________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
ઢળી પડે છે. ગુરુ આવો જ ધરતીકંપ છે, માત્ર એ શિષ્યના હૃદયમાં પોતાના આગવા ધૈર્યથી ધરતીકંપ સર્જે છે.
પ્રકૃતિનો ધરતીકંપ ત્વરિત અને દષ્ટિગોચર થાય તેવો હોય છે, જ્યારે ગુરુ જે ધરતીકંપ સર્જે છે તે મંદ મંદ ગતિ ધારવતો અદ્દશ્ય હૃદયકંપ હોય છે. ગુરુ શિષ્યના અહંકારની ઈમારતની એક એક ઈંટ ખેસવતા જશે અને એને આખીય ધરાશાયી કરી દેશે. બંધ બારણાંઓ પર લાગેલાં આગ્રહોનાં તાળાં એક પછી એક ખોલતાં જશે. એનાં ખુલેલાં દ્વારોમાંથી હૃદય-ખંડમાં લપાયેલાં કામ, ક્રોધ, દ્વેષ જેવાં કષાયને શોધીને બરાબર પકડશે અને ત્યારબાદ એને બહાર ધકેલી દેશે.
થોડા સમય બાદ શિષ્ય અનુભવશે કે ધરતીકંપને કારણે વેરણછેરણ પડેલા ભંગારની માફ્ક એના તીવ્ર આગ્રહો, વર્ષો જૂના અભિપ્રાયો, દૃઢ માન્યતાઓ, ભ્રાંત ધારણાઓ અને મનગઢંત ખ્યાલો તૂટીને છેક દૂર-દૂર સુધી વિખરાઈને પડચા છે. ધરતીકંપના અવાજને પરિણામે પ્રમાદમાં જીવતો શિષ્ય જાગૃત બની જશે અને એના ચિત્તને ચકળવકળ ઘૂમાવતી ઈંદ્રયલોલુપતા ધરતીમાં ક્યાંક ગરક થઈ ગઈ હશે.
ક્તિમાં પૂર્વ ખ્યાલો અને પરંપરાગત માન્યતાઓ જેટલાં દઢ, એટલો ગુરુનો પ્રયત્ન વિશેષ રહે છે. આવા પ્રયત્નમાં ગુરુ જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. એ ક્યારેક શિષ્ય પ્રત્યે વજ્રથી પણ વધુ કઠોર બની જાય છે અને ક્યારેક પુષ્પથી વધુ કોમળ બની જાય છે. ગુરુ ક્યારેક સાધના-માર્ગમાં આગળ વધતા શિષ્યને જોઈને અતિ પ્રસન્ન થઈ જાય છે, તો ક્યારેક અવળે માર્ગે જતાં શિષ્યને જોઈને એને સખત ઉપાલંભ આપે છે અને કોપાયમાન પણ બની જાય છે. ક્યરેક શિષ્યની પીઠને હેતથી પંપાળે છે, તો ક્યારેક એને મૂંઝવણોના મહાસાગરમાં જોશભર્ભર ધક્કો મારે છે.
ભારતીય પરંપરામાં ગુરુનું મહિમાગાન ઘણું થયું છે, પરંતુ શિષ્યઘડતર માટેના ગુરુનાં પુરુષાથ પર એટલું લક્ષ આપવામાં આવ્યું નથી. કલાકાર ચિત્રનું સર્જન કરે, સ્થપતિ સ્થાપત્યનું સર્જન કરે અને શિલ્પી શિલ્પ સર્જન કરે એવું સર્જન ગુરુ કરે છે એવી વાત સર્વત્ર પ્રચલિત છે, પરંતુ શિલ્પીના સર્જન કરતાં કે કલાકારના ચિત્રસર્જન કરતાં ગુરુનું શિષ્ય-સર્જન વધુ શ્રમ, ધૈર્ય, કસોટી અને પુરુષાર્થ માગે છે.
ગુરુને પ્રારંભે તો શિષ્યની બાહ્ય અને આંતરિક આડોડાઈનો સામનો કરવો પડે છે. કેટલીક વ્યક્તિ શંકાથી ગુરુ પાસે જાય છે એટલે એની પહેલી નજરમાં શ્રદ્ધા નહીં, પણ શંકા હોય છે, આથી એનું ભટકતું ચિત્ત ગુરુ કહે એનાથી વિપરીત દિશામાં વિચારતું હોય છે. ક્રિયાને બદલે પ્રતિક્રિયા અને આજ્ઞાપાલનને બદલે એ વિરોધી વર્તન
૧૭
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
કરે છે. ગુરુ એને અમુક પ્રકારનો આહાર લેવાનું સૂચવે, અમુક સાધના-પદ્ધતિ શીખવે, અને અમુક જાતનું ધ્યાન કરવાનું કહે, તો આગંતુક વ્યક્તિ પૂર્વસંસ્કારોના બળે એનાથી તદ્દન ઉલટું કાર્ય કરશે.
એક તો એનુ ચિત્ત જ એવી નકારાત્મકતાથી કેળવાયેલું હોય છે કે પહેલાં એ ઈકરાર (સ્વીકાર)ને બદલે “ઈન્કાર’થી કામ શરૂ કરશે. શિષ્ય થવા આવનારો પહેલાં તો એની માન્યતાઓ પ્રમાણે ચાલશે અને એમાં પણ કેટલાક તો મનોમન કે નિકટનાં વર્તુળોમાં ગુરુની વખતોવખત નિંદા કરશે. આમ અણધડ શિષ્યની સામાન્ય રીતે અણગમતી લાગે એવી ઘણી બાબતોનો ગુરુ સહજ રીતે સ્વીકાર કરશે અને ગરુની નજર શિષ્યની નિંદા પર નહીં હોય, એની આડોડાઈ પર નહીં હોય, એની નજર તો શિષ્યના ઘડતર પર હશે, એટલે ગુરુ બધી બાબતોની ઉપેક્ષા કરીને શિષ્યનું ઘડતર કલે છે.
ચિત્રકાર અને શિલ્પી જે સર્જન કરે છે, એમાં કૅનવાસ કે પથ્થર એમનો કોઈ વિરોધ કરતા નથી. કૅનવાસ ક્યારેય એમ કહેતું નથી કે મારા પર કાળો રંગ લગાડશો નહીં કે પથ્થર ક્યારેય શિલ્પીને એમ કહેતો નથી કે જરા ધીમેથી ટાંકણાં મારો. શબ્દ ક્યારેય સર્જકને એમ કહેતો નથી કે મને આમ લખો, મારી જોડણી આમ કરો અને આ રીતે પ્રાસ મેળવો. જ્યારે શિષ્ય ગુરુના શિક્ષણની સામે થઈ જતો હોય છે. કાગળ પર કવિતા લખો કે નિબંધ લખો, તો કાગળ કશો વાંધો કે વિરોધ કરતો નથી, પરંતુ સંસારથી ઘડાઈને આવેલો શિષ્ય તો એવી ઘણી વસ્તુઓ લઈને ગુરુ પાસે આવ્યો હોય છે, જેથી તે પ્રગટ કે પ્રચ્છન્ન રીતે ગરુનો વિરોધ કરે છે.
એને પોતાના વિશે અતિ પ્રચંડ અભિમાન હોય છે. સાંસારિક સફળતાઓનાં ગુમાનની ગાંસડી લઈને એ ગુરુ પાસે આવ્યો હોય છે. તમામ ઇંદ્રિયોનો સ્વાદ પામેલો હોય છે. એને સાત્વિકતાનો સ્વાદ પહેલાં તો ઘણો અળખામણો લાગે છે. એના ભીતરમાં કપાયના કેટલાય જવાળામુખી ધખધખી રહ્યા હોય છે અને માયા, મિથ્યા અને પ્રમાદ એને કોઠે પડી ગયા હોય છે. ગુરુ આવા શિષ્યોના ઘડતરનું કામ કરે છે.
શિષ્યની પ્રકૃતિ એમના ઘડતરકાર્યમાં ડખલરૂપ બનતી હોય છે. શિષ્યના પૂર્વ અનુભવો એમને અવરોધરૂપ બનતા હોય છે અને એનો સ્વભાવ આડે આવતો હોય છે.
આ રીતે અત્યંત જાગૃતિ, સાવધાની અને સૂક્ષ્મતાથી ગુરુએ શિષ્યને કેળવવાનું ભગીરત કાર્ય કરવું પડે છે. કાગળ બગડી જાય તો બીજો લઈ શકાય, મૂર્તિ રચતાં
* ૧૮