________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
લોકે કલ્પેલો છે.”
વળી વિષયની વ્યવસ્થા જ્ઞાનને અધીન છે; અને સદસદ્રૂપ વસ્તુનું જ્ઞાન ક્યારેય થતુ નથી, કેમકે ઉભયરૂપ સંવેદનનો અભાવ છે. જુઓ ઈંદ્રિયજન્ય જ્ઞાનમાં સદસત્ત્વનો પ્રતિભાસ થતો નથી, કેમકે જે અસત્ છે તે અરૂપી છે, અને તેને સરૂપી માનતાં તેના અસત્ત્વનો જ બાધ થાય છે; વળી તેવા (સદસટ્રૂપ જ્ઞાનનો) અનુભવ પણ નથી.
કાર્ય દ્વારા પણ સદસટ્રૂપ વસ્તુનુ જ્ઞાન થઈ શકતુ નથી, કેમકે ઉભયરૂપ કાર્ય ક્યાંય પણ ઉપલબ્ધ થતું નથી. (પાના નં. ૫) વળી કાર્ય કરવાને પ્રવર્તતી એવી તે સદસટ્રૂપ વસ્તુ કોઈક આકારથી કાર્ય કરે કોઈકથી ન કરે એમ પણ બનવુ અશક્ય છે કેમકે એકને ‘કરવું’ અને ‘ન કરવું' એવી વિરૂદ્ધ વાત સંભવતી નથી. સર્વ રીતે જો તે કાર્ય કરે તો તે પોતે કેવલ ભાવરૂપ જ થઈ રહે, જેમકેઅભાવ કોઈનું પણ કારણ બની શકતુ નથી કેમકે અભાવ એ બધી શક્તિ વિનાનો અને તુચ્છ હોય છે, જો અભાવ કોઈનુ કારણ થાય તો અભાવના આ લક્ષણનો બાધ થાય. અભાવ જો કારણ થઈ શકતો હોય તો જગતમાં કોઈ દારિદ્રી જ રહે નહિ, કેમકે અભાવમાંથી જ કટક-કુંડલાદિ જે ઇચ્છા હોય તે ઉત્પન્ન થઈ જાય. રૂપ રહિત હોવાથી
For Private and Personal Use Only