________________
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... જેવા અનાહત નાદ અને સાધના અનુભવ વર્ણવતાં ભજનો,: ‘ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા કેમ ઊતરશો પારે...', 'શું કરવાં સુખ પારકાં...', 'શાને માટે ભજતો નથી સહેજે સીતારામ...', ‘એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ...', રામભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા ? જેવાં વૈરાગ્ય ઉપદેશનાં ચેતવણી પદો, ‘ મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દરશન કા...', 'પ્યાલા મેં પીધેલ છે ભરપૂર...', ‘એ છે એ તો જીવણની નજરૂમાં આયો રે મોરલો ગગન મંડળ ઘર આયો...' જેવાં અવધૂત દશાનાં મસ્તી પદો, સાયાજીને કે, જો રે આટલી મારી વિનંતી રે જી...', ‘પ્રેમકટારી આરંપાર નિકસી મેરે નાથકી...', ‘કલેજા કટારી રે, રૂદિયા કટારી રે, માડી! મુને માવે લૈ ને મારી...', 'માઠાજી મેં જાણ્યો તારો મરમ...', મેં પણ દાસી રામ તોરી દાસી...', ‘એવા રે કામણિયાં ઓલ્યો કાનુડો જાણે...', ‘માવાની મોરલીયે મારાં મનડાં હેયાં રે...', 'જશોદા જીવનને રે માતાજી મોહનને રે કે'જે તારા કાનને...' અને ‘શામળિયે કરી છે ચકચૂર...' જેવાં તીવ્ર વિરહવ્યથાનાં પ્રેમલક્ષણા ભક્તિનાં દાસી ભાવનાં ભજનો નારીદયની સુકોમળ વેદનાનો અનુભવ કરાવે છે. પ્યાલો, ક્ટારી, હાટડી, બંસરી, ઝાલરી, મોરલો, બંગલો વગેરે પરંપરિત રૂપકો લઈને દાસીજીવણ તળપદી લોકવાણીમાં અને કેટલાંક ભજનોમાં સધુકડી હિન્દી-ગુજરાતીમાં અપાર ભાવ વૈવિધ્ય ધરાવતાં ભાવ ગીતો-ભક્તિપદોનું સર્જન કરે છે. દાસીજીવણની શિષ્ય પરંપરામાં થયેલા કોડટા સાંગાણીના કડિયા ભક્ત પ્રેમસાહેબ, વિશ્રામસાહેબ, માધવસાહેબ અને અરજણદાસની વાણી પણ રવિ-ભાણ સંપ્રદાયના અનુયાયી ભજનિકોમાં ગવાય છે.
રવિભાણ સંપ્રદાયના ગૌણ કવિઓ : આ સંપ્રદાયની કવિ-શિષ્યા પરંપરામાં રાધનપુર નજીકના કલ્યાણદાસ, વાંકાનેરના રતનદાસ, રાધનપુરના મોહનદાસ, સાંતલપુરના રાઘોદાસ, કચ્છ વિરાણીના તિલકદાસ, સ્વરૂપદાસ, શ્યામદાસ, મેરમદાસ, રાજુલદાસ, ગબલદાસ, લાલસાહેબ (પાટણ), ચરણદાસ, વણારસીમાતા, જીવણદાસ, ગંગસાહેબ, ભીમદાસ ચારણ, હરજીવનદાસ જેવા નાના-મોટા અનેક સંત-ભજનિક કવિઓની ભજનવાણી રવિ-ભાણ સંપ્રદાયની જગ્યાઓમાં પડેલી હસ્તપ્રતોમાં સચવાયેલી જોવા મળે છે. એમાંની કેટલીક રચનાઓ લોકભજનિકોની મંડળીઓમાં ગવાય છે. રવિ-ભાણ સંપ્રદાયનાં સાધના-સિદ્ધાંતો અને વિચારધારા મુજબ આ દરેક સંતકવિઓની રચનાઓમાં નામનો મહિમા, ગુરુમહિમા, વૈરાગ્ય ઉપદેશ અને યોગસાધના દ્વારા પરમતત્ત્વ સાથે અનુસંધાન તથા કબીરસાહેબ કથિત શબ્દ સૂરત યોગની સાધના મુખ્ય છે. ભક્તિ, જ્ઞાન, યોગ અને કર્મ (સેવા) એ અધ્યાત્મમાર્ગના ચારે પ્રવાહોનો સમન્વય
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આ સંતોની વાણીમાં થયેલો જોવા મળે છે.
ભારતીય સંતસાધનામાં તથા રવિભાણ સંપ્રદાયની ભજનવાણીમાં ગુરુમહિમા :
ભારતીય સંતસાધના ધારામાં ગુરુશરણ ભાવ અને ગુરુમહિમાં આગવું સ્થાન અને માન ધરાવે છે, જેમાં શિષ્યને ગુરુ પાસેથી ત્રણ બાબતો અંગે સાચી શિખામણ મળે છે. લોકવ્યવહાર કેમ કરવો, પોતાના આત્માના કલ્યાણ અર્થે આંતરજગતમાં કેવી રહેણીનું આચરણ કરવું અને કરણીમાં લોકહિતનાં કેવાં કાર્યો કરવાં, કેવાં કાર્યોનો ત્યાગ કરવો એનો ભેદ ગુરુ શિષ્યને સમજાવે છે ત્યારે શિષ્યમાં કથની-કહેણી-કરણીની શક્તિ જાગૃત થાય છે અને એથી જ ગુરુકૃપાનું સ્થાન આજ સુધી સાધનાના ક્ષેત્રમાં ભક્તિના ક્ષેત્રમાં અને જ્ઞાનના ક્ષેત્રમાં અજોડ રહ્યું છે.
સંતસાહિત્યમાં સાધનાપથનું એક ચોક્કસ વિજ્ઞાન છે. એનું ચોક્કસ શાસ્ત્ર છે. એની ચોક્કસ પરિભાષા છે. એના ચોક્કસ અર્થો છે. મૂલાધાર ચક્રથી માંડીને સહસ્ત્રાર ચક સુધીની સુરતાની અંતર્યાત્રાના વિવિધ મુકામ, એની ચોક્કસ બીજમંત્રો દ્વારા ઉપાસના, એનાં ચોક્કસ સ્થાન, ગાદી, રંગ, ગુંજાર, મંત્ર, બિદ... અને આ બધું સંપ્રદાયે સંપ્રદાયે ભિન્ન ભિન્ન... શબ્દકોશનો અર્થ જુદો હોય, સંતસાધનાનો - શબ્દ સૂરત યોગના યાત્રીનો અર્થ જદો હોય, હઠયોગના યોગીનો અર્થ જુદો હોય એટલે કબીરસાહેબની પરંપરાનો ભજનિક એક ભજનનો અર્થ કરે, તે જ ભજનના અર્થ નાથપરંપરાનો અનુયાયી જુદી રીતે કરે. ભલે એ ભજનોના રચયિતા સાધકસંતોની અનુભૂતિ તો કદાચ સરખી જ હશે, પણ પરંપરાએ પરંપરાએ એનાં અર્થઘટનો જુદાં પડે છે. કોઈ જ્ઞાનમાર્ગી હોય, કોઈ ભક્તિમાર્ગી હોય, કોઈ યોગમાર્ગી હોય, કોઈ કર્મ કે સેવામાર્ગી હોય... દરેકની ઉપાસના પદ્ધતિ કે સાધનામાં ભિન્નતા જણાય, પણ અંતે ગંતવ્યસ્થાન તો એક જ હોય. | ભજનવાણીની એક એવી સરળ-સહજ અને છતાં ગૂઢ રહસ્યમય ધારા છે કે એનો મરમ ભલભલા વેદાન્તી વિદ્વાનો પણ ન પામી શકે, કારણકે સંત કોઈ એક જ ચોકઠામાં કદી પણ બંધાય નહીં. એની વાણીમાં નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની ઓળખાણ પણ હોય ને સગુણ-સાકારની પ્રાર્થના પણ હોય. સાચા સદ્દગુરુનો મહિમા કે સદગુરુ શરણની ઝંખનાની સાથોસાથ નુગરા-લાલચી-પાખંડી-દોરંગા-બેદલ; ગુરુ બની બેઠેલા પ્રપંચીને ચાબખા પણ માર્યા હોય, પોતાના મનની મૂંઝવણનું વ્યથાભર્યું આલેખન હોય તો સામે સમસ્ત માનવજાતને વૈરાગ્યનો ઉપદેશ પણ આપ્યો હોય, પરમતત્ત્વના મિલનનો
૪૮