________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧ ૪૫
તેવા પદાર્થથી ભિન્ન એવા કપાલ પદાર્થની મૃસ્વભાવતા છે, ઉદકની નથી કેમકે તે અમૃસ્વભાવ પદાર્થથી ભિન્ન નથી. (એટલે ઉક્ત જે સમાધાન કે ઉદકની પેઠે મૃત્તિકા અમૃત્તિકા થઈ જાય, તે ઠીક નથી.)
આ કહેવું પણ વિચાર વગરનું બોલાયેલુ છે; કેમકે સજાતીયથી અભિન્ન અને વિજાતીયથી ભિન્ન એમ વસ્તુના બન્ને સ્વભાવ માનવાની આપત્તિ આવશે. જાઓ, અમૃસ્વભાવ એવા ઉદકાદિથી જ વ્યાવૃત્ત સ્વભાવવાળો કપાલ પદાર્થ થયો, મૃત્પિડશરાવઘટાદિ જે મૃસ્વભાવ છે તેનાથી નહિ, કેમકે તેમનાથી વ્યાવૃત્ત થતાં તો અમૃસ્વભાવ થઈ જાય.જેમ અમૃસ્વભાવ પદાર્થોથી વ્યાવૃત્ત હોઈ મૃસ્વભાવ થાય છે તેમ મૃસ્વભાવ પદાર્થોથી વ્યાવૃત્ત હોઈ અમૃસ્વભાવ પણ થાય જ; અને એ જ ન્યાય-યુક્ત છે, કેમકે એમ ન માનીએ તો અમૃસ્વભાવથી વ્યાવૃત્ત થવા છતા તેની મૃસ્વભાવતા ઘટે નહિ.
પાના નં. ૪૯) જો એમ કહો કે સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત સ્વરૂપવાળી વસ્તુ છે અને તેથી પ્રતિનિયત એકસ્વભાવવાળા બધા પદાર્થો છે, તેથી મૃસ્વભાવ ન ઘટવાનો દોષ નહી આવે. જુઓ, જેમ કપાલભાવ ઉદકાદિથી વ્યાવૃત્ત હોઈ મૃસ્વભાવ છે; તેમ ઘટાદિથી પણ વ્યાવૃત્ત હોઈ મૃસ્વભાવ છે, કેમકે તે એક
For Private and Personal Use Only