________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૮
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
કરવા ન કરવાનો વિરોધ કયાં રહ્યો ? અથવા સ્વકાર્યકર્તૃત્વ રૂપે ‘કરે છે’, અન્યકાર્યકર્તૃત્વરૂપે નથી કરતું; એટલે કોઈક આકારે કરે છે; કોઈક આકારે કરતું નથી, એમ કહેવામાં પણ શો વિરોધ છે ? સ્વકાર્યકર્તૃત્વ તે જ અન્યકાર્યઅકર્તૃત્વ એમ પણ ન કહેવાય; જો એમ હોત તો જેમ સ્વકાર્ય કરે છે તેમ અન્યકાર્ય પણ કરત, કેમકે અકર્તૃત્વ છે તે કતૃત્વથી ભિન્ન નથી. તેમજ આથી ઉલટું પણ થઈ શકત. ત્યારે તો વસ્તુનું કારણત્વ જ રહેત નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદાચ અહીં શંકા થાય કે-‘અન્ય કાર્યનું અકર્તૃત્વ એ અન્ય શું હોઈ શકે કે જેને આશ્રીને અનન્યત્વ યુક્તિ વડે તમે વસ્તુ અકારણ બની જવાનુ પ્રતિપાદન કરો છો ? અર્થાત્ અન્ય કાર્યનુ અકર્તૃત્વ એ અન્ય કંઈ નથી. પરંતુ સ્વકાર્યકર્તૃત્વ એ જ એકસ્વભાવવાળુ અન્યકાર્યનું અકર્તૃત્વ
છે.’
(પાના નં. ૨૯) એમ હોય તો તો જે સ્વભાવથી કરે છે તે જ સ્વભાવથી નથી કરતું એવી આપત્તિ આવે. અને એમ અભિન્ન નિમિત્ત હોવાથી એકત્ર જ કર્તૃત્વ અને અકર્તૃત્વનો વિરોધ આવી પડ્યો. જુઓ જે સ્વભાવે કરે છે તે જ સ્વભાવે નથી કરતું. આ બરાબર નથી. કેમકે એક સ્વભાવવાળાનો એકત્ર જ ઉપયોગ સંભવે છે.
For Private and Personal Use Only