________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૩૯
વિષે જ હકિકતમાં તેનો (અર્થ ક્રિયાનો) અભાવ થવાનો પ્રસંગ આવે છે. જાઓ-ઉક્ત સ્વભાવવાળી વસ્તુ તે જ અર્થ ક્રિયા કેમકે કહ્યું છે કે જે થવાપણું તે જ તેની ક્રિયા, તો ઉપર કહ્યા પ્રમાણે તે અર્થ ક્રિયા જ ઘટતી નથી. આ પ્રકારે અહીં બહુ વિસ્તાર કરવાનું પ્રયોજન રહેતું નથી.
વળી અહી પણ ક્ષણવાદિના મતમાં ધર્મ અને ધર્મીનું નાનાત્વ છે કે અનાનાત્વ છે તે કહો. જો અનાનાત્વ કહો તો સર્વથા અનાનાત્વ કે કથંચિત્ અનાનાત્વ છે? જો સર્વથા કહો તો તો સ્થિતિ અને અસ્થિતિનું એકપણુ થશે, કેમકે એક જ ધર્મીથી તેમનું અનાનાત્વ છે, ધર્મીના સ્વરૂપની જેમ. એમ થયું એટલે સર્વથા સ્થિતિનો જ પ્રસંગ આવ્યો, કે સર્વથા અસ્થિતિનો જ પ્રસંગ આવ્યો, અથવા ધર્મીનો અભેદ જ થયો કેમકે સ્થિતિ અસ્થિતિનું અનાનાત્વ છે, તસ્વરૂપની જેમ. સ્થિતિવાળી વસ્તુ અન્ય છે, સ્થિતિ વિનાની વસ્તુ અન્ય છે. ત્યાં ક્ષણસ્થિતિધર્મકત્વ ક્યાં રહ્યું ? ત્યારે કથંચિત્ અનાનાત્વ કહો
(પાના નં. ૪૨) તો તમારા અભ્યપગમનો જ વિરોધ આવશે. ત્યારે નાના– એ પક્ષને લો, તો ત્યાં પણ સર્વથા નાનાત્વ કે કથંચિત્ નાનાત્વ તે બતાવો. જો સર્વથા નાનાત્વ કહો તો સ્થિતિ અને અસ્થિતિ એકે સ્વભાવ રહ્યો નહિ તેથી વસ્તુ નિઃસ્વભાવ થઈ જતાં ક્ષણસ્થિતિ ધર્મવાળી
For Private and Personal Use Only