________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૬૫
જ્ઞાન સરખું જ થાય છે તેથી એકાંત રૂપ તત્વને વિષે બાહ્ય અર્થ છે નહિ, અને શબ્દ ગ્રાહ્ય પદાર્થ પણ નથી. પોતાની બુદ્ધિના પ્રતિભાસના જ્ઞાનથી પણ બાહાર્થનું પ્રમાણ, અંધકારમાં પદાર્થ કલ્પનાની પેઠે, થઈ શકે છે.”
(પાના નં. ૭૪) આ બધું કહેવું પણ અયોગ્ય છે, કોઈ પણ સ્થાને વક્તાના વિકલ્પની સમાન શ્રોતાનો વિકલ્પ થવાનો જ સંભવ નથી, અને એકાંત ક્ષણિક વાદ માનનારને જન્ય-જનકભાવની ઉપપત્તિ પણ બનવાની નથી, તે અમે આગળ કહીશું.
એમ એકાંતાભિલાપ્યત્વ માનતાં અનલ, અચલ, ઇત્યાદિ શબ્દોના ઉચ્ચારણથી વદનનો દાહ થવાનો કે વદન ભરાઈ જવાનો પ્રસંગ આવી પડે તેથી તેનો અંગીકાર કરવો નહિ. એવા વાદીઓ કહી મળતા પણ નથી, એટલે એ વિષે પ્રયત્ન પણ નથી. આ પ્રકારે વ્યવહારની અનુપપત્તિ થવાનો પ્રસંગ આવે છે, તેથી અભિલાપ્યાભિલાપ્ય ઉભય રૂપત્વ માનવું જ ઉચિત છે. અહીં વિરોધ રૂપ બાધ છે એમ ન જાણવું કેમકે જે વિરોધ છે તે અભિન્ન નિમિત્તને લીધે આવે
છે.
(પાના નં. ૭૫) જાઓ, અભિલાપ્ય એવા ધર્મ સમૂહ રૂપ નિમિત્તની અપેક્ષાએ તે અભિલાય છે. અનભિલાપ્ય ધર્મ સમૂહરૂપ નિમિત્તની અપેક્ષાએ તે
For Private and Personal Use Only