________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૬૩
બીજ જેનુ એવો વિકલ્પ છે એટલે દેશ્યાંતર સાથે એકીકરણ થવાનો સંભવ નથી, આ કહેવું પણ અસંગત છે. દશ્યસંવેદને ઉપજાવેલા સંસ્કારનો પ્રકોપ વિકલ્પ બોધ ઉપજાવવા અસમર્થ છે. આનો જવાબ આગળ કહી આવેલા છીએ એટલે અહીં વિસ્તાર કરવાનું પ્રયોજન નથી.
વળી જે કહ્યું કે સંકેતવશ શબ્દથી પ્રવૃત્તિ થશે, અને સંકેત વિકલ્પને વિષે જ થાય છે,
(પાના નં. ૭૧) તે પણ યોગ્ય નથી. કેમકે વિકલ્પને વિષે પણ સંકેત કરી શકાતો નથી. તે પણ ઉત્પત્તિ થયા પછી તરત નષ્ટ થાય છે. જાઓ, વિકલ્પને વિષે સંકેત માનો તો પૂછવાનું કે અનુત્પન્ન વિકલ્પને વિષે સંકેત માનો, ઉત્પન્નને વિષે, કે વિનષ્ટને વિષે ? અનુત્પન્નને વિષે તો બને જ નહિ કેમકે તે અસત્ છે. ઉત્પન્નને વિષે પણ નહિ કેમકે તેનો તો ઉત્પન્ન થતા જ વિનાશ થાય છે. ક્ષણ સ્થિતિ ધર્મવાળાને વિષે સંકેત કરવો અશક્ય છે. વિનષ્ટને વિષે પણ સંકેત બને નહિ કેમકે જે વિનષ્ટ છે તે અસત્ છે.
ત્યારે એમ કહેશો કે અવિકલ્પથી વ્યાવૃત્ત જે વિકલ્પરૂપ સકલવિકલ્પસાધારણ છે, તેને વિષે સંકેત કરવો,
તો પણ વિચારહીન વચન છે કેમકે સકલવિકલ્પ સાધારણ એવું કાંઈ છે નહિ, વિકલ્પો જેમ અવિકલ્પથી વ્યાવૃત્ત છે, તેમ સર્વથા પરસ્પરથી પણ વ્યાવૃત્ત છે.
For Private and Personal Use Only