Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 16
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... અને પૈસો મળતો રહ્યો હોવા છતાં જીવન ક્રિકેટની રમતને સમર્પિત. રમત દરમ્યાન પિતાના મૃત્યુથી પણ વિચલિત ન પતાં આર્તધ્યાનમાં ન સરી ગયો. આઘત્મિક ગુરુ પાસેથી જીવનના કોઈ એક ક્ષેત્રે જ નહિં, એક ભવ પૂરતું પણ નહીં, પરંતુ ભવોભવ તરી જવા માર્ગદર્શન અપેક્ષિત છે. ગુરુ પોતે આ માર્ગ ઉપર સફળતાથી ઊંચા શિખરે ઘણા આગળ વધી શક્યા હોવા જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં સહુ સંતો અને મહાત્માઓએ એકમતે સદ્ગુરુના શરણને સ્વીકાર્યું છે. સર વિના સાધનામાર્ગે વિકાસ થતો નથી. આત્મસિદ્ધિ અને સર શ્રીમદ્ રાજચંદ્રની આત્મસિદ્ધિના નવમા પદમાં “સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લક્ષ.” આવી જ સમજણ આપે છે. આત્મસિદ્ધિનું અગિયારમું પદ “પ્રત્યક્ષ સદર સમ નહિ, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ પયા વિના, ઉગે આત્મવિચાર', “સમજાવે છે કે જે જીવતા છે, તે ગુરુ જ આપણાં દોષોને જોઈ આપણને જાગ્રત કરે, જ્યાં ભૂલીએ ત્યાં ફરી ગણવાની પ્રેરણા આપે. સદ્ગુરુની શોધમાં સાધકને આત્મસિદ્ધિનું દસમું પદ “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય" દ્વારા સમજાવેલ છે કે (૧) આત્મજ્ઞાન, (૨) સમદર્શિતા, (૩) ઉદય પ્રયોગે વિચરણ, (૪) અપૂર્વ વાણી અને (૫) પરમશ્રુતતા- આ પાંચ લક્ષણો હોય તે સર. આત્મસિદ્ધિનું ૧૩મું પદ “આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરુપક શાન; પ્રત્યક્ષ સદગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર”. આપણને સમજાવે છે કે જ્યારે પ્રત્યક્ષ સરનો યોગ નથી પણ આત્મજાગૃતિ વિસરવી નથી ત્યારે સાધકે શાસ્ત્રો, શાસ્ત્રો ઉપરનું પ્રમાણસહિતનું વિવેચન વિગેરેને વાંચવા, વિચારવા, સમજવા અને તેમાંથી નીકળતાં રહસ્યને પામવા પ્રયત્ન કરવા. મહાત્મા ગાંધીના ગુરુ વિષેના મંતવ્યો : ઈ.સ. ૧૯૧૫-૩૫ દરયિાનના મહાત્મા ગાંધીનાં પ્રવચનો, પત્રો, લેખોના મહાત્માના ગુરુ વિષેના મંતવ્યોના અંશો : ગુરુ વિના જ્ઞાન ના હોય તેવા સુવર્ણ વિચાર સાથે હું સંપૂર્ણ સહમત છું. હું ગુરુને શોધું છું. હું એ બાબત સ્વીકારું છું કે ગુરુ હોવા જોઈએ. આગળ ઉપર મહાત્મા કહે છે કે, “પરંતુ આવા ગુરુ મળવા ઘણા મુશ્કેલ હોય છે અને ગુરુની ગેરહાજરીમાં કોઈને પણ ગુર તરીકે સ્વીકારવાં અયોગ્ય છે. આજના સમયમાં કોઈને ગુરુ તરીકે સ્વીકારવા અપવા ૨૯ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કોઇના ગુરુ બનવું એ ઘણું જોખમકારક છે. અપૂર્ણ આદર્શવાળા માનવીને ગુરુ બનાવતાં આપણે ઘણી ભૂલો કરી બેસીએ છીએ. અસમર્પ તરવૈયો તમને તરાવરાવી બીજે છેડે કઈ રીતે પહોંચાડી શકે? પણ, જ્યાં સુધી યોગ્ય ગુરુ નહિ મળે ત્યાં સુધી હું મારા પોતાના ગુરુ તરીકે ચાલુ રહીશ. ચોક્કસ આ માર્ગ ઘણો મુશ્કેલીભરેલો માર્ગ છે પણ આ પાપી જગતમાં આ જ સાચું લાગી રહ્યું છે." મહાત્મા આગળ ઉપર કહે છે “જે માણસ ગુરની શોધમાં સતર્ક રહે છે તે આ પ્રક્રિયા દ્વારા પોતાની ગુણવત્તા મેળવતો અને વધારતો રહે છે. તેપી હું વિચલિત નથી થયો. ઈશ્વરની કૃપા હોય તેને જ ગુરુ મળે છે, તેથી જે સમયે અને જે જગ્યાએ મારી લાયકાત આવશે ત્યારે મને ગુરુ મળશે.' સ્વામી વિવેકાનંદના મંતવ્યો : ગુર- ગ્રંથોની ભાવના જાણનાર અને સમજનાર, નિષ્પાપી અને નિસ્વાર્થે શિખવનાર હોવા જોઈએ. આપણે જોવું જોઈએ કે, ગુરુગ્રંથોની ભાવના જાણે અને જુએ છે કે નહીં ? સમગ્ર વિશ્વ બાઇબલ, વેદ અને કુરાન વાંચતું હોય તો પણ તે બધા જ શબ્દો, વાક્યરચના, વ્યુત્પત્તિ, ફિલોસોફી, ધર્મના સૂકા હાડકાથી વધારે નથી હોતું. જે શિક્ષક શબ્દોની રચનામાં ગૂંચવાયેલા રહે છે કે રાખે છે તે શબ્દોની ભાવના ગુમાવે છે. જેનામાં શાસ્ત્રોની ભાવનાનું જ્ઞાન હોય છે તેઓ જ સાચા ધાર્મિક ગુરુ જણાય. શાનોના શબ્દોની જાળમાં ફસાયેલા માનવના ભટકતા મનને વિશાળ જંગલમાંથી બહાર નીકળવું મુશ્કેલ જેવું ભાસે છે. શબ્દોને જોડવાની અથવા સુંદર ભાષામાં બોલવામાં અથવા ગ્રંથોને ઉચ્ચારવાની વિવિધ પદ્ધતિઓની સમજ ફક્ત શિક્ષિતના વિવરણ અને આનંદ માટે હોય છે. તે આધ્યાત્મિક દષ્ટિના વિકાસ માટે સહાય કરતી ના હોય. ઘણી વખત પ્રશ્ન પુછાય છે કે આપણે શા માટે ગુરુના ચારિત્ર કે વ્યક્તિત્વ જાણવું જોઈએ ? આપણે તો તે જે શિખવે છે તેનું મુલ્યાંકન કરીને તેમાં આગળ વધવું જોઈએ. એક શિક્ષક ભૌતિક, રાસાયણિક કે શારીરિક વિજ્ઞાન શિખવતો હોય તો એ પોતે ગમે તેવો હશે તે ચાલી શકે કારણકે આવા વિજ્ઞાન શિખવવામાં ફક્ત બૌદ્ધિક સાધનો જરૂરી છે. પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાન શિખવનાર અશુધ્ધ આત્મામાં પ્રથમથી છેવટ સુધી જરૂરી આધ્યાત્મિક પ્રકાશ હોવું અશક્ય છે. એક અશુદ્ધ માણસ શું ધર્મ શીખવી શકે? આધ્યાત્મિક સત્ય એક સ્વયં માટે હસ્તગત કરવા અપવા અન્ય લોકોને તે આપવા માટેની જરૂરી શરત છે હૃદય અને આત્માની શુદ્ધતા. આત્મા શુદ્ધ નથી ત્યાં સુધી ભગવાન, અથવા બહારની ઝલકની એક દ્રષ્ટિ કદી ય ન મળે. તેપી આપણે ધર્મ ગુરુ પ્રથમ શું અને કેવા છે અને ૩૦.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121