________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૭૩
મોક્ષનો સ્વાદ લે છે. આવો ન્યાય છે. પણ અહીં તો આત્માદિ વસ્તુ પ્રતિક્ષણ વિનશ્વર સ્વભાવવાળી હોવાથી મોક્ષ સંભવતો જ નથી. જુઓ, સાંસારિક દુઃખોથી પીડાય છે કોઈક, અને નિર્વેદ આવે છે કોઈકને, વિરાગ કોઈકને થાય છે અને મુક્તિ થાય છે કોઈકની, એ કેવલ અશોભન છે. કેમકે એમ તો અતિપ્રસંગ આવે. ત્યારે આ પ્રકારે પરલોકનો વ્યવહાર પણ અસંગત છે એ જ સિદ્ધ થયું.
(પાના નં. ૮૩) વિશિષ્ટ હેતુ ફલભાવ એ જેનું કારણ છે એવો આ લોક અને પરલોકનો વ્યવહાર સંભવશે. જાઓ, વિશિષ્ટ એવી રૂપાદિ સામગ્રીને આશ્રીને વિશિષ્ટ જ સંવેદન ઉપજે છે, તેથી તે જ તેનું ગ્રાહક કહેવાય છે. બીજું કોઈ ગ્રાહક કહેવાતું નથી, કેમકે અતિપ્રસંગ આવી જાય, એ જ પ્રકારે સ્મરણાદિની પણ ઉપપત્તિ સમજવી. તેથી કૃતનાશાકૃતાભ્યાગમ પ્રસંગ તેનો પણ અહીં અવકાશ ન જાણવો, કેમકે ક્ષણ ભેદ હોવા છતા પણ ઉપાદાનોપાદેયભાવે કરીને એકની એક જ સંતતિથી ઉત્તરોત્તર સામર્થ્ય પ્રાપ્ત કરતું કર્મ ફલ ઉપજાવવાને સમર્થ છે. આમ છે એટલે જે સંતાન કર્યા છે તે જ ભોક્તા છે એમાં સંશય નથી. જાઓ, જે ક્ષેમાર્થે પ્રવર્તે છે તે યદ્યપિ તે જ ક્ષણે સર્વથા વિનાશ પામે છે, તથાપિ વિનાશ પામતે પામતે પણ પોતાને અનુરૂપ એવા કાર્ય ઉપજાવવાને સમર્થ એવું જે સામર્થ્ય તેનું વિજ્ઞાન સંતતિ ને વિષે આધાન કરીને
For Private and Personal Use Only