Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 211
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૪ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ સાધારણપ્રમેયતા ન હોય તો અપ્રમેય બનવાથી સ્વલક્ષણોમાં પ્રમાણની પ્રવૃત્તિ ન થાય. ભ્રાન્તિ જો વિકલ્પાત્મક હોય તો સ્વસંવિના અભાવનો પ્રસંગ થશે. આ આત્મા, સ્ત્રી, ભવન વગેરે અનાત્મક, અનિત્ય, અશુચિ, દુ:ખ રૂપ જ નથી. કેમકે અન્વય જ આત્મારૂપ છે. અને તેની સિદ્ધિ કરી છે. એ પ્રમાણે અનિત્ય જ નથી, કેમકે અનિત્ય હોય તો તેનું તાદવસ્થ્ય ન થાય. બીજી રીતે તાદવસ્થ્ય ઘટતું નથી. અશુચિ જ નથી. કેમકે શુભ પરિણામ થાય છે. લોકમાં જલથી શ્િચ કરવા વડે તેવી ઉપલબ્ધિ થાય છે. એ પ્રમાણે દુઃખ જ નથી. કેમકે મુક્તિ સુખને પેદા કરે છે. પરંપરાએ મુક્તિસુખને પેદા કરવાના સ્વભાવવાળુ હોવાથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી અનાત્મક, શૂન્ય, અસત્ એ પર્યાયવાચી શબ્દો છે અને અનિત્ય, અસ્થિર, સત્ એ પર્યાયવાચી શબ્દો છે. તેથી જો અનાત્મક હોય તો અનિત્ય શી રીતે હોઈ શકે ? જો અનિત્ય હોય તો અનાત્મક શી રીતે હોઈ શકે ? બુદ્ધ ધર્મસંઘરૂપી પરમનિવૃત્તિના હેતુભૂત નિર્દોષ (પાના નં. ૯૭)મહારત્નત્રય હોતે છતે એમ કહેવું કે ‘બધું જ અચ છે બધું જ દુઃખરૂપ છે’ એ શી રીતે ઉચિત કહેવાય. કેમકે એમ કહેવાથી રત્નત્રયને અસત્ કહેવાય અને તેથી તેમની આશાતના થાય. બીજી રીતે રત્નત્રયનો યોગ ન થાય, કેમકે રત્નત્રયથી અન્યમાં અશુચિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220