________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ સ્પર્શનો જે વિરોધ તે સ્વરૂપ સભાવ કૃત છે ? એકકાલાસંભવથી છે? એક દ્રવ્યના અયોગથી છે? એક કાલ એક દ્રવ્યના અભાવથી છે? એક કાલ એક દ્રવ્ય એક પ્રદેશના અસંભવથી છે? કે અભિન્ન નિમિત્તત્વને લીધે છે? આ વિકલ્પોથી શું ફલ છે?
જાઓ, શીતોષ્ણ સ્પર્શનો સ્વરૂપ સભાવકૃત વિરોધ નથી, અન્ય નિમિત્તની અપેક્ષા કર્યા વિના, શીતસ્પર્શ કે ઉષ્ણસ્પર્શ પોતાના સભાવથી જ ઉષ્ણસ્પર્શ કે શીત સ્પર્શની સાથે વિરૂદ્ધ થતા નથી. જો એમ હોત તો ત્રિલોકમાંથી શીતોષ્ણસ્પર્શનો જ અભાવ થઈ જાત. અથવા બન્નેમાંથી એકનો સદ્ભાવ થઈ જાત. પણ જગતમાં એ ઉભયેનો અભાવ તો કદાપિ થતો નથી; કેમકે સર્વદા વડવાનલ, હિમ આદિ વિદ્વાનથી સ્ત્રી આદિ પર્યત સર્વને પ્રતીત છે. એક કાલાસંભવથી એ બેનો વિરોધ છે એમ પણ નથી. કેમકે એક જ કાલે તેમનો સંભવ ઉપલબ્ધ થાય છે; જેમકે જલ શીતલ છે, પર્વત નિકુંજમાં ઝરણા શીતલ છે, અગ્નિ ઉષ્ણ છે, ઈત્યાદિ આમ અનુભવ છતાં વિરોધ છે એમ પણ નથી. એક દ્રવ્ય સાથે તે બન્નેનો યોગ ન થવાથી વિરોધ છે એવું પણ નથી. કેમકે એક દ્રવ્ય સાથે
(પાના નં. ૯૯) પણ તેમનો યોગ થઈ શકે છે. જુઓ-શીત કાલમાં રાત્રીએ ઢાંકણ વિનાના સ્થાનમાં લોઢાના વાસણને મૂકી રાખતાં શીત સ્પર્શ થાય છે, અને તેનું તે જ
For Private and Personal Use Only