________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ૨
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
નથી, કેમકે જેને વિકલ્પની પ્રતિપત્તિ નથી તેની પ્રવૃત્તિ કદાપિ જોઈ નથી; સંકેતને લઈને જ શબ્દથી પદાર્થ પ્રતિ પ્રવૃત્તિ બને છે, અને સંકેત વિકલ્પ વિના અન્યત્ર બાંધી શકાતો નથી, માટે એ પ્રકારે માનવુ જોઈએ.
આ કહેવું પણ અયોગ્ય છે કેમકે વિકલ્પની પ્રતિપત્તિ થયે છતે પણ દશ્યવિકપ્યાર્થના એકીકરણના અભાવને લીધે પ્રવૃત્તિ ઘટશે નહિ. અત્યંત ભેદવાદીને દેશ્ય વિકથ્યનું એકીકરણ ન થાય, કેમકે સમાનપણું ઘટતુ નથી; કોઈ રીતે પણ સમાનત્વની ઉપપત્તિ તેના મનમાં થતી નથી. કેમકે ઉભયનો અનુભવ કરનાર કોઈ એક છે એવું તેમના મતમાં છે નહિ.
વળી જો તે એ બેને એક કરે તો પણ તે બેને ભેદ રૂપે જાણીને કરે કે ન જાણીને ? જો પ્રથમ પક્ષ કહો તો ભિન્ન રૂપે જ ઉભયની પ્રતિતી થયા પછી એકીકરણથી શો લાભ ?
(પાના નં. ૭૦) અને જો બીજો પક્ષ કહો તો જે અપ્રતિપન્ન છે તેનું એકીકરણ અયુક્ત છે. કેમકે અતિપ્રસંગ આવી જાય. જાઓ, અપ્રતિપન્ન એવા પણ વિવક્ષિત જ દેશ્ય સાથે એકીકરણ થાય, અવિવક્ષિત સાથે નહિ થાય, એનું શું નિયામક છે? એમ કહો કે, પણ દશ્યમાનજાતીય દૃશ્યના સંવેદનથી થયેલા સંસ્કારના પ્રકોપથી ઉબોધિત થયું છે
For Private and Personal Use Only