________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૮૭ મધ્યાહુને સૂર્યથી તપતાં ઉષ્ણ સ્પર્શવાળું થાય છે, છતાં કાંઈ વિરોધ જણાતો નથી. એક કાલે એક દ્રવ્યના અભાવથી વિરોધ છે, એમ પણ નથી, કેમકે એક જ કાલે એક જ દ્રવ્યને વિષે તેમનો ભાવ જણાય છે. જુઓ, ધૂપદાન, કડછો, થાળી ઈત્યાદિને અગ્નિ સંબંધથી ઉષ્ણતા થાય છે, પણ તેમના દાંડા શીતલ હોય છે છતા વિરોધ નથી. ત્રણે લોકને વિષે એક કાલે એક દ્રવ્યમાં એક પ્રદેશમાં એના અસંભવથી જે વિરોધ તે તો ઈષ્ટ જ છે. એક પ્રદેશવાળાને બીજા દેશનો અભાવ હોવાથી અવયવ-અવયવી ભેદની અનુપપત્તિ થવાથી ભિન્ન ધર્મવાળા હોવાથી શીતોષ્ણસ્પર્શનો વિરોધ માનીએ જ છીએ. ભિન્ન ધર્મવાળાનું એકત્વ વિરૂદ્ધ જ છે, નહિ તો તેમના ભેદનો જ અભાવ થવાનો પ્રસંગ આવે છે. એમ ત્યારે તો સતુ, અસત્ નિત્ય, અનિત્ય, ઇત્યાદિ ભેદોનું ભિન્ન ધર્મત્વ જ થશે એમ નથી, કેમકે તે એક જ સ્થાને રહી શકે છે અને સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવરૂપે કરીને સત્ છે પરદ્રવ્ય ક્ષેત્રકાલભાવરૂપે કરીને અસત્ છે એમ બતાવી ભાવનું પ્રતિપાદન કરેલું જ છે. આવી વ્યવસ્થા છે માટે અસંભવને લીધે થતા વિરોધ ઉપરથી નિયમિત રીતે જે થાય છે તેનો પણ વિરોધ કલ્પવો યોગ્ય નથી. કેમકે અતિપ્રસંગ આવી જાય,
(પાના નં. ૧૦૦) ઘટાદિ સત્ત્વ સાથે વિરૂદ્ધ એવું શ્રાવણત્વ અસત્તાએ કરીને વિરૂદ્ધ નથી એવો અનુભવ છે
For Private and Personal Use Only