________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ હોય છે તે પણ માત્રા વડે અન્યને ઉપજાવે છે. એમ ક્રમે ક્રમે ઉત્તરોત્તર ઉપજતી પરંપરાએ ચાલતાં વિવક્ષિત જે ફલ તેની અપેક્ષાએ જે છેક છેવટના ભાવ તે પૂર્વ પૂર્વ ભાવમાંથી અતિશયને પ્રાપ્ત કરે છે, અને એમ અંતે કાર્ય ઉભવે છે. આનું જ નામ વૈશિસ્ય.
આ પ્રકારે તમે કહો તો તે પણ અયુક્ત છે; એનો ઉત્તર અપાઈ ગયેલો છે. સમસ્ત પ્રત્યયોને માટે આ તો થયું, પણ વ્યસ્ત પ્રત્યયોથી કાર્ય થશે એમ પણ નથી, કેમકે વ્યસ્તોનું પણ કારણને વિષે કાંઈક વિશેષ ઉપજાવ્યા વિના સમસ્ત લક્ષણ જે કાર્ય વિશેષ તે જ ઘટશે નહિ;
(પાના નં. ૯૦) ઘટે તો અતિપ્રસંગ આવી જશે અને વળી વિશેષાધાનનું તો એક ક્ષણને આશ્રીને નિરાકરણ કર્યું છે. પ્રબન્ધ કલ્પનાથી નિર્વાહ કરો તો તે પણ સરખું જ છે. કેમકે ક્ષણ વિના પ્રબન્ધનો સંભવ નથી. કહ્યું છે કે, “પ્રત્યયો વિશેષના હેતુ કોઈ રીતે થતા નથી, ક્ષણનો કાંઈ વિવેક બની શકતો નથી, તેથી તે તો નિત્યને જ ઘટે છે.” વગેરે.
ત્યારે હવે તદનન્તર ભાવિત્વ એ વિકલ્પ લો તો તે પણ અયુક્ત છે, કેમકે તે તત્કાલે થયેલા સકલ પદાર્થોમાં સમાન રીતે રહે છે, એટલે અતિપ્રસંગ થવાનો સંભવ છે. જુઓ-“તદનંતરભાવિત્વને સ્વીકારતાં સર્વ વસ્તુ તેના ફલરૂપ થવા જશે, એટલે વિશ્વનું કારણ તે જ થશે. સર્વ
For Private and Personal Use Only