________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુર થઈ બેઠો હોંસે કરી, કંઠે પહાણ શકે ક્યમ કરી? (જયમ) નાર નાંહાંધી હવું પ્રસુત, વળતી વધે નહિ અદભુત. (ત્યમ) શિષ્યને ભારે ભાર્યો રહ્યો, અખા તે અલગેયો ગયો. પોતે હરિને ન જાણે લેશ, (અ) કાઢી બેઠો ગુરુ વેશ. (જ્યમ) સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ.
એહવા ગુરુ ઘણા સંસાર, તેહ અખા શું મૂકે પાર આજે ધર્મ કરોડો રૂપિયાનો ધંધો બની ગયો છે. આજે તો ધર્મ-સંસ્થાઓમાં જે પ-ભાવ વધ્યા છે, તે બીજે નથી. કોર્ટ સુધી પહોંચો તેટલું ગંદુ રાજકારણ ખેલાઈ રહ્યું છે. તેના કારણે કેટલાં વૈમનસ્ય ઊભાં થાય છે? આજનાં બ્રાન્ડ માર્કેટિંગના યુગમાં ચતુરાઈપૂર્વક અને ચાલાકી સાથેના તર્કવિતર્ક ના સહારે આપેલા વ્યાખ્યાનો, પ્રવચનો સાથે પ્રસિદ્ધિ અને પ્રતિ મેળવવાના નુસ્મા અપનાવાય છે. તાજેતરમાં આશારામ બાપુ, નારાયણ સાંઈ, નિત્યાનંદ અને રામપાલ જેવા કહેવાતા ધર્મગુરુઓ મોટા મોટા આશ્રમો, જમીનો અને બીજી જંગી મિલકતો ઉપર કબજો જમાવી, ખંધા રાજકારણીઓ સાથે ઘરોબો કેળવી ભોળા ભક્તોને ગેરમાર્ગે દોરાવ્યા તેવા કૌભાંડો જગ જાહેર થયા છે. આવા સંજોગોમાં મુમુક્ષ-સાધક- શ્રાવક જીવને ગુમાં અને ધર્મમાં આસ્થા કેળવવા અને જાળવવાનો ગુરુમહિમાનો પ્રચારનો ઉદ્દેશ સંપૂર્ણ સંપન્ન બનાવવા બુદ્ધજીવીઓએ અને ધર્મસંઘોએ કJઓ સામે અવાજ ઉઠાવી મુમુક્ષો-ભક્તોને સમયસમય ચેતવી જાગ્રત રાખવા રહ્યા.
માનવીના માનવી સાથેના ગુરુ-શિષ્યના સંબંધમાં, આચાર-વિચાર, કથનીકરણી, હાવભાવ પ્રત્યક્ષ અનુભવાતું હોવાથી જાણતા-અજાણતા સામેની વ્યક્તિની ખામીઓઉણપો સહેલાઈથી નજરે આવે છે અને તેથી આદર્શ સપૂર્ણ શ્રદ્ધા રાખી શકાતી નથી. ત્યારે મુંઝવણમાં ફસાયેલ સાધકને વર્તમાન સમયે જ્ઞાનનો ખજાનો પુસ્તકો દ્વારા ઉપલબ્ધ છે. જૈનોના આગમો, હિંદુઓની ભાગવત-ગીતા, ખ્રિસ્તીઓનું બાઈબલ અને મુસલમાનોનું કુરાન મુળ સ્વરૂપે અને અર્થઘટન સાપે ઉપલબ્ધ છે. આ વિષયો ઉપર વિદ્વાનો દ્વારા અપાયેલ સમજણ, પ્રવચનો, વ્યાખ્યાનો સામાયિકો અને પુસ્તકોમાં મળતાં રહેતા હોય છે. પુસ્તકો માનવીનો જ્ઞાનમયી અંધકાર દૂર કરે છે. પુસ્તકો વાચકના મનની સંકુચિત વિચારશક્તિ, ખોટી માન્યતાઓ કે ધારણાઓ દૂર કરે છે. આત્મસિદ્ધિનું ૧૩મું પદ “આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરુપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગર યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર." આપણને સમજાવે છે કે જ્યારે પ્રત્યક્ષ સરનો યોગ નથી પણ આત્મજાગૃતિ
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વિસરવી નથી ત્યારે સાધકે શાનો, શાનો ઉપરનું પ્રમાણસહિતનું વિવેચન વિગરેને વાંચવા, વિચારવા, સમજવા અને તેમાંથી નીકળતાં રહસ્યને પામવા પ્રયત્ન કરવા.
પ્રત્યક્ષ ગુર" હોવા આવશ્યક છે તેવું આત્મસિદ્ધિમાં સમજાવ્યું છે. મહાત્મા ગાંધી કહે છે તેઓ ગુરુઓની સંસ્થામાં માને છે પણ આજના યુગમાં લાખો લોકો ગુરથી વંચિત રહેશે કારણકે સંપૂર્ણ પવિત્ર અને સંપૂર્ણ જ્ઞાની તદ્દન ઓછા મળશે. આવા સમયે આશાવાદી રહેવા એકલવ્યનો વિચાર આવે છે. શુદ્ર હોવાને નાતે આચાર્ય દ્રોણ દ્વારા નાપસંદ પયેલ એકલવ્યએ, ગુની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં, તિરંદાજી- નિશાનબાજીમાં અર્જુનની શ્રેષ્ઠતા ઉપર પ્રશ્નાર્થ ઉભો ન્હોતો કર્યો નાપસંદ થતાં નાસીપાસ ન થતાં દ્રઢનિશ્ચયતા, એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે સ્વમેળે, કોઈપણ શિક્ષા કે માર્ગદર્શન વગર, નિશાનબાજીમાં સંપૂર્ણ પારંગતા ન્હોતી મેળવી ? ઉત્તરાધ્યન સૂત્ર ૮માં સ્વયંબુદ્ધ સિદ્ધા-ગુરુ ઉપદેશ વિના પોતાની મેળે જાતિ સ્મરણથી કપિલમુનિ મોક્ષે ગયાનું જણાવ્યું છે તેમ જ ગૃહસ્થલિંગે માતા મરુદેવી મોક્ષે ગયાનું જણાવ્યું છે.
જૈન ધર્મમાં જણાવ્યું છે કે પાંચમાં આરામાં મોક્ષ સંભવ નથી, પરંતુ માનવભવ અમૂલ્ય છે અને પ્રમાદમાં રહેવું હિતાવહ નથી. આવા સંજોગોમાં સદ્ગુરુ-પ્રત્યક્ષ ગુરુ ન મળે અને પુસ્તકો દ્વારા જ્ઞાન મેળવવાની દ્વિધા ઉપસ્થિત પઈ હોય ત્યારે સાધકે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો રહ્યો. ઉત્તરાધયનના ૨૩માં સૂત્રમાં કેશી-ગૌતમની ૨૫મી ગાથા દ્વારા પાર્શ્વનાથ તિર્થંકરના સમયમાં ચાર મહાવ્રત અને મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રત તેમ કેમ તે “પન્ના સમિકખએ ધર્મો' કહેતા સમજાવેલ છે કે આનો નિશ્ચય વિવેકથી થાય. કરવાં જેવું કરે અને છોડવા જેવું છોડે. જે વ્યક્તિ પાસે સરના લક્ષણો સમજવાની વિવેકશક્તિ અપેક્ષિત છે તેવી વ્યક્તિ સદ્ગર ન મળ્યાં હોય તો પુસ્તકો દ્વારા ચોક્કસ જ્ઞાન મેળવી શકે છે અને સ્વદોષો જોવાની વિવેક શક્તિ પણ કેળવી શકે છે. આથી વર્તમાન કાળમાં પુસ્તકો સારા ગુરુ થઈ શકે છે એવો મત વ્યવહારિક ગણાય.
ઉપરના વિચારો રજૂ કરતાં કોઈની પણ લાગણી દુભાવાય હોય અથવા અવિનય થયો હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું.
૩૩.