________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૨૪
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
કેમકે અતિપ્રસંગ આવે. ગૃહીત હોય ત્યારે થાય તો ગ્રાહક જે જ્ઞાન તે અવિકલ્પ છે, કેમકે વિકલ્પજ્ઞાન ઉત્પન્ન વસ્તુ વિષયક ન થાય, તે પણ એટલા માટે કે જ્યારે વિકલ્પજ્ઞાન થાય ત્યારે ઉત્પન્ન વસ્તુ ન હોય, “તે જ્ઞાનમાં જ કલ્પના સંભવે છે', એમ કહો તો તે ઠીક નથી, કેમકે વિકલ્પની ઉપપત્તિ જ ત્યાં થતી નથી. જુઓ, ત્યાં પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી વિકલ્પ થાય કે અનુત્પન્ન હોય ત્યારે પણ થાય ? અનુત્પન્ન હોય ત્યારે તો થાય જ નહીં કેમકે અસત્ છે; ઉત્પન્ન થતાં પણ થાય નહિ કેમકે ઉત્પત્તિ પછી તરત નાશ પામનાર છે. વિકલ્પનારૂપે જ ઉત્પન્ન થાય છે એમ કહો તો તેમ નથી. કેમકે તેનો હેતુ નથી. હેતુ નથી એ એટલા માટે કે સ્વલક્ષણથી ઉત્પન્ન નથી થયું. સ્વલક્ષણના અનુભવથી થયેલા સંસ્કારથી તે ઉપજશે એમ કહો તો પણ ન ચાલે,
(પાના નં. ૨૫) કેમકે સંસ્કાર પણ સ્વલક્ષણરૂપે હોય અથવા સામાન્ય લક્ષણરૂપે હોય. સ્વલક્ષણ રૂપ છે એમ કહો તો તેનો તે જ દોષ ઊભો છે. સામાન્ય લક્ષણ રૂપ કહો તો તેનાથી તેનો ઉદય જ શી રીતે થાય તે કહો.
કદાચ એમ કહો કે-કલ્પના સ્વલક્ષણ જ નથી; કેમકે સ્વસંવિત્તિને વિષે એ પણ પાછી સ્વલક્ષણ છે; કહ્યું પણ છે કે કલ્પના સ્વસંવિત્તિને વિષે ઈષ્ટ છે. પદાર્થને વિષે નહિ, કેમકે વિકલ્પરૂપ છે.
For Private and Personal Use Only