________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૬૯
કદાચ એમ કહેશો કે અવિચલ એક સ્વભાવવાળો આત્મા અન્યદર્શનોવાળા માને છે, તેની અપેક્ષાએ એ બધું અનાત્મક છે. પ્રત્તિક્ષણનશ્વર સ્વભાવવાળા આત્માની અપેક્ષાએ નહિ,
તો એમ કહેવું પણ અસાર છે, કેમકે વિકલ્પને સહન કરી શકતું નથી.
(પાના નં. ૭૯) જુઓ, પ્રતિક્ષણનશ્વર માન્યું તે કથંચિત્ કે સર્વથા? કથંચિત્ કહો તો અમારા મતનો સ્વીકાર થયો. અહંન્મતાનુસારીઓ કહે છે કે “સર્વે વ્યક્તિમાં ક્ષણે ક્ષણે નિયત રીતે અન્યત્વ છે, છતા વિશેષ નથી, કેમકે ચય-અપચય થવા છતા આકૃતિ અને જાતિ અવસ્થિત છે.”
જો સર્વથા કહો તો આ લોક અને પરલોકનો સર્વ લોક વ્યવહાર જ ઘટશે નહિ. જાઓ, આત્માદિ વસ્તુઓને પ્રતિક્ષણે નિરન્વય નશ્વર માનતાં ગ્રાહા-ગ્રાહક ભાવ,
સ્મરણ, પ્રત્યભિ, કુતુહલ વિરમણ આદિ જે જે વિદ્વાનોથી તે સ્ત્રી આદિ પર્યત સર્વને પ્રતીત છે તેની પણ ઉપપત્તિ થશે નહિ. ગ્રાહ્યાર્થ અને તદ્ ગ્રાહક સંવેદન તે એક જ કાલે થાય છે એમ તો તમે માનતા નથી, કેમકે તે તો હેતુ અને ફલરૂપ માનેલાં છે. કહ્યું છે કે “ગ્રાહાતા જ જ્ઞાનનો આકાર ઉપજાવવાને સમર્થ એવી હેતુરૂપ છે” એમ
For Private and Personal Use Only