________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ થવાનો સંભવ નથી. જુઓ, પ્રત્યયાંતરના સંધાનથી થવાનો જે અતિશય તે અનુત્પન્નને થશે કે ઉત્પદ્યમાનને થશે કે ઉત્પન્નને થશે કે નિવર્તમાનને થશે કે નિવૃત્તને થશે? એટલા વિકલ્પ એ ઉપર થઈ આવે છે. અનુત્પન્નને તે થાય જ નહિ. કેમકે તે અસત્ છે. ઉત્પધમાનને પણ થાય નહિ કેમકે ઉત્પદ્યમાનાવસ્થા જ સ્વીકારવામાં આવતી નથી. ઉત્પન્નને પણ થવાનો નથી, કેમકે તેમાં અતિશયની અપેક્ષા જ નથી અને અતિશય તેમાં થાય તો તે પોતા કરતાં અન્ય જ થઈ જાય. નિવર્તમાનને પણ અતિશય ન થાય કેમકે નિવર્તમાનાવસ્થાનો સ્વીકાર નથી. નિવૃત્તને પણ ન થાય કેમકે તે અવિદ્યમાન છે.
આ ઉપર કહેશો કે એક ક્ષણનો જ અંગીકાર કરીને અતિશયનો વિચાર કરવો ઠીક નથી, પ્રબંધનો વિચાર રાખીને અતિશયને વિચારવો. કહ્યું પણ છે કે “જે ઉપકારી, વિરોધી, સહકારી, કહેવાય છે તે બધા પ્રબંધની અપેક્ષાએ કહેવાય છે, એકકાલે સર્વે હોતા નથી.”
(પાના નં. ૮૯) જુદા જુદા એવા ઉપાદાન, સહકારી, ઇત્યાદિ પ્રત્યયો પોતાને અનુરૂપ કાર્ય ઉપજાવવાને યોગ્ય જે કાંઈ હોય તે બધાને પેદા કરે છે, તે સર્વ સમસ્ત હોઈ, પોત પોતાથી થયેલા અતિશય થકી સામર્થ્યના પ્રકર્ષથી યુક્ત એવા રૂપભેદવાળા અન્યને ઉપજાવે છે. તે વળી અન્ય પ્રત્યયો કાલોપાધીના પ્રકર્ષથી રૂપભેદ પામેલા
For Private and Personal Use Only