________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ
સંવેદન પ્રવર્તે છે; બીજી રીતે સંવેદનની પ્રવૃત્તિનો સંભવ નથી, કેમકે એમ થતાં પૂર્વે જ સર્વત્ર સંકેત ન જાણનારાં બાલકો સંકેત કરી શકતાં નથી, જુઓ-અસંકેતિત એવા શબ્દથી અર્થનું જ્ઞાન થવું ન જોઈએ અને સંકેત કરવામાં પાછો સંકેત જોઈએ, એમ અનવસ્થા થવાનો પ્રસંગ આવશે. ક્યાંક પણ અટકીને એ અનવસ્થાનો પરિહાર માનશો તો અમારા મતનો આશ્રય કરવો પડશે; કેમકે કથંચિત્ વાસ્તવિક સંબંધ ન હોય અને ગમે તેમ કોઈ પણ સ્થાને અટકવું એ યોગ્ય નથી.
જો એમ કહો કે બાલક પણ આ અમુક શબ્દથી સંકેતિત પદાર્થ એમ વારંવાર ઉચ્ચાર થતો સાંભળી,
(પાના નં. ૭૭) તથા વ્યવહાર કરનારનો તે અનુસાર વ્યવહાર દેખી, શબ્દાર્થનું જ્ઞાન પામી શકે છે, જાઓ, માતા આદિ પણ કોઈ સંકેત કરી આપતાં નથી, છતાં તેવા સંકેતનું જ્ઞાન તો દેખાય છે.
ત્યાં એમ કહેવાનું છે કે એ જ્ઞાન દેખાય છે તે ઠીક જ છે, પણ તમારા પક્ષમાં તે ઘટતું નથી. વારંવાર દર્શનને સમયે પણ પ્રત્યેક દર્શન પ્રથમનું પ્રથમ રહેવાથી જ્ઞાન થવાનું નહિ, અને થાય તો (શબ્દ અને અર્થના) કથંચિત્ વાસ્તવિક સંબંધની સિદ્ધિ થવાથી થાય. અનાદિ સંસાર પક્ષ લો તો પણ શબ્દ અને અર્થના વાસ્તવિક સંબંધની સિદ્ધિ
13
For Private and Personal Use Only