________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
અન્ય કાર્યનું જે અકર્તૃત્વ તે, વસ્તુને વિષે પરિકલ્પિત છે એમ કહેશો તો તે પણ રમણીય વચન નથી. અન્ય કાર્યનું અકર્તૃત્વ કારણને વિષે પરિકલ્પિત હોવાથી તે વસ્તુતઃ અસત્ છે. એટલે અન્યકાર્યકર્તૃભાવ આવી પડવાથી તેમાં અન્ય કાર્ય કર્તૃત્વ માનવાનો પ્રસંગ આવશે.
૧૨૯
અથવા એમ કહેશો કે સ્વકાર્યકર્તૃત્વથી ભિન્ન જે અન્યકાર્યઅકર્તૃત્વ તે પરિકલ્પિત છે, અને સ્વકાર્યકર્તૃત્વને જ અન્યકાર્યાકતૃત્વ સ્વભાવવાળું સ્વીકારીએ છીએ, તો તે પણ અયુક્ત છે; એનો ઉત્તર અપાઈ ગયો છે. જીઓ-જે સ્વભાવથી કરે છે તે જ સ્વભાવથી નથી કરતું એવી આપત્તિ આવી ઇત્યાદિ જે કહેવાઈ ગયું છે તે જ પુનઃ પ્રાપ્ત થાય છે.
For Private and Personal Use Only
(પાના નં. ૩૦) ‘વસ્તુ સર્વભાવે જો કાર્ય કરે તો તે ભાવરૂપ જ થાય’, વગેરે જે પૂર્વપક્ષીએ કહ્યુ હતુ તેનો પણ આ ન્યાયથી જ પરિહાર જાણવો, કેમકે અભાવ છે તે વસ્તુનો ધર્મ હોવાથી કચિત્ તેનાથી અભિન્ન છે, અને અન્ય કાર્યનું કારણ ન હોવાથી. આમ છે ત્યારે એ જ વ્યવસ્થિત થયું કે વસ્તુ સદસટ્રૂપ છે. કહ્યું પણ છે કે “પ્રત્યક્ષથી જણાય છે, અને કાર્યથી પણ સમજાય છે, માટે અવશ્ય એક એવી વસ્તુને સદસટ્રૂપ માનવી જોઈએ.”
આ ઠેકાણે વૈશેષિકાદિ કહે છે કે, વસ્તુનુ સ્વરૂપે