________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૬
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
એક કાર્યક્રિયાહેતુત્વ છે ? કે વિશિષ્ટકારણજન્મ છે ? કે કારણાનંતરભાવિત્વ છે ? કે વિશિષ્ટ ક્રિયા હેતુત્વ છે ? આ પ્રકારે વિકલ્પો કરવાથી શું ફલ છે ? ફલ આ પ્રમાણે છે. જો હેતુ અને ફલની એકતા કહો તો હેતુ ફલ ભાવની જ અનુપત્તિ થશે, કેમકે તે બન્ને સર્વથા એક રૂપ થઈ જશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાના નં. ૮૬) એમ થતાં મૃત્પિડત્વાદિ પણ, ઘટપટાદિથી અભિન્ન હોવાને લીધે જલાદિ લાવવામાં કામ આવતાં થશે અથવા ઘટાદિથી પણ જલઘાનયનાદિ કાર્ય નહીં થવાનો પ્રસંગ આવશે.
જો હેતુફલની એકકાલતા કહો તો ત્યાં કહેવાનું કે, સર્વભાવે એકકાલતા છે, કે કથંચિત્. જો સર્વભાવે કહો તો તેનો અસંભવ છે કેમકે કાર્ય તે કાલે હોય જ નહિ કેમકે સર્વ ભાવે કરીને કારણ અવસ્થામાં કાર્યનો જન્મ ઘટે એવો અનુભવ નથી. ત્યારે કથંચિત્ એમ માનો તો અમારા મતનો સ્વીકાર થયો. કેમકે કોઈ વિલક્ષણ પ્રકારે કરીને કાર્યકારણની એકતા સ્વીકારવામાં આવી છે.
ત્યારે કારણ ધર્મ સંક્રાંતિ એ વિકલ્પ સ્વીકારો તો તે પણ અઘટિત છે કેમકે કાર્ય કારણનો અત્યંત ભેદ માનેલો છે; અને કારણથી ભિન્ન એવો ધર્મ સંભવતો નથી, અને એવી સંક્રાંતિ માનતા અન્વય થવાનો પ્રસંગ આવે છે.
ત્યારે સાધારણ વસ્તુ સાથે સંબંધમાં હોવું એવો
For Private and Personal Use Only