________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરોડો સૂર્યનું અજવાળું તો થાય, પણ તેની સાથે તમામ ભોમકાઓ જોઈ લીધાનો આનંદ પણ થાય છે. સર કરમણ ભગતે આંખમાં એવાં તો આંજણ આંજ્યાં કે તનડામાં તાળી લાગી ગઈ. ચિત્ત એકાગ્ર થયું, સુરતા શૂન્યમા ઠેરાણી, તુર્યાતીત - ભાવાતીત અવસ્થા સિદ્ધ થઈ, ઈડા, પિંગલા અને સુષુણ્ણા નાડીના સંગમસ્થાને ત્રિકુટીમાં કાળી લાગી ગઈ ને શૂન્યમંડળમાં શ્યામ બિરાજે છે તેનો જ્યોતિ સ્વરૂપે આવિર્ભાવ થયો.
આ અનુભૂતિનું દર્શન થતાં અનાહતનાદ સંભળાય છે. છત્રીસે રાગણી સદૈવ સંભળાય છે. ઝીણી ઝીણી ઝલરીનો ઝણકાર, મીઠીમીઠી મોરલીનો શંખનાદ સંભળાય છે. સદ્ગુરુની સાને અગમ ખડકી ઉઘાડીને જોવામાં આવે તો સહસ્ત્રદલ પદ્મ પર સિંહાસને બેઠેલા સદ્ગુરુ પરમાત્માનાં દર્શન થાય છે. તેમાં પ્રેમ પૂતળી શોભી રહી હોય છે તેને નેણે નીરખી નીરખી હું તો હરખી મારી બેન ! મુંને ભીતર સરુ મળિયા રે.
મારા સરને જોઈને અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં કરી તેનું સ્વાગત કરવા માટે હું ભારે હરખી. ગુરુજીને મારું સર્વસ્વ એના ચરણમાં અર્પણ કરી દેવા માગું છું.'
આ કાયારૂપી નગરીમાં બાવન બજાર અને ચોરાશી ચૌટા વચ્ચે આવેલ સુવર્ણ મહેલમાં સદગુરૂપી પરમાત્મા બેઠા છે તેને બે હાથ જોડી પધરાવ્યા છે. અહીં ‘બાવન બજાર’ ને ‘ચોરાશી ચૌટા' શબ્દો સંતવાણીના પરિભાષિક શબ્દો છે. ‘બાવન’ શબ્દ વ્યક્ત જગત માટે -બાવન અક્ષરની વર્ણમાલા માટે વપરાયો છે. પરમતત્વને ‘બાવનથી બારો'; વ્યક્ત જગતથી પર કહ્યો છે. તે અસીમ-બેહદ : જેને કોઈ સીમા, અંત, બંધન કે હદ નથી, આરંભ કે અંત નથી, જન્મ કે મૃત્યુ નથી, પ્રાકટય કે વિનાશ નથી એવા પરમતત્ત્વની અનુભૂતિ વર્ણવવી હોય તો બાવન અક્ષરોની મર્યાદામાં નેતિ નેતિ કહી અટકી ગયા છે. સહમાં-સર્વમાં વ્યાપ્ત તે છતાં સર્વથી પર એવા પરમ ચૈતન્યની અનુભૂતિ થઈ શકે તેને વ્યક્ત કરી શકાય નહીં. એટલે બેની ! હું તો તેને જોઈ હરખી છું. ચર્મચક્ષુએ હરિને નીરખ્યા છતાં લોભી મન માનતું નથી ને તેને સતત નીરખવાનું જ મન થાય છે.
હે મારી બેની ! બાયું, હું તો સદુવચનનો સંતાર લઈને તેના ગુણ ગાઈ શકું. સરુ કરમણ ચરણે લખીરામ એટલું જ કહે છે કે “ગુરુજીએ ગુપ્ત પિયાલો એમને પાયો” ને મુંને ભીતર સદગુરુ મળિયા રે. આજ મુને વરતાણી આનંદલીલા રે. આ અજબની માત્ર આનંદાનુભૂતિ જ છે.
૬૭.
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુજીએ મને સુતાને જગાડ્યો એમ ડુંગરપુરી કહે છે. હું તો અજ્ઞાન અંધારાની ઊંઘમાં હતો, સંસારની માયામાં બૂડતો હતો ત્યારે ગુરુજીએ મને તાર્યો છે. જમડાના હાથમાંથી છોડાવ્યો છે. આવા સદગુરુ માટે ડુંગરપુરી કહે છે.
‘શરીર તણી હું તો ખાલ પડાવું ને સોનેરી રંગ ચઢાવું છે, મોજડી સિવડાવી મારા ગુરુને પેરાવું, ગુણ અવગુણ કેમ થાકે છે.'
અન્નદાન, ભૂમિદાન ને કંચનના મોલ લૂંટાવ્યા હોય અને કાશી ક્ષેત્રમાં જઈ કન્યાદાન દીધાં હોય તોપણ ગુરુજીની તોલે આવે નહીં
મહાપંથી દેવતાય પંડિત કહે છે : ‘ગુરુ: તારો પાર ન પાયો રે પાર ન પાયો, હે પ્રથમીના માલિક તારો, જી હો રે જી.'
સદગુરુને અહીં પૃથ્વીના માલિક કહ્યા ત્યાં ગુરુ અલખધણી - પરમાત્મા બની જાય છે..
‘આ જમીન-આસમાન બાવે મૂળ વિના માંડ્યા જી રે હો જી.. અને થંભ વિના આભ ઠેરાયો, રે વારી વારી વારી... અલખધણીને ઓળખોજી, ગુરુ ! તારો પાર ન પાયો... આ શૂન્ય શિખર પર અલખનો અખાડો જી હો રે જી.. જ્યાં વરસે નૂર સવાયો, રે વારી વારી વારી... અલખધણીને ઓળખો છે, ગુરુ ! તારો પાર ન પાયો...
આમ મહાપંથી ગુમહિમા ગાતાં ગાતાં આપણી યાત્રા લખીરામ સુધી પહોંચી, બેની મુને ભીતર સદ્ગુરુ મળિયાની અનુભૂતિનાં દર્શન કર્યા ને અંતે દેવાયત પંડિત સદગુરુને પૃથ્વીમાં માલિક કહી તેનો પાર ન પાયો કહી અલખધણીને ઓળખવાનો સંદેશો આપે છે.
નોંધ : ‘સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિક્કલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર મુંબઈઃ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૧ માટેની પ્રસ્તુતિનું શોધપત્ર.
૬૮