Book Title: Bharatiya Sanskrutima Guru Mahima Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 8
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા એની કઠોરતા કાર્યસાધક બને એ પહેલાં જેશે અને કાર્યસાધક બન્યા પછી એ શિષ્ય પર સતત કરુણા વરસાવતો રહેશે. એની ચંચળતા, ભૌતિકતા, સ્થૂળતા, સુદ્રતા પર મર્મગામી પ્રહાર કરશે. શિષ્ય ઉદંડ બનશે તો પોતાના દંડ ઉગામશે. શુભમાર્ગેથી વિચલિત થતો હશે, તો કઠોર ઉપાલંગ આપશે. અવળે રસ્તે ચાલતો હશે તો હાથ પકડીને અને વખત આવ્યે જોશભેર ઘસડીને પણ એને માર્ગ પર લાવશે. એ અતિ કટુવચનો કહેશે તો પણ એની પાછળ એની અગાધ કરુણા હશે. એ ખૂબ ખૂબ અકળાશે તો પણ એના ભીતરમાં આશીર્વાદની ભાવના પડેલી હશે. શિષ્યની મોહનિદ્રા જેટલી ગાઢ,-એટલો ગુરુનો પ્રહાર પ્રબળ. ગુજરાતના મહાન આધ્યાત્મિક સંત પૂ. શ્રી મોટાના સાધના જીવનમાં એવા અનેક પ્રસંગો મળે છે કે જ્યાં એમણે ગુરના કઠોર વર્તનને એમની કરુણાસમાન માન્યું હોય. આનું કારણ એ છે કે ગુરુના પ્રત્યેક આદેશ અને વર્તનની પાછળ શિષ્યને સન્માર્ગે લઈ જવાનો ભાવ હોય છે. એ સ્નેહથી કહે, ઉપાલંભ આપે, અપશબ્દો બોલે, દંડ વીંઝે, પણ એ બધી કઠોરતા કરણાજનિત હોય છે, કારણ કે શિષ્યની વર્ષોની નિદ્રાનો ભંગ કરવા માટે એ અત્યંત જરૂરી છે. આ રીતે ગુર પહેલાં બ્રહ્માની માફક શિષ્યના નિર્માણનું કામ કરે છે. આ નિર્માણકાર્ય દ્વારા ગુરુ શિષ્યને પાત્રતા આપે છે. એને જ્ઞાન, ધ્યાન દષ્ટિ આપે છે. જીવનમાં અને આકર્ષણો આવતાં હોય છે અને જ્ઞાન, ધ્યાન અને દષ્ટિ આપે છે. જીવનમાં અનેક આકર્ષણો આવતાં હોય છે અને એવાં પણ આકર્ષણો હોય છે કે જે જોઈને એના પર ચોંટી જાય છે. નજર એમાં ડૂબી જાય છે, ચિત્ત એનાથી ઘેરાઈ જાય છે અને હૃદય આખું અંજાઈ જાય છે. આ આકર્ષણનો અનાદર થઈ શકતો નથી. એના તરફ આંખર્મીચામણાં પણ શક્ય નથી અને એનું દમન કરવું પણ યોગ્ય ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિમાં બીજા સ્થાને અપરંપાર મહિમાવાન વિષ્ણુ, વિષ્ણુના સ્વરૂપને જોવાથી ગુરુની દ્વિતીય ભૂમિકા યથાર્થરૂપ સમજી શકાય, પણ દુર્ભાગ્યે કોઈએ આવો તુલનાત્મક વિચાર આજ સુધી કોઈએ કર્યો નથી. વિષ્ણુ એ સંસારના રક્ષક અને સંરક્ષક છે. શાસ્ત્રગ્રંથો પ્રમાણે એમનું મુખ્ય કાર્ય સંયોજન, ધારણ, કેન્દ્રીકરણ અને સંરક્ષણ છે. આ સંદર્ભમાં ગુરના કાર્યને જોવાની જરૂર છે. ગુરુ શિષ્યને એક સંયોજન આપે છે. એને જોડી આપે છે. એક બાજુ દશ્યજગતમાં વસતો શિષ્ય છે અને બીજે છેડે અદશ્ય જગતમાં વસતા પરમાત્મા છે. આ દશ્યનું અદશ્ય સાથે મિલન કોણ કરાવી આપે? આવું મિલન ગુરુ દ્વાર શક્ય બનતું હોય છે. અહીં ગુરુ બ્રહ્માની ભૂમિકામાં નથી, હવે એ વિષ્ણુની ભૂમિકામાં છે. અહીં એ શિષ્યનું ધારણ, કેન્દ્રીકરણ અને સંરક્ષણ કરે છે અર્થાત્ શિષ્યને એ માર્ગ પર ટકાવી રાખે છે. એની આધ્યાત્મિક શક્તિઓનું કેન્દ્રીકરણ કરે છે અને એને રક્ષણ આપે છે. આથી જ વેદોમાં વિષ્ણુને સંસારના રક્ષક અને સંરક્ષક બંને કહ્યા છે. અહીં ગુરુ એ શિષ્યનો રક્ષક અને સંરક્ષક બને છે. એક અર્થમાં કહીએ તો ગુરુ એ સેતુરૂપ હોય છે. એક બાજુ સંસારમાં શિષ્ય ઊભો હોય અને એના સાવ સામા છેડે અસીમ એવા પરમાત્મા હોય, ત્યારે એમની વચ્ચે સેતુ બનવાનું કામ ગુરુ કરે છે. કોઈ વિશાળ મહાલયના ખંડમાં માત્ર એક જ બારી હોય અને એ બારી ખોલતાં અનંતનો અસીમ અનુભવ થતો હોય, ત્યારે એ બારી ખોલવાનું કામ ગુરુ કરે છે. ગુરુ અને અધ્યાત્મના અનંત આકાશનું અનુપમ દર્શન કરાવે છે, શિષ્યને કહે છે, “જો, જો. આ પરમાત્માની લીલાના દર્શન કર. આ ઈશ્વરનો અનુભવ કર, આ શાશ્વત આનંદ પર દષ્ટિ કર." આ રીતે ગુરુ શિષ્યને અંતરમાં પરમનો સ્પર્શ કરાવે છે, કારણ કે એ ગુરુ પાસે પરમની પ્રાપ્તિનો અનુભવ છે, એની વાણીમાં એનું ગુંજન છે, એના સત્સંગમાં એનું અમૃત વરસે છે. એના દર્શનમાં એની ભાવના છે અને એથી ગુરુ સીમામાં વસતા શિષ્યને અસીમનું દર્શન કરાવે છે. આથી જ વિષ્ણુ શબ્દની ઉત્પત્તિ ‘વિષ્ણુ પરથી થઈ છે અને એનો અર્થ છે વ્યાપક થવું'. ગુરુ શિષ્યને વ્યાપકત્વ આપે છે. એના જીવનમાં જે અસીમનો એને કોઈ અનુભવ નહોતો, એ અનુભવ કરાવે છે. સીમાબદ્ધ શિષ્યને સાધનાના અસીમ વિશ્વની ઝાંખી કરાવે છે અને એને પાર રહેલા અગમના એંધાણ આપે છે. આ રીતે ગુરુનું વિષ્ણકાર્ય એ શિષ્યના અદશ્ય અને અસીમ એવા પરમાત્માનો અણસાર આપવાનું છે. નથી. આવે સમયે ગુરુ શિષ્યને દષ્ટિ આપવાનું કામ કરે છે. એને એવો ઘડે છે કે એક સમયે ચોમેર વાસનાની ચકળવકળ આંખે નારીસૌદર્ય જેનારી કામાતુર આંખો હવે પ્રભુની નયનરમ્ય મૂર્તિ જોઈને નાચવા લાગે છે. નિંદા અને અપરસના શ્રવણ માટે સદા ઉઘુક્ત કાન સત્સંગના શ્રવણ માટે આતુર બની જાય છે અને સમય જતાં જીવન આખું સત્સંગમાં રમમાણ બની જાય છે. જગતના સ્વાદ ચાખનારી જીભ એ ચટાકા છોડીને હરિરસની હેલી વરસાવતી બને છે. આવું ત્યારે થાય કે જ્યારે ગુરુની પાત્રતાની પાઠશાળામાં સાધક ઘડાય. - ૧૩ ૧૪Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 121