Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 195
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ કથંચિત્ થશે; કેમકે “શબ્દ વિકલ્પથી ઉદ્દભવે છે' ઇત્યાદિનું નિરાકરણ કરતાં સંકેતનો નિષેધ કરેલો છે. તેમજ પ્રકરણાદિથી, અભિવ્યક્તક્ષયોપશમવાળા કેટલાકને, સંકેત વિના, પણ, શબ્દાર્થનું જ્ઞાન થતું દેખાય છે. આ ઉપર હવે વધારે વિસ્તાર કરવાથી સર્યું. (પાના નં. ૭૮) આમ અભિલાખ અનભિલાપ્ય ઉભયરૂપ એક વસ્તુવાદ પૂર્ણ થયો. વળી જે કહ્યું છે કે વસ્તુને વિરોધિ ધર્માધ્યાસિત માનવાથી અનેકાંતવાદીને મુક્તિનો જ અભાવ થઈ જશે તે પણ સુક્ષ્મદૃષ્ટિથી મુક્તિ માર્ગ ને વિચાર્યા વિના જ કહેલું છે, કેમકે પૂર્વે કહ્યું તેમ સત્ત્વ, અનિત્યત્વ વગેરેનો વિરોધ અસિદ્ધ છે. જો સિદ્ધ હોય તો વસ્તુનો જ અભાવ થઈ જાય. વળી વસ્તુ સ્વરૂપ વિરોધિધર્માધ્યાસિત છે જ નહિ એમ માનનાર એકાંતવાદીને મુક્તિનો અભાવ થઈ જશે. જુઓ, પોતાની સ્ત્રી, ઘર, મણિ, કનક, ધન, ધાન્ય, ઇત્યાદિ સર્વ, એકાંત અનાત્મ ધર્મયુક્ત ભાવનાના આલંબન છે એમ માનો છો; ત્યારે તો તે સર્વથા અનાત્મક હોવાથી ભાવક ભાવ્યનો સંભવ નથી. તેથી તેમના જ્ઞાન પછીના કાલમાં જ થનાર ભાવનાનો પણ અભાવ છે. એટલે કોને ક્યાંથી મોહાદિનો નાશ થશે, તે કહો. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220