________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
વૈશિષ્ટયનો અર્થ સ્વીકારો તો તે પણ અયુક્ત છે. સાધારણ વસ્તુનો જ અભાવ છે. કેમકે જે વસ્તુ છે તે તો સ્વલક્ષણ જ
છે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાના નં. ૮૭) અને તે પરસ્પરથી અત્યંત ભિન્ન છે. અતત્કારણથી તત્કાર્યની વ્યાવૃત્તિ એમ આ વિકલ્પનો અર્થ કરવો એ તો એક વચન માત્ર જ છે, કેમકે સ્વરૂપ સિવાય સર્વે વસ્તુ સર્વ વસ્તુથી વિશેષે કરીને વ્યાવૃત્ત જ છે, અને વિશેષ માન્યા એટલે પર્યાયે કરીને સમાન પરિણામ મનાય જ છે.
14
૧૭૭
ત્યારે એકાર્ય ક્રિયા હેતુત્વ એ વિકલ્પ લેશો તો તે પણ અસંગત છે, કેમકે અસિદ્ધ છે. હેતુ અને ફલ કદાપિ પણ એકાર્થ ક્રિયાના હેતુ થાય જ નહિ, કેમકે ઉભયે એકી વખતે હોય જ નહિ તેથી હેતુફલભાવ જ રહે નહિ. ફલ માત્ર જ અર્થ ક્રિયા રૂપ છે, જેની ભૂતિ તેની જ ક્રિયા ઇત્યાદિ કહેલુ પણ છે.
(પાના નં. ૮૮) ત્યારે વિશિષ્ટ કારણ જન્મ એ વિકલ્પ લો તો તે પણ ઠીક નથી કેમકે કારણના વૈશિષ્ટ્યની જ ઉપપત્તિ થતી નથી. જીઓ, કારણ સાથે બીજા પ્રત્યયોનો સંપાત થતાં ક્ષણે ક્ષણે તે અધિક સામર્થ્ય પ્રાપ્ત કરી કાર્યને ઉપજાવતું ચાલે તો તે વિશિષ્ટ કહેવાય, પણ તે જ અયુક્ત છે, કેમકે અન્ય પ્રત્યયોનો સંપાત થતાં પણ અતિશય
For Private and Personal Use Only