...' જેવા અનેક ભજનો લોકભજનિકો દ્વારા ભજનમંડળીઓમાં ગવાતાં રહે છે. જેમાં જ્ઞાનવૈરાગ્યનો બોધ, યોગ, ગુમહિમા અને નિર્ગુણવાદી સંતો તથા સગુણવાદી ભક્તોની ભક્તિસાધનાનો મહિમા ગવાયો છે.
વડોદરા પાસેના શેરખી ગામે રવિ-ભાણ સંપ્રદાયની પ્રથમ ગાદી પર મહંત તરીકે બિરાજીને રવિસાહેબે કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ગામડાં સુધી પોતાની જ્ઞાન-ભક્તિ-યોગસેવા અને સાધનાની સરવાણી વહાવેલી. ૭૭ વર્ષની વયે વિ.સં. ૧૮૬૦ ઈ.સ. ૧૮૦૪માં રવિસાહેબે વાંકાનેરમાં દેહત્યાગ કર્યો અને જામનગરના ધ્રોલ પાસેના ખંભાલીડા ગામે મોરારસાહેબની જગ્યામાં સમાધિ અપાઈ.
રવિસાહેબના અગિયાર જેટલા મુખ્ય શિષ્યોની શિષ્ય પરંપરાઓમાં ઘણા સંતભજનિક કવિઓ થયા છે. જેમાં મોરારસાહેબ (ખંભાલીડા), ગંગારામજી (રાપર), લાલસ્વામી (પાટણ) મુખ્ય છે. ઈ.સ. ૧૭૫૮માં બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામે વાઘેલા રજપૂત જ્ઞાતિમાં જન્મેલા માનસિંહજીએ રવિસાહેબ પાસે એકવીશ વર્ષની વયે દીક્ષા લીધી અને મોરારસાહેબ નામ ધારણ કર્યું. ગુરઆજ્ઞાએ ધ્રોલ પાસેના ખંભાલીડા આશ્રમની સ્થાપના કરી. ઈ.સ. ૧૮૪લ્માં જીવતાં સમાધિ લીધી.
મોરારસાહેબની રચનાઓમાં જ્ઞાનમાર્ગી તત્ત્વચર્ચા અને ગુરુમહિમાની સાથોસાથ વિશેષતઃ પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો મળે છે. ખાસ કરીને પરંપરિત ‘પરજ'ના ઢંગમાં રચાયેલાં વિરહપદો ‘લાવો લાવો કાગળિયો ને દોત લખીએ હરિને રે, એવો શિયો રે અમારો દોષ, પાછો ફેરો ન આવ્યા ફરીને...', ‘મારું ચિતડું ચોરાયલ રે કોડીલા વર કાનજી સે...', 'કહો ને ઓધવજી અમે કેમ કરીએ, જી રે મનડાં હેરાણાં મારાં મોરલીએ...', “ઓધા અરજ હમારી રે મોહન મુખર્ચો કે નાં...'માં મોરારસાહેબનીપ્રભુવિરહની ઝંખના વ્યક્ત થઈ છે. ભજન, પદ, આરતી, ગરબી, બારમાસી ઉપરાંત ઈ.સ. ૧૮૧૯લ્માં ‘ચિંતામણિ’, ‘ગુરુમહિમા' અને જ્ઞાનવૈરાગ્યની સાખીઓ, કુંડળિયા, છંદ જેવી દીર્ઘ પદ્ય કૃતિઓનું સર્જન પણ મોરારસાહેબે કર્યું છે.
મોરારસાહેબના શિષ્યોમાં ખીમસાહેબના પ્રપૌત્ર સુંદરદાસજી, ટંકારાના જીવાભગત ખત્રી અને ચરણદાસજી, જોડિયાના લોહાણા ધરમશી ભગત જેવા ભક્તકવિઓ મુખ્ય