________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૮૯ પડે? અર્થાત્ કોઈ પ્રસંગ ન આવે “અણુ અચેતન છે એટલે જ્ઞાનમાં પણ અણુની જેમ ચેતનત્વનો વિરોધ કહેવો યોગ્ય નથી. કેમકે અણુ અને જ્ઞાનના સ્વભાવનો ભેદ ઘટે છે. વળી જે કહ્યું કે આત્મા અને આત્મીયનું જે દર્શન તે જ મોહ છે, ત્યાં પણ આસક્તિપૂર્વક જે સ્વૈર્યવાસના તેથી પરિપૂર્ણ
(પાના નં. ૧૦૨) એવું જે આત્મા-આત્મીયનું દર્શન તે જ ખરેખરો મોહ છે એમ અમે માનીએ જ છીએ. એકાત અનાત્મવાદીને તો આ દર્શન જ અનુપપન્ન છે, દર્શનની અનુપપત્તિ આગળ બતાવાઈ ગઈ છે. આમ છે માટે જ રાગદ્વેષાભાવ છે. વિસ્તારનું હવે પ્રયોજન રહેતું નથી. આમ મોક્ષવાદ પૂર્ણ થયો.
અનેકાન્તવાદ પ્રવેશ નામનું આ પ્રકરણ સમાપ્ત થયું. આ મૂળગ્રન્થ ૭૨૦ શ્લોક પ્રમાણ છે. શ્વેતાંબરાચાર્ય શ્રી જિનભદ્રપાદના અનન્ય સેવક, સકલ પ્રમાણ સભાવના જાણ, અહંદુ દર્શનની અતિશય ભકિતવાળા, આચાર્યશ્રી હરિભદ્રની આ કૃતિ છે. સંવત ૧૮૨૧ શક ૧૬૮૬ના ફાગુન કૃષ્ણ પંચમીએ કલ્યાણ ઉપર્યું, ગ્રંથ પૂર્ણ થયો. મોહથી કે અનન્ય ગતિવાળું મેં જે કાંઈ અત્ર લખ્યું હોય તે સર્વ સુબુદ્ધિવાળાએ શોધી લેવું, કેમકે સુબુદ્ધિવાળા દોષ દેખાતાં સમાધાન કરી લે છે. આલેખી પુસ્તક ન્યાયાંભોધી શ્રીમદ્ ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી પુણ્યસાગરસૂરિના ચરણકમલે મુક્યું છે, તે ચિર જય પામો.
For Private and Personal Use Only