________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
છે, પણ પાર્થિવ દ્રવ્ય સત્ત્વ તે જ જલાદિ દ્રવ્યાસત્ત્વ એમ કહેતાં બાધ નથી. આ શંકાનો જવાબ આપે છે-આ શો પોતાના મત ઉપર આગ્રહનો મોહ છે ! સમજાવ્યું તો પણ સમજાતું નથી ! જે સ્વભાવે પાર્થિવ દ્રવ્યરૂપે સત્ છે તે જ સ્વભાવે ઘટ જલાદિ દ્રવ્યરૂપે અસત્ નથી;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10
(પાના નં. ૧૯) એમ જે સમજાવ્યું છે તે જ પુનઃ કહેવું પ્રાપ્ત થાય છે, માટે પોતાના મતનો આગ્રહ કરવામાં જેના ચિત્તની આસકિત છે તેની સાથે વધારે વિવાદ કરવાથી સર્યુ.
૧૧૯
બીજો પ્રતિવાદી (નૈયાયિકાદિ) કહે છે કે વસ્તુ સદસટ્રૂપ છે તો ત્યાં અસત્યક્ષને વિષે પ્રસજ્જ પ્રતિષેધ માનો છો ? કે પર્યાદાસ પ્રતિષેધ માનો છો ? ઉભયથા પણ દોષનો પ્રસંગ છે. જો સત્ નહિ તે સન્નિવૃત્તિમાત્ર નિરૂપાખ્ય અસત્ એમ કહો તો તે પ્રમાણનો વિષય જ થઈ શકતું નથી; એટલે વસ્તુનો ધર્મ તો ક્યાંથી થઈ શકશે! અને થઈ શકે તો વસ્તુ નિરૂપાખ્ય જ થઈ જવાની કેમકે જે નિરૂપાખ્ય છે તે સોપાખ્ય સ્વભાવવાળું થઈ ન શકે. ત્યારે સત્થી અન્ય તે અસત્ અર્થાત્ અન્ય સત્ તે જ અસત્ એમ કહેશો તો, અસત્ એ સત્પ થઈ જવાથી, સદસદ્રુપતાની અનુપપત્તિ થશે; કેમકે સત્ છે, તે સદંતરરૂપ છે એમ કોઈ બુદ્ધિમાન તો કહે નહિ.
અનેકાંતવાદી આનો જવાબ આપે છે-આ પ્રકારે જે
For Private and Personal Use Only