________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૭૧
એમ કહો તો એ કહેવું પણ અનુચિત છે. કેમકે તેની પ્રત્યક્ષતા ઉપપન્ન થતી નથી, પણ અનુમાનતા થાય છે. અનુમાનતા પણ અહીં નથી. કેમકે
(પાના નં. ૮૧) આ પ્રકારના વિશિષ્ટ ગ્રાહાગ્રાહકભાવની વ્યવસ્થા કરનાર ક્ષણદ્રયગ્રાહી વિજ્ઞાનનો અભાવ છે, અને અભાવનો ક્ષણિકથી વિરોધ છે.
એનું એ જ વિશિષ્ટ એવું પોતે પોતાની વ્યવસ્થા કરે છે એમ કહો તો તેમ ન બને, કેમકે કારણરૂપ વિજ્ઞાન બોધના અન્વયવ્યતિરેકથી કાર્યવિજ્ઞાનવૈશિષ્ટય કહેવાતું નથી. કહેવાય તો અતિપ્રસંગ આવે, અને એકનું તેમ ગમે તેનું પણ વૈશિસ્ય તે ઉપરથી કહેવાઈ શકે.
જો એમ કહેશો કે એક કાલે હોય તેનો જ ગ્રાહ્યગ્રાહક ભાવ બની શકે. જાઓ, પોતાના હેતુથી ઉપજતું વિજ્ઞાન, વિશિષ્ટ એવા સ્વકાલ ભાવી ભાવને ગ્રહણ કરવાના સ્વભાવવાળું છે; અને ભાવ પણ તેનાથી ગ્રાહ્ય સ્વભાવવાળો જ ઉત્પન્ન થાય છે. આમ છે એટલે ઉક્તદોષનો સંભવ નથી.
આ પણ ઠીક નથી. ગ્રાહ્ય-ગ્રાહક વચ્ચે તાદામ્યા અને તદુત્પત્તિની અનુપપત્તિ થતી હોવાથી કોઈ સંબંધ સંભવતો નથી આ સંબંધે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન નથી, અમારા મતાનુસારીઓએ એ સંબંધે ઘણું કહેલું છે.
For Private and Personal Use Only