Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 14
________________ elege oછાણtogeteeletetogteeleteeleteneggete દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વો પરમ મંગલકારી છે. આ ત્રણ તત્વો તારક છે, પરંતુ આમાં ગુરૂનું મહત્ત્વ અવર્ણનીય છે. ત્રણેમાં ગુરનું સ્થાન એટલા માટે ર્વોપરી છે કે દેવ અને ધર્મ તત્વની સમજણ કરાવનાર ગુરુ જ છે. ગુર ભવ્ય જીવોને બોધ આપે છે. ગુરના માર્ગદર્શન અને સદબોધના સ્પંદનો જ જ્ઞાન પ્રાગટય માટે ઉપકારી છે. ગુરથી જ સમ્યફ પંથની પ્રાપ્તિ થાય છે. ગુરથી જ સમસ્યાનું સમાધાન થાય છે. ગુરુની આરાધના તારે છે ને પાર ઉતારે છે. ગુરરૂપી નાવમાં બેસીને જ સંસારસાગર તરી શકાય છે. સંસારના સમુદ્રમાં તોફાન આવે અને જીવનનૌકા જ્યારે તેમાં અટવાઈ જાય ત્યારે ખૂબ પ્રયત્ન કરવા છતાં ખરાબે ચડેલી નાવ કિનારા તરફ જઈ શકતી નથી ત્યારે મૂંઝાયેલા શિષ્યના હદયમાંથી પોકાર ઉઠ છે - હું તો હલેસાં મારતો થાકી ગયો છું હે ગુરુ ! - નાવિક બનીને આવજો આ જીવનનૈયા તારવા.” સાચા હૃદયના આ પુકારથી ગુર અવશ્ય માર્ગ બતાવે છે. ગુર કુંભાર છે. જેમ કુંભાર ઘડાનું ઘડતર કરે તેમ ગુરુ શિષ્યનું ઘડતર કરે છે. બહારથી ભલે ટપલા મારે પણ અંદરથી મૃદુ હાથના સ્પર્શથી ઉષ્માભર્યો ટેકો આપે છે. કુંભાર જેમ વધારાની માટીથી ઘડાને સુંદર ઘાટ આપે છે તેમ ગુરુ શિષ્યની ભૂલોને, ઉણપ, ક્ષતિઓને દૂર કરી યોગ્યતા બક્ષે છે. બહારથી ગુરુનું સખત કે કડક અનુશાસન હોય પરંતુ અંદરથી શિષ્ય પ્રતિ દયાવાન ગુરુ મૃદુભાવ રાખે છે. કબીર સાચું જ કહે છે : ‘યહ તન વિષ પી વેલડી ગુરુ અમૃત કી ખાણ શીશ દીયે જો ગુર મીલે તોભી સસ્તા જાણ.' દાર્શનિક સંદર્ભે ગુરુદક્ષિણા વિશે ચિંતન કરવા જેવું છે. શિષ્ય હૃદયમાં એવા ભાવ પ્રગટ કરવા જોઈએ કે, ‘જે કાંઈ મને મળ્યું છે તે ગુરકપાએ જ મળ્યું છે, માટે સર્વ ગુરુનું જ છે તો હું તેને ગુરુદક્ષિણા આપનાર કોણ? ગુરુને અર્પણ થયા પછી અહંનું વિસર્જન થયું છે, મનનું મૃત્યુ થયું છે. આ જગતમાં આત્માથી શ્રેષ્ઠ કશું જ નથી અને મને આત્માનું દર્શન કરાવનાર તો ગુરુ જ છે જેથી આત્મા પણ તેનો જ છે તો - ૨૫ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા હું ગુરુને શું આપી શકું? આમ લઘુતાભાવ પ્રગટ થાય તો જ શિષ્યત્વ આદર્શ બની શકે છે. ગુરુ, ભક્તિની પરાકાષ્ઠા રૂ૫ શ્રીમદ્જીની ગાથા દ્વારા આપણે આ વિષયનું સમાપન કરીશું.' અહો અહો શ્રી સર કરૂણા સિંધુ અપાર આ પામર પર તમે કર્યો અહો અહો ઉપકાર શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન તે તો ગુરુએ આપીયો વતું ચરણાધીન દેહ છતાં જેની જશા વર્તે દેહાતીત તે જ્ઞાનીનાં ચરણમાં હો વંદન અગણિત. સંત દત્તાત્રેય, પશુ-પંખી અને પ્રાણીઓમાં દેવી ગુણોની વિશિષ્ટતાનાં દર્શન કર્યા તો તમેણે એ બધાને ગુરુપદે સ્થાપી દીધાં. ધન્ય છે તેમની ગુણાનુરાગી દષ્ટિને દતાત્રય ને માનવી, પ્રાણી અને પ્રકૃત્તિમાં જે સદગુણો દેખાયા તેને તેમણે ગુર માન્યા, ધરતી આકાશ, સમુદ્ર, વાયુ, અગ્નિ, ઈયલ, ચંદ્ર, સૂર્ય, અજગર, જલ, પતંગિયુ, હાથી, મધપૂડો, હરણ, માછલી, ગણિકા, બાળક, કુંવારી કન્યા, લુહાર, સર્પ, મધમાખી, અને કુતરો આમ આ ચોવીશ ગુરૂઓ બતાવ્યા છે. અખો, કબીર, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના ગર સંબંધી ચિંતનમાં એક સૂર પ્રગટે છે “તું તારો ગુરુ થા !" સદ્દગુરુની શોધકરવા, ગુરુની પ્રાપ્તિ માટે તું જ સ્વયં તારો ગુરુ થઈને પુરુષાર્થ કર તો જ તને સપુરુષની પ્રાપ્તિ થશે. વ્યસમુનિ-નારદ, ભીષ્મના ગુરુ પરશુરામ આરૂણિ, ઉપમન્યુ, સત્યકામ, જૈમિન જેવા આદર્શ પરશુરામ, કર્ણ, ભગવાન મહાવીર-ગણધર ગૌતમ, વિશિષ્ટ-રામ, કૃષ્ણસંદીપની, દ્રોણાચાર્ય-એકલવ્ય, રમાનંદસ્વામી, રામકૃષ્ણ-વિવેકાનંદ જેવા મહાન ગુર શિષ્યનું પાવન સ્મરણ કરી સંસ્કૃતિના આધારસ્થંભ સામા સદ્દગુરુને વંદના

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121