________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ વગેરેનો વિશેષ નથી. અશુચિ વગેરેમાં અવિશેષ હોવા છતા રત્નત્રયનો યોગ માનો તો અતિપ્રસંગ આવે.
એ પ્રમાણે જુઓ-આ તેનો આત્મા, સ્ત્રી, ભવન, માણિ, કનક’ વગેરેથી માંડીને દ્વેષ એમ કરીને’ સુધીનું જે કહ્યું હતું તે પરપક્ષમાં કહેવા માત્ર જ છે. કહેલાની જેમ નિર્વિષય હોવાથી. માટે જે અનેકાંતવાદી છે તેને જ વિરૂદ્ધ ધર્માધ્યાસિત જે વસ્તુ તેને વિષે જ સર્વ વ્યવહારની સિદ્ધિ થવાનો સંભવ છે. તેમજ પીડા, નિર્વેદાદિ પણ કથંચિત્ એક સ્થાન સ્થાયી ઠરવાથી મુક્તિની સિદ્ધિનો પણ તેને વિષે જ સંભવ છે. અનેકાંતવાદી કરતાં અન્ય જે એકાંતવાદી તેની વસ્તુને વિષે આવા નિર્વાહનો સંભવ જ નથી. માટે એકાંતવાદીને જ મુક્તિના અભાવનો પ્રસંગ આવશે એ જે કહ્યું હતું તે સુવ્યવસ્થિત છે.
આ ઉપર એવી શંકા કરશો કે, વિરૂદ્ધ ધર્માધ્યાસિત સ્વભાવવાળી વસ્તુ માનતાં તો વસ્તુનો જ અભાવ થશે, એટલે તેને આધારે પ્રવર્તતો વ્યવહાર જ સિદ્ધ થશે નહિ. શીત સ્પર્શવાળું અને ઉષ્ણ સ્પર્શવાળું તે એક જ છે એમ નથી. કેમકે તે બે પરસ્પરથી અત્યંત વિરૂદ્ધ છે.
(પાના નં. ૯૮) આ સ્થાને સમાધાન આ પ્રકારે છે. વિરોધ એટલે શું ? એકનો ભાવ હોય તો અન્યનો અભાવ હોય એ વિરોધ એમ કહો તો તે ઠીક છે, પણ શીતોષ્ણ
For Private and Personal Use Only