________________
શિલાલેખ; અને (૨) ગણ શિલાલેખ. મુખ્ય શિલાલેખ “ચૌદ મુખ્ય શિલાલેખે” તરીકે ઓળખાય છે; કારણ કે, એ લેખ સંગ્રહમાં જૂદા જૂદા ચૌદ લેખે અનુક્રમાનુસાર ગઠવવામાં આવેલા છે. હિંદુસ્તાનની સરહદોની પાસે આવી રહેલાં જુદાં જુદાં સાત સ્થળેથી એ લેખસંગ્રહ મળી આવેલો છે. ઐણ શિલાલેખોમાં બે ભિન્ન શાસનોને સમાવેશ થાય છે. માત્ર મહિલપુર (માઈસર)માંથી મળી આવેલી ત્રણ નકલમાં જ એ બે શાસન એક્સાથે કોતરેલાં જોવામાં આવે છે. બાકીનાં જે ચાર સ્થળેથી એ ગણુ શિલાલેખોની નકલો મળી આવેલી છે તે પૈકીના દરેક સ્થળે માત્ર પહેલું જ શાસન કોતરેલું જોવામાં આવે છે. ૧ અશોકના સ્તંભલેખના પણ બે વર્ગો પડે છે (૧) મુખ્ય સ્તંભલેખે, અને (૨) ગૌણ સ્તંભલેખ. મુખ્ય સ્તંભલેખ “સાત મુખ્ય સ્તંભલેખો' તરીકે ઓળખાય છે; કારણ કે, જૂદા જૂદાં છ સ્થળેથી મળી આવેલા એ લેખસંગ્રહમાં જુદાં જુદાં સાત શાસનોનો સમાવેશ થાય છે. ગૌણ સ્તંભલેખમાં જુદાં જુદાં ચાર શાસને સમાવેશ થાય છે. અશોકના ગુહાલેખો ત્રણ છે. વિહાર પ્રાંતમાંના વવર (બરાબર) પર્વતની ગુફાઓમાં એ લેખે કોતરેલા જોવામાં આવે છે. એ રીતે અશોકનાં એકંદરે નિદાન ૩૩ (તેત્રીસ) શાસન હયાતી ધરાવે છે. આપણે જેમ ૧. મેં “પાંચ ગૌણ શિલાલેખે ગણ્યા છે. તે આમ-(ક) અને (ખ)
ધવલીના અને યાવગઢના જાદા જુદા લેખો (જેમને શ્રીયુત દે, રા ભાંડારકરે કલિંગના અલગ લેખે” કહ્યા છે તે (ગ) અને (૫) પરચુરણ.
શિલાલેખે; અને (૨) વૈરાટને બીજે (ભાબ્રાનો શિલાલેખ. ૨. મેં “છ ગૌણ સ્તંભલેખો' ગણ્યા છે. તે આમ-(૧) લુબિન; (૨)
નિગ્લીવ; (૩) સારનાથ (સાંચી (૫) કૌશાંબી; અને (૬) રાણુશાસન ખરી રીતે ૩૫ (પાંત્રીસ) શાસને થાય. તે આમઃ-૧૪ મુખ્ય શિલાલેખે ૫ ગૌણ શિલાલેખે ૭ મુખ્ય સ્તંભલેખે; ૬ ગૌણુ સ્તંભલેખો અને ૩ ગુહાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com