________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
વિનાશ પામે છે. અને તે સામર્થ્ય વિશેષથી ઉત્તરોત્તર ક્ષણ પરિણામ દ્વારા કાલાંતરે થયેલા પરિણામથી થયેલી વાસનાઓ પરિપક્વ હોવાથી
(પાના નં. ૮૪) સહકારી પ્રત્યયના યોગ્ય કાલે થતા અવધાનથી ઉપજેલો જે પ્રબોધ, તેનાથી ઇરાનિષ્ટ ફલ થઈ શકે છે. આમ હોવાથી તમે બતાવ્યા તેવા દોષો સંભવતા જ નથી. વળી અમે કહીએ છીએ તે વાત અનુભવ સિદ્ધ છે. જુઓ, રસાયનાદિને પ્રથમ શરીરમાં નાખતાં જ ઉપજેલો કોઈ વિશેષ, દેહને વિષે ઉત્તરોત્તર કોઈક અવસ્થા ઉપજાવે, અને તેની પણ પછી દેહના અતિશય રૂપ જે બલ બુદ્ધિ આરોગ્ય ઇત્યાદિ તેને ઉપજાવે છે. એમ જ લાક્ષારસના નિષેકથી જેનું સામર્થ્ય આવ્યું છે એવું માતુલિંગ પુષ્પ પણ ઉત્તરોત્તર વિશેષ ઉપજાવવા વડે ફલની અંદર રહેલા કેશરને રક્ત કરે છે, એ અનુભવ સિદ્ધ છે. માટે તમે તમારા આગ્રહનો આવેશ છોડી દો. વળી સિદ્ધાંતીએ જે કહ્યું કે પ્રાણીઓની મુક્તિ પણ અસંગત થઈ જશે” વગેરેથી આત્માદિ વસ્તુને પ્રતિક્ષણે નિરન્વય નાશવાન માનવાથી કદાપિ સિદ્ધ થશે નહિ' સુધીનું તે પણ યુક્ત નથી, કેમકે પ્રતિક્ષણ નિરન્વયનશ્વર આત્માદિ છે એ પક્ષ જ યુક્તિવાળો છે. જુઓ, નિરાત્મવાદીના મતે જે ક્ષણિક પદાર્થો છે તે, યોગ્ય હેતુ પ્રાપ્ત થતાં, વિક્રિયા પામતા જાય છે અને
For Private and Personal Use Only