________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૬
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
ઉપકાર છે, એમ કહો તો તે બરાબર નથી, કેમકે ઉપાદાનકારણમાં વિશેષના આધાન વિના તેમાંથી કાર્ય વિશેષ થવાનો સંભવ નથી. તેમજ અન્ય પ્રકારે ઉત્પન્ન થતી એવી વસ્તુને વિષે, તે જ કાલે પણ અન્ય પ્રકારથી થતા એવા કોઈ અન્યથી અતિશય ઉપજવો અશક્ય છે; કેમકે તેવા અન્યથી કાંઈ પણ વિશેષ સિદ્ધ થઈ શકતો નથી, અને થાય છે એમ કહો તો ત્યાં પાછો આનો આજ શંકા-વિકલ્પાદિ પ્રકાર લાગુ થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાના નં. ૨૭) આમ આ તકરાર નિઃસાર છે. આ પ્રમાણે કારણની પંરપરામાં પણ આવી દૂષણ જાલ લાગુ થાય છે એમ સમજવું. નષ્ટની ઉપર પણ ઉપકાર કરી શકે એમ નથી, કેમકે તે અવિદ્યમાન છે, અને અવિદ્યાન જે અસત્ તેની ઉપર ઉપકાર કરી શકાતો નથી; કરી શકાય છે એમ કહેતાં અતિપ્રસંગ આવે છે. માટે “હેતુનો યોગ નથી” એમ જે કહ્યું તે ઠીક કહ્યું છે; અને ક્ષણિક એકાંત પક્ષમાં “હેતુ ફલ ભાવની અનુપત્તિ થાય છે” એજ આગળ કહીશું.
વળી જે કહ્યુ કે ભેદાભેદનો સ્વીકાર કરનારે અવશ્ય એમ સ્વીકારવું પડશે કે પદાર્થને વિષે ધર્મ ધર્મીનો ધર્મ અને ધર્મારૂપે ભેદ છે, પણ સ્વભાવે કરીને અભેદ છે, તે પણ, ધર્મો પરસ્પરથી ભિન્ન છે અને પ્રતિનિયત ધર્મના અમુક
For Private and Personal Use Only