________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
વરતાય છે. અત્યંત વિકટ યમઘાટ સામે મોં ફાડીને દેખાય છે. ચારેતરફ અંધકાર ને કોઈ દિશા સૂજે નહીં ત્યારે ગુરુ હાથ પકડીને વાટ દર્શાવે છે. એટલે તો સંતો આ મૃત્યુલોકમાં ભોમિયા ભેરુનો સાથ લેવાનું કહે છે. સંત કબીર કહે છે:
‘યહ તન વિષકી બેલરી, ગુરુ અમૃતકી ખાન; સીસ દિયે જો ગુરુ મિલેં તો ભી સસ્તા જાન.'
આવા સદ્ગુરુ સામાન્ય ઉપદેશક, શિક્ષક, ધર્મગુરુ, સમાજસુધારક કે કથાકીર્તનકાર નથી. પંથપ્રચારક કે કંઠી બાંધનાર, ગુરુમંત્ર કાનમાં ફૂંકનાર નથી. આ સદ્ગુરુ તો અગમભેદ દર્શાવી, અજ્ઞાન-અંધારું ટાળી, ઘટભીતર વિલસી રહેલા પરમતત્ત્વની અનુભૂતિ કરાવી આપે છે અને ચોરાસીના ફેરામાંથી મુક્તિ આપનાર, ભવસાગર તારનાર બને છે. દીનદરવેશ કહે છે:
‘ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ,
ગુરુ બિન સંશય ના મિટે, જય જય શ્રી ગુરુદેવ.’
ગુરુની અપાર શક્તિ અને સામર્થ્યથી માનવી જ્ઞાન, ભક્તિ, યોગથી આધ્યાત્મિક તત્ત્વચિંતન ને દર્શન પામી શકે છે. માનવજીવનમાં ક્ષણે ક્ષણે આવતી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે છે. ગુરુજી પારસમણિથી સવાયા છે. પારસમણિ લોઢાને સ્પર્શે તો લોઢું કંચન થઈ જાય, પણ પારસમણિ લોઢાને પારસમણિ બનાવી શકે નહીં, જ્યારે સદ્ગુરુ શિષ્યને આપ સમાન બનાવી શકે છે, પરમાત્મારૂપી બનાવી શકે છે.
આપણી સંતવાણીમાં સદ્ગુરુનો મહિમા સૌ કોઈ સંત-ભક્તકવિઓએ ગાયો છે. ભજનગાયક ભજન ગાવાનો આરંભ કરે ત્યારે તેમાં પ્રથમ સાખીઓ બોલે છે. આ સાખીઓમાં ગુરુનો મહિમા દર્શાવતી સાખીઓ અવશ્ય ગવાય છે. પ્રથમ ભજન ગણપતિનું ગવાય છે જેને ગણપતિની સ્થાપના કરી કહેવાય ને તે પછી સદ્ગુરુનો મહિમા દર્શાવતી ભજનવાણી ગાવાનો ક્રમ હોય છે.
સંતવાણીના અભ્યાસને આધારે ગુરુમહિમા દર્શાવતી ભજનવાણી અલગ તારવી શકાય છે. જેને ગુરુમુખી વાણી કહેવામાં આવે છે જે રાત્રિના બીજા પ્રહારમાં ગવાય છે. આ ગુરુમુખી વાણીને પંથ, સંપ્રદાય પ્રમાણે વિભાજિત કરી શકાય. શિક્ષાગુરુ, દીક્ષાગુરુ, પિંડની ઓળખ કરાવી આપનાર ગુરુ, અગમભેદ ઉકેલી સત્ની અનુભૂતિ કરાવી આપનાર ગુરુ એમ જુદીજુદી ભૂમિકા દર્શાવતી ગુરુમુખી વાણીના પેટા પ્રકારો પાડી શકાય.
સમર્થ સદ્ગુરુ જો મળે તો શિષ્યને કશું જ કરવાની જરૂર રહેતી નથી. શિષ્ય
૫૯
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
કોઈ બાહ્ય ક્રિયા-સાધના ન કરે, કોઈ વિદ્યાભ્યાસ ન કરે, અરે ભાઈ: નામસ્મરણ પણ ન કરે ને માત્ર સદ્ગુરુને ચરણે આધીન રહી, ગુરુસેવા, ગુરુઆજ્ઞાનું પાલન કરીને ગુરુને સમર્પિત ભાવે ભજે તેને સદ્ગુરુના સ્પર્શે, અનુકંપાએ, નજરના બાણે કોઈ અદ્ભુત વિસ્ફોટ થાય છે ને બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે. જેમ આ બાહ્ય આકાશ છે, તેવું જ ચિદાકાશઃ અંતરાકાશ છે જે બાહ્ય ઇન્દ્રિયોથી નહીં, સદ્ગુરુની કૃપાએ દર્શાય છે. આવા સમર્થ સિદ્ધગુરુઓનાં અનેક ઉદાહરણો આપી શકાય જેમ કે સદ્ગુરુ રામકૃષ્ણદેવ ને શિષ્ય વિવેકાનંદજી.
મહાપંથી ગુરુની સૌથી મોટી વિશેષતા સ્ત્રી ગુરુસ્થાને બિરાજી શકે છે. તેનું મહત્ત્વનું કારણ મહાપંથી સંતસાધના સ્ત્રી-પુરુષ જતિ-સતિની સંયુક્ત સાધના છે. તેમાં સ્ત્રી ગુરુસ્થાને બેસી પુરુષને દીક્ષા આપ્યાની અનેક ઘટનાઓ છે.
મહાપંથની પ્રાચીન ભજનવાણીમાં મારકુંડઋષિના નામાચરણથી ગવાતી ઘણી ભજનરચનાઓ છે. આ ભજનવાણીમાં મહાપંથનું દર્શન ને સાધનાના અનેક નિર્દેશો આપ્યા છે. એક કથનાત્મક પ્રકારની રચના છે તેમાં રાજા યુધિષ્ઠિર મારકુંડઋષિના આશ્રમે ગયા, ઋષિને ચરણે વંદના કરી કહ્યું કે ઋષિરાજ મને મહાપંથનો મહિમા સમજાવો ને આ પંથની મને દીક્ષા આપો. ત્યારે મારકુંઋષિ કહે છે કે મહાપંથનો અગમ ભેદ હું તને આપી શકું નહીં. આ ભેદ માતા કુન્તા જાણે છે એટલે તમે માતા કુન્તા પાસે જાવ. યુધિષ્ઠિર માતા કુન્તા પાસે ગયા, ચરણ પાસે બેસીને વાત કરીઃ મા! મને મહાપંથની સાન આપો' ત્યારે માતા કુન્તા કહે છે, ‘બેટા ! તારી વાત સાચી, તપણ મહામંત્રનું પૂર્ણ રહસ્ય સતી દ્રૌપદી જાણે છે, એટલે તું દ્રોપદી પાસે જા.' યુધિષ્ઠિર દ્રૌપદીના નિવાસે ગયા, આધીનભાવે ઊભા રહ્યા ને બોલ્યાઃ દેવી! ઋષિ મારકુંડને માતા કુન્તાના વચને હું આવ્યો છું, તમે મને મહાપંથ, મહામંત્ર ને તેના રહસ્યોને સમજાવો.’ દ્રોપદી કહે છે: ‘હે રાજા ! આ માર્ગ ભારે કઠિન છે. પ્રથમ તમારે રાજા અને પુરુષ હોવાનો અહમ્ છોડીને સ્રીને ચરણે બેસવું પડશે. શીશને સાટે શ્રીફળ ગુરુને ચરણે મૂકી, તન, મન, ધન ગુરુને સોંપી તમારું ધણીપણું મેલો તો મહાપંથી નવઅંગની નવધાભક્તિનો અગમભેદ સમજાવું’. યુધિષ્ઠિર દ્રૌપદીને ચરણે ગયા ને મહાપંથી દીક્ષા લીધી.
મહાપંથમાં સ્ત્રીસદ્ગુરુની પરંપરા રહી છે. જોધા માલદેવ તેની રાણી રૂપાંદેને ચરણે ગયા છે. જેસલ ખૂનખાર બહારવટિયો સતી તોરલને ચરણે ગયો છે. હામી લાલચી ને લંપટ લાખો સતી લોયણને ચરણે ગયો છે. સિંહ જેવા ભડવીર પુરુષો
. ૬.