________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
મહાપંથી ગુરુમહિમા ઃ
બેની ! મુને ભીતર સદ્ગુરુ મળિયા
-ડૉ. નાથાલાલ ગોહિલ
(કેશોદ કૉલેજના અધ્યાયક તરીકે ૪૦ વર્ષ સેવા આપનાર ડૉ. નાથાલાલ ગોહિલે “સાસકૌરાષ્ટ્રના સંતકવિઓ” પર મહાનિબંધ લખી Ph.D. કરેલ છે. સંતસાહિત્ય વિષય પર તેમનાં ૩૩ પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાંથી કેટલાક ગ્રંથોને એવૉર્ડ મળ્યા છે અને કેટલાક યુનિ.ના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યા છે. હાલ તેઓ આંબેડકર ઓપન
યુનિવર્સિટીમાં Ph.D. ના ગાઈડ તરીકે સેવા આપે છે)
‘સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર મુંબઈ' મુકામે મારે આજે આપની સમક્ષ ‘મહાપંથી ગુરુમહિમા' વિશેની વાત કરવાની છે. આ વાતના મરમને જાણતાં પહેલાં ‘મહાપંથ’ શું છે? તેની એક સામાન્ય ઓળખ આપવી જરૂરી બને છે.
મહાપંથ - મહાધરમ ભારતનો સૌથી પ્રાચીન લોકધર્મ છે. સંતસાહિત્યના અભ્યાસીઓએ મહાપંથના મૂળ ભારતની સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિમાં હોવાના પુરાતત્ત્વીય આધારો આપ્યા છે. આ પંચ ભારતના જુદાજુદા પ્રદેશોમાં કોઈ ને કોઈ રૂપે જોવા મળે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં મહાપંથ સવિશેષ પથરાયેલો છે. રાજસ્થાનમાં મારવાડ અને ગુજરાતમાં, સૌરાષ્ટ્ર ને કચ્છમાં મોટા ભાગનો જનસમુદાય આ પંથને વરેલો છે. મહાપંથમાં પછાત જ્ઞાતિઓ એટલે કે બક્ષી પંચની તમામ જ્ઞાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ આ પંચની અનુયાયી રહી છે. તેનાં મુખ્ય જ્ઞાતિ જૂથોમાં કોળી, રબારી, મેર, ખારવા, કેટલાક આહિરો, કેટલાક લેઉઆ કણબી, કુંભાર, સુથાર, લુહાર, દરજી, મોચી, મારગી સાધુ, મહેશ્વરી, વણકર, ચમાર, ઋષિ વગેરે જ્ઞાતિઓ મહાપંથને વરેલી છે.
મહાપંથને મહાધરમ, મહામાર્ગ, બીજધરમ, નિજિયા દરમ, સનાતન ધરમના નામે ઓળખવામાં આવે છે. આ પંથમાં કોઈ સાકારદેવની ઉપાસના થતી નથી. તેમાં
૫૫
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ।
નિર્ગુણ, નિરાકાર અલખની જ્યોત સ્વરૂપે આરાધના કરવામાં આવે છે. અજવાળી બીજની રાત્રિએ આ પંથના અનુયાયી સંત, સાધુ, ભક્ત, જતિ-સતી કે જેને ગતગાગા કહેવામાં આવે છે તે મળીને જ્યોતપાટ ભરી તેને આરાધી ઉપાસના કરે છે. મહાપંથી ભજન અને ગુરુમુખી સત્સંગ પ્રાતઃકાલ સુધી ચાલે છે. આ જ્યોતપાઠ ભરવાની વિધિ, તેના ગુમમંત્રો ને સાધના ક્રિયા છે જે અહીં જણાવવાનું અપેક્ષિત નથી.
મહાપંથની સ્થાપના આદિદેવ શિવજી અને આદ્યાશક્તિ ઉમિયાજીએ સાથે મળીને કરી છે. આ પંથની ઉત્પત્તિ દર્શાવતાં અનેક ભજનો છે. મહપંથની ઉત્પત્તિનું જે કથાનક છે તેવું જ કથાનક નાથપંથ અને ઓરિસાના અલેખ સંપ્રદાયમાં આપ્યું છે. મહાપંથ, નાથપંથ ને સંતમતમાં ઘણા સિદ્ધાંતો સમાન છે. બંગાળના બાઉલપંથ સાથે, સિંધ-કચ્છના બારામતી પંથ સાતમે મહાપંથની ઘણી સામ્યતા છે. ભારતમાં ઈસ્લામી મુસ્લિમ શાસન આવ્યું ત્યારે મોગલ સમ્રાટ અકબરશા બાદશાહે 'દીને ઈલાહી' નામનો સંપ્રદાય સ્થાપ્યો હતો. જે મહાપંથનું જ ઈસ્લામીકરણ રૂપ હતું, પરંતુ આ સંપ્રદાય ચાલ્યો નહીં.
મહાપંથને પુનઃ ચેતનવંતો કરનાર રાજસ્થાન-મારવાડના રાજવી રામદેવજી મહારાજ હતા. તેમના સમયમાં મુસ્લિમ સત્તાધીશોનું ધર્માન્તરનું મોટું કાર્ય ચાલી રહ્યું હતું. આ ધર્માન્તર સામે હિન્દુ ધર્મને બચાવી, હિંદુધર્મી વર્ણવાદ, જ્ઞાતિવાદને હરાવે, અઢારે વરણને એક કરી મહાપંથમાં જ્યોતને અજવાળી, સહભોજન કરાવી મોટી ક્રાન્તિ કરી હતી. આ સાથે અનેક મહાપંથી સંતોએ ગામડે-ગામડે ફરીને સામાન્ય લોકસમાજ વચ્ચે રહીને જ્યોત ઉપાસના જીવંત રાખી હતી. રામદેવજી મહારાજે કેટલાક બાહ્ય મુસ્લિમ ઉપકર્ણો સ્વીકાર્યાં હતાં : જેમ કે પોતાની જાતને દેવ નહીં પીર કહ્યા. સમાધિ પીરપરંપરા મુજબ સ્થાપી, ધજામાં બીજનું પ્રતીક અને લીલો અંચળો સ્વીકાર્યો. મહાપંથનાં મૂળ દર્શન અને સિદ્ધાંતને જાળવી રાખી પાટ ઉપાસના અને સવરોમંડપ જેવી લોકમેળાની રચનાને અનુમોદન આપી લોકએકતા સ્થાપી હતી.
પંચનું દર્શન :
૧. અલખ જ્યોતપાટ ઉપાસના અજવાળી બીજની રાત્રીએ ગતગંગા મળી જ્યોત આરાધના કરે છે.
૨. સ્ત્રી અને પુરુષ જેને જતિ-સતી કહેવામાં આવે છે તે સજોડે સાધના કરે છે. ૩. મહાપંથી ગુરુમંત્ર જ્યોતના પાટે અપાય છે. ગુરુ તે સમયે ગુપ્ત શબ્દ જ્ઞાન અગમભેદ સમજાવે છે. આ પંચમાં ગુરુનું સ્થાન સૌથી શ્રેષ્ઠ છે.
* ૫૬