________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ૬
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
અનભિલાપ્ય છે; અને ધર્મ તથા ધર્મીનો કથંચિત્ ભેદ છે એનું આગળ પ્રતિપાદન કરેલું જ છે. ત્યારે જેથી તે અભિલાપ્ય છે તેથી અનભિલાપ્ય પણ છે, કેમકે અભિલાપ્ય ધર્મ સમૂહ રૂપ નિમિત્તની અપેક્ષાએ જ તે અભિલાપ્ય છે, અને અભિલાપ્ય ધર્મો અનભિલાપ્ય ધર્મ વિના સંભવતા નથી.
વસ્તુ જેથી અનભિલાપ્ય છે, એથી અભિલાપ્ય છે, કેમકે અનભિલાપ્ય ધર્મ સમૂહરૂપ નિમિત્તની અપેક્ષાએ જ તે અનભિપ્ય છે, અને અનભિલાપ્ય ધર્મો અભિલાપ્ય ધર્મ વિના સંભવતા નથી. એમ કહો કે જો વસ્તુ અભિલાપ્યાનભિલાપ્ય ધર્મવાળું હોય તો, એમ છે ત્યારે અભિલાપ્ય વસ્તુનું શબ્દથી અભિધાન થવાનું, તો પછી સંકેત નથી કરાયો એવા વ્યક્તિને સામે રહેલ વાચ્ય વસ્તુમાં શબ્દથી બુદ્ધિ અને પ્રવૃત્તિ કેમ નથી થતી ? તો કહીશું કે તેના જ્ઞાનના આવરણ કર્મનો ક્ષયોપશમનો અભાવ એ જ કારણ છે, અને તે સંકેતથી અભિવ્યંગ્ય છે.
(પાના નં. ૭૬) જુઓ, શાન સ્વભાવવાળા આત્માનું મિથ્યાત્વાદિએ કરીને જ્ઞાનાવરણાદિ કર્મમલ પટલથી આચ્છાદાન થઈ જાય છે, અને સંકેત, તપશ્ચરણ, દાન, પ્રતિપક્ષભાવના, ઇત્યાદિથી તે આવરણ કર્મનો ક્ષયોપશમ અને ક્ષય થાય છે. પછીથી વિવક્ષિત આકારવાળું
For Private and Personal Use Only