________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
અને સત્પુરૂષો અર્થાધિગમમાં અનુભવને જ પ્રમાણ માને છે, નહિ તો તેઓ સત્પુરૂષો જ ન કહેવાય. અભિશ નિમિત્તે કરીને પણ વિરોધ સિદ્ધ જ છે. જે શીત સ્પર્શનું નિમિત્ત છે, તે જ ઉષ્ણ સ્પર્શનું નિમિત્ત થતું નથી. કેમકે ભેદ ન રહે અને તેમનો સંકર થઈ જાય. સદસદાદિ ધર્મોની કાંઈ અભિજ્ઞનિમિત્તતા નથી, કેમકે નિમિત્તભેદ માનેલો જ છે. એકને વિષે નિમિત્ત ભેદ કશા કામનો નથી એમ ન કહેવું. કેમકે એકાન્ત એવું એકત્વ જ અસિદ્ધ છે,
(પાના નં. ૧૦૧) ધર્મ-ધર્મિરૂપ હોવાથી, તથા ધર્મ અને ધર્મીનો ભેદાભેદ આગળ પ્રતિપાદન કરેલો છે. આમ છે એટલે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન નથી.
વળી વસ્તુને અનેક સ્વરૂપ માનતા એક જ કાળે વસ્તુ એ અન્યવસ્તુ બનવાની આપત્તિ આવશે જે વિરોધ રૂપે છે, છાયા અને તડકાની જેમ, શીત અને ઉષ્ણની જેમ, સુખ અને દુઃખની જેમ, એમ જે પૂર્વપક્ષીઓ કહે છે તે પણ બરાબર નથી. કેમ? અસમાન હોવાથી, છાયા અને તડકો પ્રતિનિયત હોવાથી એકબીજાથી અનનુવિદ્ધ છે. સદઅદ્ વગેરે પ્રતિનિયત ન હોવાથી એકબીજાથી અનનુવિદ્ધ નથી. છાયા અને તડકો એકલા જણાય છે, જ્યારે સત્ અને અસત્ વગેરે એકલા જણાતા નથી, કેમકે તેવા પ્રકારના અનુભવથી સિદ્ધ એવો તેમનો સ્વભાવ છે. છાયા તડકાથી અનુવિદ્ધ નથી. એટલે છાયા અને તડકાના વિરોધની કલ્પના કરવામાં પણ સદસદાદિ પર શું પ્રસંગ આવી
For Private and Personal Use Only